આપણે શરીર ને સ્વસ્થ અને રોગો થી બચાવવા માટે અનેક તત્વો વાળા ખોરાકની જરૂર હોય છે. જે પણ ખોરાક તમે સેવન કરો છો તેમાંથી તમારા શરીર ને ઘણા બધા ફાયદાઓ મળતા હોય છે. પરંતુ અમુક પ્રકારના ખોરાક એવા હોય છે કે જે તમારા શરીર માટે વધારે ફાયદાકાકર બને છે. જો તમે એવા ખોરાક નું સેવન કરો તો અમુક બીમારીઓ તમને થતી જ નથી અથવા તો અમુક પ્રકારની બીમારીઓમાં તમારે દવા લેવાની જરૂરીયાત રહેતી નથી.
આવું એક તત્વ એટલે પ્રોટીન જેનું દરેક લોકના શરીરને જરૂરીયાત હોય છે. પ્રોટીન ના લીધે જ વ્યક્તિ ના શરીરનો વિકાસ સારો થાય છે. ખોરાકમાં અમુક પ્રકારના ફળો કે શાકભાજીના માધ્યમ દ્વારા પ્રોટીન આપણાં શરીરની અંદર દાખલ થાય છે. શરીર ને જો સરખા પ્રમાણ માં પ્રોટીન મળે તો આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ.
ઘણા લોકો એવું માનતા હોય છે કે માંસમાંથી જ પ્રોટીન સારી રીતે મળે છે. પરંતુ એવું નથી એવા ઘણા પ્રકારના કઠોળ અને શાકભાજી હોય છે કે જેમાં વધારે પ્રમાણ માં પ્રોટીન જોવા મળે છે. હવે શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે. શિયાળા ની અંદર એવા ઘણા શાકભાજી છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. વટાણા માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન જોવા મળે છે. વટાણા પાલક કરતા પણ ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીનથી ભરપૂર હોય છે.
વટાણાની અંદર ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, કોપર અને ફોસ્ફરસ જેવા તત્વો તેમજ ફાઈબર રહેલું હોય છે, તે આપણા શરીર માં ખુબજ ફાયદાકારક છે. તમે જયારે ફાઈબરથી ભરપૂર લીલા વટાણા ખાશો તો તમને પ્રોટીન ભરપૂર માત્રા માં મળશે.
શિયાળા માં હાક સાગ પણ વધારે પ્રમાણ માં જોવા મળે છે. હાક સાગ પણ ખુબ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. જે એક પ્રકારનાં લીલા શાકભાજી છે. હાક સાગ ની અંદર ફોલેટ, વિટામીન બી અને ફાઈબર જેવા તત્વો હોય છે. જે તમારા શરીરમાં અમુક પ્રકારના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. હાક સાગ એ ભાજી જેવુ હોય છે. જયારે તમે આ હાક સાગનું સેવન કરો છો તો તેનાથી તમને મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
પાલક તો આમ બારેમાસ મળે છે, પણ શિયાળા ની ઋતુ માં વધારે પ્રમાણ માં જોવા મળે છે. પાલક પણ એક ખુબ જ પ્રોટીન અને લોહ તત્વથી ભરપૂર શાકભાજી છે, જેનું તમેં સેવન કરશો તો તેનાથી તમને પ્રોટીન સિવાય ફાઈબર, પોટેશિયમ, વિટામીન બી ૬, ફોલેટ, આયર્ન જેવા અન્ય પ્રકારનાં પોષક તત્વો મળશે કે જેનાથી તમારા શરીરનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાઈ રહે.
શતાવરી એક એવું શાકભાજી છે જે આપણા શરીરમાં ખુબજ ફાયદો કરનારી ઔષધી છે. જે ગુજરાતમાં પણ ઉગે છે. પરતું ખાસ કરીને શતાવરી ની ખેતી ઉતરી ભારતમાં હિમાચલ પ્રદેશમાં તેની ખેતી કરવામાં આવે છે. આ શતાવરી એક પ્રોટીનથી ભરપૂર આયુર્વેદિક કંદમૂળ છે, જેનો ઉપયોગ આંતરડાની સમસ્યામાં પણ થાય છે. તેમાં જે આંતરડાની અંદર બેક્ટેરિયાને નાશ કરવામાં અને પોટેશિયમને મેળવવા માટે જરૂરી છે.
શરદી અને તાવ માં શતાવરી નો ઉપયોગ કરવો ફાયદેમંદ સાબિત થઇ શકે છે. શતાવરી ના મૂળ નો ઉકાળો બનાવીને પીવાથી શરદી અને તાવ માં રાહત મળે છે. મકાઈ એક એવું અનાજ છે કે જે બધા જ ગામડાઓમાં થાય છે. આ મકાઈ એવી ચીજ છે કે જે કાચી હોય તો શેકીને કે બાફીને ખાવામાં આવે છે, જયારે પાકી જાય ત્યારે તેનો અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મકાઈ એક એન્ટીઑકિસડન્ટ જે તમારા કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. અને કેન્સર અને હૃદય રોગ જેવા રોગોને દૂર કરે છે. પીળી મકાઈ કેરોટીનોઈડ્સ લ્યુટીન અને ઝેક્સાન્થિનનો સારો સ્ત્રોત છે, જે આંખના સ્વાસ્થ્ય માટે સારી છે.
આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આપણે એવા શાકભાજી નું સેવન કરવું કે જેમાંથી પ્રોટીન વધારે પ્રમાણ માં મળતું હોય. તેમજ તેનાથી તમારા શરીર નો ભરપૂર માત્રામાં વિકાસ કરવામાં જરૂરી થઈ શકે છે.