મિત્રો, આપણે સૌ કોઈ ભગવદ ગીતા વિશે તો જાણીએ જ છીએ. અને ઘણી વખત આપણે ઘરમાં કે બહાર મંદિરોમાં કોઈ પંડિત અથવા તો કોઈ વડીલોને ગીતાનું વાંચન કરતા જોયા જ હશે. અને તમે માનો છો કે નહીં, પરંતુ આજે પણ વિશ્વના ઘણા મહાન સંશોધનકરો પણ ગીતામાં વિશ્વાસ ધરાવે છે. અને એવા ઘણા સિદ્ધાંતો છે કે જે તમે ભાગવદ ગીતામાં ક્યાંક વસ્તુઓથી સંબંધિત કરી શકો છો.
સામાન્ય રીતે આપણે સૌ જાણીએ જ છીએ તેમ ભગવદ ગીતાએ ખૂબ જ સારું પુસ્તક માનવામાં આવે છે. અને આ સિવાય હિન્દુઓ માને છે કે ગીતામાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન છે. સાથે સાથે એમ પણ કહેવાય છે કે, મનમાં જે કંઇ પણ દ્વિધા છે, કોઈ પણ પ્રશ્ન છે કે નિર્ણય લેવામાં કોઈ પણ પ્રકારનો વિરોધાભાસ છે, ગીતા પાસે દરેક મુશ્કેલીઓનું સમાધાન છે. ગીતામાં અહીં આવી પાંચ વાતો કહેવામાં આવી છે, જે તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે, અને તે જાણીને ત્ગ્મે ક્યારેય દુઃખી નહી થાવ, તો ચાલો જાણીએ આ બાબતો વિશે…
ગીતામાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ. આપણાથી વધુ કોઈ આપણને સમજી કે હાની શકે નહી, માટે કોઈના પર પણ આધાર રાખ્યા વિના એક સારા વ્યક્તિ બની શકો એટલું કાર્ય તો કરવું જ જોઈએ. ગીતા મુજબ – “ક્રોધ મૂંઝવણ તરફ દોરી જાય છે, મૂંઝવણ બુદ્ધિને બેચેન કરે છે, અને જ્યારે બુદ્ધિ બેચેન હોય છે ત્યારે તર્ક નષ્ટ થઇ જાય છે. અને આમ થવાથી વ્યક્તિનું પતન શરુ થાય છે. તો પછી તમે સમજી જ ગયા હશો કે તમારો ગુસ્સો તમને અને તમારા જીવનને કેવી રીતે દુઃખ પહોચાડી શકે છે. અને માટે જ સૌએ સમજવું જોઈએ કે, આગલી વખતે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો.
ગીતામાં તમારા મનને કાબૂમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આપણી બધી જ ઇચ્છાઓએ મનમાં જ ઉદભવતી જોવા મળે છે. સાથે ઘણી વખત એવું પણ બને છે કે, તે બિનજરૂરી અને નિરર્થક ઇચ્છાઓને જન્મ આપે છે, અને જ્યારે તે ઇચ્છાઓ પૂર્ણ થતી નથી, ત્યારે તે તમને વિચલિત કરે છે. માટે મન પર કાબુ રાખવો એ ખુબ જ મહત્વનું છે.
ગીતા કહે છે કે દરેક વ્યક્તિએ જાતે મંથન કરવું જોઈએ. અને ઘણી વખત આત્મ જ્ઞાન જ અહંકારને મટાવી શકે છે. આત્મમંથન સાથે, ઉત્કર્ષ તરફ જવા માટે યોગ્ય અને સકારાત્મક વિચારસરણી કેળવવી પણ જરૂરી છે. અને આ માટે જરૂર છે વિચારશક્તિ સુધારવાની. હેતલ સારા વિચારો હશે તેટલું જ સારું વ્યક્તિત્વ હોય છે.
ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ જે રીતે કોઈ કાર્ય કરે છે, તે પ્રમાણે તે ફળ મેળવે છે. જો આપણે આ બાબતને હાલના સંદર્ભમાં લઈશું, તો વિદ્યાર્થીઓને વાંચવા કરતાં પરિણામ શું આવશે તે અંગે તેઓ દુઃખી થતા રહે છે. તેથી, તે મહત્વનું છે કે તેઓ તેમના પરિણામની ચિંતા છોડી અને વાંચનમાં ધ્યાન કેન્દ્રિત કરે. અને જેટલી જ મહેનત વધારે હશે તેટલું જ સારું પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો.