35 ની ઉમર વટાવ્યા પછી મોટાભાગના લોકોને નતનવા રોગો થતાં હોય છે. જેમકે ડાયાબિટીસ, સાંધા ના દુખાવા, કમરના દુખાવા, ગોઠણ ના દુખાવા અને બીપી. પરંતુ આજે અમે એક એવો ઈલાજ લઈને આવ્યા છીએ જેનાથી 35 પછીના આ દરેક રોગ જીવનભર દૂર રહેશે.
આ દરેક રોગનો બેસ્ટ ઈલાજ છે મેથી. મેથીથી બધા લોકો પરિચિત છે. આ તે જ પીળા દાણા છે જે અથાણાંનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આને કારણે, અથાણાં એક અનોખા સ્વાદ અને સુગંધનો આનંદ માણે છે. તે માત્ર સ્વાદ અને ગંધને જ વધારતું નથી, પરંતુ આપણા સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે. તેથી જ 35 પછી ના દરેક વ્યક્તિએ મેથીનું સેવન ફરજિયાત કરવું જોઈએ.
મેથીની ચા કોલેસ્ટ્રોલ ઘટાડે છે. મેથીમાં ગેલેક્ટોઝ અને મૈનોઝ ઘટક હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવા માટે જાણીતા છે. તે હૃદયરોગના જોખમને પણ ઘટાડે છે. તેથી જ લોકો શિયાળાની રૂતુમાં મેથીનો લાડુ બનાવીને ખાઈ છે. આ ઉપરાંત ફણગાવેલી મેથીનું પણ સેવન કરી શકાય છે.
મેથીને ફણગાવવા માટે, ચાર ચમચી મેથીના દાણા ધોઈ લો અને અડધા ગ્લાસ પાણીમાં 6 -7 કલાક સુધી પલાળી રાખો. આ પછી તેને કાપડમાં બાંધ્યા પછી ગાળી લો અને ખાઈ લો. બાકીનું પાણી પણ પીવું જોઈએ. મેથીના દાણાથી સાવધ રહો મેથીના દાણા ખૂબ ગરમ હોય છે. તેથી ગરમ પ્રકૃતિના લોકોએ તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ.
મેથી શરીરમાં વાયુ નથી થવા દેતી, અને પાચનક્રિયાને પણ એકદમ તંદુરસ્ત બનાવે છે. મેથી શરીરના નાના-મોટા ઇન્ફેક્શનને ઓછું કરે છે અને સોજો હોય તો તેને પણ ઓછું કરે છે. તેથી જ લેડીઝ ને ડિલિવરી પછી મેથીના લાડુ ખવડાવવામાં આવે છે અથવા તો મેથી અજમાનો ઉકાળો બનાવીને ખાસ તે લોકોને પીવડાવવામાં આવે છે.
મેથીના દાણા ડિયરેક્ટ પણ પિય શકાય છે. એટલે કે કાચા દાણા સીધા મોમાં નાખીને થોડું ગરમ પાણી પી જવાનું. પણ જો એ રીતે ના ફાવે તો બીજી પણ એક રીત છે. બે ચમચી જેટલી મેથી ૯ થી ૧૦ કલાક પાણીમાં પલાળીને પીવી.
આ પાણી ડાયાબીટીસ માટે તો ઉપયોગી છે જ પણ સાથે જ જેને માથું દુખતું હોય, માઇગ્રેનની પ્રોબ્લેમ હોય તેમને પણ ઘણી રાહત મળશે. સાથે જ શરીર નો બેડ કોલેસ્ટ્રોલ દૂર કરશે અને સાથે જ હાર્ટ પ્રોબ્લેમ માં પણ રાહત રહે છે. જેથી બ્લડ સર્ક્યુલેશન સારુ રહેશે અને બ્લડ સર્ક્યુલેશન સારું રહેવાથી જે લોહી છે એ શરીરના દરેકે દરેક અંગને પૂરતા પ્રમાણમાં મળવાની શરૂઆત થશે જેથી બ્લડ પ્રેશર પણ જળવાઈ રહેશે.
એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉનાળામાં પણ મેથીનો ઉપયોગ ઓછો કરવો. શિયાળાની ઋતુમાં તેનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. મેથી પાચનતંત્રને અનેક રીતે ફાયદો કરે છે. તે પેટ અને આંતરડામાં બળતરા અને સોજોમાં રાહત આપે છે. તે પેટ અને આંતરડાના અલ્સરમાં રાહત આપે છે.તેના પાણીમાં દ્રાવ્ય તંતુ આંતરડાને શુદ્ધ કરે છે અને કબજિયાતને દૂર કરે છે અને આંતરડાની શક્તિમાં વધારો કરે છે.
મેનોપોઝ દરમિયાન મહિલાઓને ડિપ્રેશન, મૂડમાં પરિવર્તન, ખેંચાણ, રાત્રે પરસેવો વગેરે જેવી ઘણી સમસ્યાઓ થાય છે. મેથીનો ઉપયોગ તેમને ઓછો કરી શકે છે. કારણ કે તેમાં સ્ત્રી હોર્મોન એસ્ટ્રોજન જેવા તત્વો હોય છે. આ સિવાય તે મહિલાઓને થતી અન્ય આંતરસ્ત્રાવીય સમસ્યાઓ પણ ઘટાડે છે.