આંબળા એ એક ઔષધીય ફળ છે. અનેક રીતે ગુણકારી એવા આંબળા એ કોઈ ઋતુગત ફળ નહી પરંતુ દરેક ઋતુમાં સેવન કરવા માટે યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે, ઋતુગત ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. આંબળા એક એવું ફળ છે, જેનું સેવન દરેક ઋતુમાં તમને અનેક ફાયદા આપી શકે છે. આયુર્વેદમાં આંબળાને રસાયણ દ્રવ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આંબળા વિટામિન ‘સી’ મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે, જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આંબળામાં રહેલું વિટામિન ‘સી’ નષ્ટ થતું નથી. ઘણા લોકો આમળાને કાચા પણ ખાતા હોય છે. અને કેટલાક લોકો તેમાંથી બનાવેલ પાવડર પણ ખાતા હોય છે.
લોકો આંબળા નો પાવડર બજાર માંથી જ લાવતા હોય છે. જો તમે આંબળા નો પાઉડર બજાર કરતાં ઘરે બનાવીએ તો વધારે શુદ્ધ બને છે. આંબળા નો પાવડર ઘરે જ કેવી રીતે બનાવાય એ આજે અમે તમને જણાવીશું.
આંબળા નો પાવડર બનાવવાની રીત :
આંબળા પાવડર બનાવવા સૌથી પેહલા બજાર માંથી આંબળા લાવવા. પછી બજાર માંથી લાવેલા બધા આંબળા ને એક થી બે વાર ચોખ્ખા પાણીમાં સાફ કરવાના. સાફ કરેલા આંબળા ને એક વાસણમાં બહાર કાઢી લો. પછી હવે માઇક્રોવેવને ચાલુ કરો અને એક વાસણમાં પાણી અને આંબળા નાખીને સારી રીતે ઉકાળો. પછી જ્યારે પાણી ઠંડું થઇ જાય એટલે આંબળા ને નાના-નાના ટુકડા કરી લો અને તેની અંદર થી બીજને કાઢી લો.
આંબળા ના ટુકડા ને બે દિવસ તડકામાં સૂકવી લો. આંબળા ના ટુકડા ને તડકા ના સુકવવા હોય તો માઇક્રોવેવમાં સૂકવવા માટે મૂકી શકાય છે. બે દિવસ પછી જ્યારે આમળા સુકાય જાય ત્યારે આમળાને મિક્સરમાં નાખીને પીસીને પાવડર બનાવી લો.
આંબળા ના પાઉડરનો બગડતો નથી તેથી તેનો ઘણા દિવસો સુધી ઉપયોગ કરી શકો છો. આમળા નો પાઉડર સ્ટોર કરવા માટે તમારે કાચની બરણી અથવા એર ટાઇટ કન્ટેનર લેવું. તેમાં આંબળા નો પાવડર સ્ટોર કરવો. જ્યારે પણ આ પાવડરનો ઉપયોગ કરો પછી હંમેશા ઢાંકણને ચુસ્તપણે બંધ કરવું જરૂરી છે.