નગોડ એ એક કુદરતી રીતે ઉગતી વનસ્પતી છે.તે ખુબ જાણીતી વનસ્પતી છે. તેના પાનનો નાહ લેવામાં આવે છે.તેનો ઉપયોગ માથું, હાથ, પગ, પીઠ,અને સાંધામા દુખાવો થતો હોય ત્યારે તેના પાન બાંધવાથી રાહત થાય છે.નગોડ આવા ઘણા રોગોને દુર કરે છે. નગોડનો ઉપયોગ આયુર્વેદમાં દવા બનવા માટે પણ થાય છે.
પેટમાં થતા વાયુ ને મટાડવા માટે નગોડ ઉપયોગી બને છે.નગોડની વનસ્પતી ગમે તે જગ્યાએ ઉગતી જોવા મળે છે.તો ચલો તેના આર્યુવેદથી થતા ફાયદા વિશે જાણીએ. જે વ્યક્તિને એસીડીટની સમસ્યા હોય ત્યારે તે વ્યક્તિએ નગોડના પાન ,ધી અને મરી, આ ત્રણેય વસ્તુ મિક્ષ કરી તેનું ચૂર્ણ બનાવી દરરોજ પીવાથી તેમાં રાહત મળે છે.
નગોડનો બાફ વાતરોગમાં ફાયદો આપે છે.તેના પાન માટલામાં નાખી તેને ગરમ કરો જ્યાં સુધી માટલું ગરમ થાય ત્યાં સુધી તેને ચુલા પર રાખવું માટલું લાલ થાય જાય એટલે તેને નીચે ઉતારી તે પાનનો શેક કરવાથી વાત રોગમા રાહત થાય છે. આ પ્રયોગ કરવાથી દુખવો ઓછો થશે.
કોઈ જગ્યાએ સોજો હોય ત્યારે નગોડના પાન બાંધવાથી સોજો જલ્દીથી ઉતરી જાય છે. નગોડના મૂળ શક્તિ આપે છે.
આંખ પર ખીલ થયા હોય ત્યારે નગોડના પાન મુઠી જેટલા માટલામાં નાખી તેમાં પાણી નાખવું ત્યાર બાદ તેને કોઈ કાપડથી બાંધી, ચુલા પર રાખી ઉકાળવું, પછી તેનો નાહ લેવાથી આંખમા ફાયદો થશે, અને ખીલમા પણ રાહત મળશે.ગરમી ઓછી હોય ત્યારે દશેક મિનીટ સુધી નાહ લેવો પછી અને સ્વસ્થ પાણીથી સાફ કરી લેવું આવું કરવાથી ખીલ મટે છે.
જ્યારે આખું શરીર દુખતું હોય તાવ, શરદી, ઉધરસ, શરીરમાં કળતર થતી હોય, ઊંધ આવતી ન હોય એટલે કે ડેન્ગ્યુ જેવો તાવ આવીયો હોય ત્યારે નગોડના પાનનો નાહ દિવસમાં ૨ વખત લેવો જોઈએ.આવું કરવાથી તાવ જલ્દીથી ઉતરી જશે.નગોડનું તેલ વા ના દુખવામા લગાવવાથી રાહત મળે છે.તેનું તેલ બનાવાની રીત, નગોડના પાનથી ચાર ગણું સરસવનું તેલ લેવું અને તેનાથી ચાર ગણું દહીનું પાણી મિક્સ કરવું અને ઘીમાં ગેસે તેને ઉકાળવા મૂકી દેવું પાણી બળીના જાય ત્યાં સુધી તેને ઉકાળવું તે ઉકળી જાય એટલે તમારું તેલ બનીને તૈયાર થાય છે.
ડીલેવરી પછી ગર્ભાશયમાં સોજો રહે છે.આ સોજામાં નગોડનો રસ અને ઉકાળો પીવાથી સોજો જલ્દીથી ઉતરી જશે અને તેમાં રહેલા ખરાબ રક્તને બહાર નીકાળી દે છે. જે વ્યક્તિને શરદી અને કફ થતા હોય ત્યારે નગોડના પાન અને તેમાં મરીનું ચૂર્ણ મિક્સ કરી પીવાથી તે તાવ, શરદી, કફમા રાહત થાય છે. જો કોઈ વ્યક્તિને કમર, ગરદન અને કોઈ પણ સાંધાના દુખવો થતો હોય તેવા વ્યક્તિએ નગોડ, લસણની કળી અને સુંઠ આ ત્રણેય વસ્તુ એક સરખી લઈ તેનો ઉકાળો બનાવી પીવો જોઈએ.
નગોડના પાન ગરમ હોવાથી તે માસિક લાવવામાં પણ ઉપયોગી બને છે. નાના બાળકોને કૃમી હોય ત્યારે નગોડના રસમાં મધ મિક્સ કરી બે ચમચી રસ બાળકોને પિવડાવો જોઈએ. નગોડના પાન એ બધા દુખાવામા રાહત આપે છે.જો કોઈ વ્યક્તિને કાનમાં મેલ હોય, કાનમાં બહેરાશ હોય તેવા વ્યક્તિએ ૪૦૦ ગ્રામ નગોડના પાનનો રસ ૧૦૦ ગ્રામ તલ અથવા સરસવનું તેલ, સિંધવ નિમક અને ગોળ મિક્સ કરી તેનો રસ બનાવી કાનમાં તેનો રસ નાખવામાં આવે તો કાનની બધી તકલીફ દુર થાય છે.