બ્લેકહેડ્સ નાના પીંપલ્સ જેવા હોય છે. જે ત્વચાની અંદરની બાજુએ આવે છે. તેમની સપાટી ઘાટા કાળા રંગની છે તેથી તેને બ્લેકહેડ્સ કહેવામાં આવે છે. નાક, દાઢી અને ચહેરા પર બ્લેક હેડ્સ જેવી સમસ્યા થાય છે. જે સુંદરતામાં ડાઘ સમાન લાગે છે. તેને દૂર કરવા
લીમડાના પાનને પાણી ઉમેરીને પીસીને એક માવો બનાવો, ત્યારબાદ તેને અસરગ્રસ્ત સ્થાને લગાવો,તેને 10 મિનિટ સુધી સૂકવવા દો,પછી તેને હળવા હાથથી ઘસાવો અને સાફ પાણીથી ધોઈ લો. લીમડો ત્વચા માટે ચમત્કારિક દવા તરીકે કામ કરશે,અને થોડા દિવસોમાં તમારા બ્લેકહેડ્સ અદૃશ્ય થઈ જશે.
બ્લેકહેડ્સથી છૂટકારો મેળવવા માટે સ્ટીમ લો. સ્ટીમ લેવાથી ત્વચા મુલાયમ થઇ જાય છે. તે પછી બ્લેકહેડ્સને દબાવીને સ્કિનમાંથી બહાર નીકાળી લો. જ્યારે બ્લેકહેડ્સ નીકળી જાય તો ચહેરાને ટુવાલથી સાફ કરી લો. એક બાઉલમાં બે ચમચી બેકિંગ સોડા લઇને તેમા પાણી મિક્સ કરી લો. હવે આ પેસ્ટને બ્લેકહેડ્સ પર લગાવી લો. થોડીક મિનિટ માટે સૂકાવા દો. હવે આ પેસ્ટ સૂકાઇ જાય તે પછી ઠંડા પાણીથી તેને ધોઇ લો. થોડાક દિવસ સુધી આમ કરવાથી બ્લેકબેડ્સ દૂર થઇ જાય છે.
2 ચમચી ચમચી ચણાનો લોટ લો, તેમાં લીંબુ, મધ અને કાચું દૂધ મિક્સ કરો. અને પેસ્ટ તૈયાર કરો, અસરગ્રસ્ત સ્થળે તેને 2 મિનિટ માટે લગાવો, પછી તેને હળવા હાથથી સાફ કરો,અને તેને સાફ પાણીથી ધોઈ લો. આ ત્વચાના છિદ્રોમાં ગંદકી અને બ્લેકહેડ્સ સાફ કરશે. આ કોટિંગ ઘરના સ્ક્રબરની જેમ કાર્ય કરે છે.
લીંબુનો સ્ક્રબ લગાવવાથી બ્લેકહેડ્સ દૂર થઇ જાય છે. એક બાઉલમાં મધ, દહીં, મીઠું, ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. જ્યારે તે સૂકાઇ જાય તે પછી ચહેરાને ધોઇ લો. જેને અઠવાડિયામાં બે વખત લગાવવાથી ખૂબ ફાયદો મળે છે.
બ્લેકહેડ્સ થી છુટકારો મેળવવા માટે, એક કપ ગરમ પાણી સાથે બે ચમચી સફરજન સીડર સરકો મિક્સ કરો. હવે આ મિશ્રણને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. પછી તેને 20 મિનિટ માટે છોડી દો. તે પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.
બજાર માં એક્ટિવેટેડ ચારકોલની કેપ્સુલ ખૂબ સહેલાઇથી મળી જાય છે. બે કેપ્સુલને બરાબર મિક્સ કરીને તેમા 1/4 ચમચી જિલેટિન ઉમેરી દો. હવે જે પેસ્ટ ત્યાર થઈ તેને બ્લેક હેડ્સની આજુબાજુના ભાગ બરાબર લગાવી લો. આ માસ્કને 5-10 મિનિટ ચહેરા પર લગાવી લો. તરત ફરક જોવા મળશે.
બ્લેકહેડ્સ થી છુટકારો મેળવવા માટે કોલગેટ એ એક ખૂબ જ સરળ અને અસરકારક ઘરેલું ઉપાય છે. કોલગેટ ટૂથપેસ્ટ તમારી ત્વચાના છિદ્રોમાંથી બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદ કરે છે. ચહેરા પરથી ડેડ સ્કિન દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટની સાથે મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે, વાટકીમાં અડધી ચમચી કોલગેટ ટૂથપેસ્ટ અને અડધો ચમચી મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્લેકહેડ્સ પર લગાવો. તેને 10 મિનિટ માટે સેટ થવા દો અને પછી પાણીથી ધોઈ નાખતા પહેલા ટૂથબ્રશથી થોડું સ્ક્રબ કરો.
બ્લેકહેડ્સ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. હળદરમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટીઇંફેલેમેટરી ગુણધર્મો છે, જે ત્વચા પર પિમ્પલ્સ બનાવવાના બેક્ટેરિયાને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. બ્લેકહેડ્સ દૂર કરવાના ઘરેલું ઉપાયો માટે, એક ચમચી પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે મૂકો. આ પછી ચહેરો પાણીથી સાફ કરીને ધોઈ લો.
બ્લેકહેડ્સ દૂર કરવા માટે બટાકાનો રસ લગાવો. તેમાં બ્લીચિંગ ગુણધર્મો છે જે ખીલના ડાઘોને દૂર કરવામાં મદદ કરે છે. તેલયુક્ત ત્વચા અને મૃત ત્વચા બ્લેકહેડ્સ મુખ્ય કારણ છે, તેને દૂર કરવા માટે બટાકાના રસનો ઉપયોગ કરો. કપાસની મદદથી ચહેરા પર બટાકાનો રસ લગાવો અને 15 મિનિટ પછી મોં ધોઈ લો.