શરીરમાં યુરિક એસીડ પ્યુરીનના તુટવાથી બને છે. જયારે આપણા શરીરના કોષો તૂટે છે. અને નવા બને છે, તો તેમાં મળી આવતા યુરીન પણ તૂટે છે. પ્યુરીનના તુટવાથી રસાયણિક પ્રકિયા થાય છે. જેથી યુરિક એસીડ બને છે. તે બ્લડના માધ્યમથી વહેતા વહેતા કીડની સુધી પહોચે છે, અને પેશાબના રૂપમાં શરીરની બહાર નીકળી જાય છે. શરીરમાં યુરિક એસીડ વધી જાય તો તે આપણા મુખ્ય માંસપેશીમાં, સાંધામાં, કીડનીમાં અને શરીરના બીજા ભાગોમાં ભેગું થાય છે, જે આગળ જઈને સાંધાના દુ:ખાવા, વાતરોગ, ગઠીયા, સંધીવાતને જન્મ આપે છે.
જો યોગ્ય સમય ઉપર યુરિક એસીડનો ઉપચાર અને ઉપાય ન કરવામાં આવે તો આ રોગથી પ્રભાવિત વ્યક્તિને ઉઠવા બેસવા અને ચાલવા ફરવામાં ઘણી તકલીફ થવા લાગે છે. તેનું સ્તર વધવાથી ગઠીયા થવાનું જોખમ વધી જાય છે.
શરીર માં યુરીક એસિડ વધવાના કારણ:
શરીરમાં પ્યુરીનના તુટવાને કારણે યુરિક એસીડ બને છે, જે કીડની સુધી લોહી દ્વારા પહોચે છે. અને મૂત્ર માર્ગેથી શરીરની બહાર નીકળી જાય છે. કોઈ કારણથી જયારે તે બહાર નથી નીકળતું ત્યારે તે શરીરની અંદર જમા થવા લાગે છે. અને એક ક્રિસ્ટલની જેમ બની જાય છે, અને જયારે યુરિક એસીડ સ્તર વધી જાય છે ત્યારે તે તકલીફ કરવા લાગે છે.
યુરિક એસીડ ઓછું કરવાના ઉપાય અને ઘરેલું ઉપાય :
શરીર માંથી દરેક પ્રકારના હાનીકારક તત્વને બહાર કાઢવા માટે દુધીનો જ્યુસ પીવો તુલસી, ફુદીનો, આદુ, ધાણા, કુવારપાઠું અને કાળા મરી યુક્ત ૧૫ થી ૬૦ દિવસ ગૌમૂત્રનું નિયમિત સેવનથી પણ હાનીકારક તત્વ બહાર થાય છે. હુફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી.
બે થી ત્રણ અખરોટ રોજ ખાલી પેટ ખાવાથી વધેલો યુરિક એસીડ ઓછો થવા લાગે છે. એક ચમચી અશ્વગંધા પાવડર અને એક ચમચી મધ ભેળવીને એક ગ્લાસ હળવા ગરમ દૂધ સાથે પીવો. ગરમીમાં અશ્વગંધા ઓછા પ્રમાણમાં લો.
એક ચમચી અળસીના બીજ ભોજનના અડધા કલાક પછી ચાવીને ખાવાથી પણ આરામ મળે છે. હાઈ યુરિક એસીડ થવાથી તે શરીરમાં ક્રિસ્ટલ જેવું બની જાય છે. અને શરીરમાં બીજા અંગોમાં જમા થવા લાગે છે. એક ચમચી બેકિંગ સોડા એક ગ્લાસ પાણીમાં ભેળવીને પીવો તેનાથી ક્રિસ્ટલ તૂટીને શરીરમાં ભળી જાય છે અને પેશાબના રસ્તે શરીર માંથી બહાર નીકળી જાય છે.
આંબળાનો રસ કુવારપાઠાના જ્યુસમાં ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. યુરિક એસીડ વધવાથી જો ગઠીયા થઇ જાય તો બથુઆના પાંદડાનું જ્યુસ કાઢીને સવારે ખાલી પેટ પીવો અને તેના બે કલાક પછી કાંઈ ન ખાવું અને ન પીવું.
એક ચમચી ધણા રાત્રે પલાળીને સવારે તેની ચટણી બનાવીને પીવાથી લાભ થાય છે.
દિવસમાં ઓછામાં ઓછું ૩-૫ લીટર પાણીનું સેવન કરો. પાણી પૂરતા પ્રમાણથી શરીરનું યુરિક એસીડ પેશાબના રસ્તેથી બહાર નીકળી જશે. એટલા માટે થોડી થોડી વારે પાણી જરૂર પિતા રહો. જો દુધીની સીઝન હોય તો સવારે ખાલી પેટ દુધીનું જ્યુસ કાઢીને એક ગ્લાસ તેમાં ૫-૫ તુલસી અને ફુદીનાના પાંદડા નાખી લો. હવે તેમાં થોડું સિંધાલુ મીઠું ભેળવી લો. અને તેને નિયમિત પીવો ઓછામાં ઓછું ૩૦ થી ૯૦ દિવસ સુધી.
રાત્રે સુતા સમયે દોઢ ગ્લાસ સામાન્ય પાણીમાં અર્જુનની છાલનું ચૂર્ણ એક ચમચી અને તજ પાવડર અડધી ચમચી નાખીને ચાની જેમ બનાવો અને થોડું ચડી જાય એટલે ગાળીને નીચોવીને પી લો. તે પણ ૩૦ થી ૯૦ દિવસ સુધી કરો.
ચોબચીનીનું ચૂર્ણની અડધી અડધી ચમચી સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે પાણી સાથે લેવાથી થોડા દિવસોમાં યુરિક એસીડ દુર થઇ જાય છે. અજમો પણ શરીરમાં હાઈ યુરિક એસીડને ઓછો કરવાની સારી દવા છે. એટલા માટે ભોજન બનાવવામાં અજમાનો ઉપયોગ કરો.