મગના પાણીને આયુર્વેદમાં જીવનદાયી અર્થાત જીવન દેનારું કહેવામાં આવ્યું છે, કારણ કે તે જરૂરિયાતના સમયે શરીરને તાકત આપે છે. જે શરીરની લાંબી બીમારી જેવી કે ટીબી વગેરેમાં ખુબ જ શરીર કમજોર પડી ગયું હોય ત્યારે તેના થોડું ખાવામાં અને પચાવવામાં સામર્થ્ય નથી બચતું, ત્યારે તે રોગીને શક્તિ પ્રદાન કરે છે, અર્થાત જીવન આપવામાં કામ કરે છે.
મગમાં એન્જાઈમ હોય છે. જે પાચનમાં મદદ કરે છે, અને તે કુદરતી રીતે ક્ષારીય હોય છે. જેમાથી અંકુર ફૂટે ત્યારે પ્રોટીન વધે છે. ઉદાહરણ માટે અંકુરિત થવા પર, મગની પ્રોટીનની માત્રા 30 ટકા વધી જાય છે.અંકુરિત થાય ત્યારે વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, વિટામીન કે અને બી કોમ્પ્લેક્સની માત્રા વધી જાય છે, બાફેલા અંકુરિત મગ ફાઈબરનો સારો સ્ત્રોત છે, ડાયાબીટીસ અને હ્રદય માટે અનુકુળ હોય છે.
બાફેલા મગ નું પાણી પીવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે. જેના લીધે બીમારીઓથી બચાવ થાય છે. બાફેલા મગ ખાવાથી શરીરના ટોક્સીન્સ દુર થાય છે. અને લીવર પ્રોબ્લેમથી બચાવ થાય છે. બાફેલા મગમાં પ્રોટીન હોય છે, જેનાથી મસલ્સ મજબુત થાય છે, અને સાંધાના દર્દથી બચાવ થાય છે. બાફેલા મગનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધવાને પરિણામે મચ્છર કરડવાથી થતી બીમારી મટી જાય છે.
મગમાં ઘણા બધા મિનરલ્સ હોય છે.મગ નું પાણી બાળક માટે ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક હોય છે.મગનું પાણી આસાનીથી પચી જાય છે અને તેને પીવાથી બાળકની ઈમ્યુન પાવર વધવાની સાથે રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.લોહીના રોગોમાં ખાસ કરીને જેને બ્લીડીંગ હોય છે, નાકમાંથી લોહી નીકળે છે. અને ઘણી વખત જોવા મળે છે, જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન વધારે લોહી નીકળે છે.
આ બધી સમસ્યાઓમાં બાફેલા મગ અને તેનું પાણી ઉપયોગી છે. પેશાબમાં લોહી આવવું, મળ સાથે લોહી નીકળવું અને ઇન્ટરનલ બ્લીડીંગ હોવું વગેરે માં બાફેલા મગનું પાણી ખુબ જ ઉપયોગી છે. ઝાડા થવા પર કે ડાયેરિયા પર તો તેના માટે એક વાટકામાં બાફેલા મગ નું પાણી પીવું જોઈએ. એક વાટકો મગનું પાણી પીવાથી શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી થાય છે અને સાથે ઝાડાની સમસ્યાને પણ ઠીક કરે છે.
બાફેલા મગના સેવનથી અને બાફેલા મગના પાણીના સેવનથી શરીરમાં મૌજુદ ગંદકી બહાર નીકળી જાય છે, જેનાથી શરીરની સફાઈ થઈ જાય છે. મગમાં સ્પ્રાઉટમાં સાઈટ્રોજેન હોય છે, જે શરીરમાં કોલેજન અને એલાસ્ટીન બનાવી રાખે છે, જેનાથી ઉમરની અસર, જલ્દી જ ચહેરા પર દેખાતી નથી.
ઘણી વખત પરસેવો વહી જવાથી ઈમ્યુન સીસ્ટમ કમજોર પડી જાય છે. બાફેલા મગનું પાણી પીવાથી શરીરમાં ઉર્જા આવે છે. કોઇપણ બીમાર વ્યક્તિને ડોક્ટર બાફેલા મગ ખાવાની સલાહ આપે છે, કારણ કે તે હળવા હોય છે અને સરળતાથી પચી જાય છે. તે શરીર અને મસ્તિષ્ક માટે લાભદાયક હોય છે. મગ હળવા હોવાથી શરીરમાં ગેસ બનવા દેતા નથી.
શરીરમાં કોઈ ઈજા થઈ હોય, જખ્મ થયું હોય,પરું કે મવાદ નીકળ્યું હોય ત્યારે બાફેલા મગનું પાણી અવશ્ય પીવું જોઈએ. કફના રોગોમાં જેવા કે મોટાપા, થાઈરોઈડ કે બ્લોકેજની સમસ્યા હોવી, દમ, અસ્થમા, બ્રોકાઈટીસ, વગેરે જેવી સમસ્યાઓમાં બાફેલા મગ ના પાણીનું સેવન જરૂર કરવું જોઈએ કેમ કે તેના થી આ રોગો માં રાહત મળે છે.
લોકો વજન વધી જવાની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે, જયારે મગનું પાણી વેટલોસ માટે ખુબ જ ઉપયોગી છે. સાથે તે કેલેરી ઓછી કરે છે. અને આ પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થતો નથી. જેને પીવાથી વ્યક્તિ એનેર્જેટીક ફિલ કરે છે. અને સરળતાથી વજન ઘટાડી શકે છે. આ માટે સવારે અને સાંજે એક વાટકો બાફેલા મગનું પાણી પીવું જોઈએ.
બાફેલા મગનું પાણી લોહીને સાફ કરે છે, જયારે કોઈ બીમારીમાં મોઢામાંથી સ્વાદ ચાલ્યો જાય ત્યારે મગનું પાણી પીવાથી ફાયદો રહે છે. મગ ખાવાથી પણ સ્વાદ બની રહે છે. જયારે શરીરમાં સોજો આવી ગયો હોય કે ગાંઠથી દુખાવો અને સોજો આવી જાય ત્યારે પણ બાફેલા મગનું પાણી પીવાથી રાહત થાય છે. સાથે તે એડીમાં થતા દર્દને પણ દુર કરે છે.