ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન છે. અલગ અલગ જાત ના ભજીયા બને છે. પણ સુરત ના કુંભણિયા ભજીયા ખુબજ પ્રખ્યાત છે. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુંભણિયા ભજીયા પડ્યું. કુંભણીયા ભજીયા એક પ્રખ્યાત કાઠિયાવાડી ક્રિસ્પી ભજીયા છે. જેને લીલા લસણ, મરચાં, ધાણાજીરું અને ચણાના લોટથી બનાવવામાં આવે છે.
કુંભણીયા ભજીયા બનાવવા માટે ની જરૂરી સામગ્રી:
સૌથી પેહલા 100 ગ્રામ સમારેલ લીલું લસણ, 100 ગ્રામ સમારેલા લીલા મરચા, 2 કપ સમારેલ કોથમીર, 2 ચમચી છીણેલું આદુ, 1 લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 કપ ચણાનો લોટ (બેસન), પાણી જરૂર મુજબ, તેલ
કુંભણીયા ભજીયા બનાવવાની રીત:
કુંભણીયા ભજીયા બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલમાં ઝીણું સમારેલું લીલું લસણ, પછી લીલું મરચું, ધાણાજીરું, છીણેલું આદુ, મીઠું અને લીંબુનો રસ લો. આ બધી વસ્તુ ને હાથની મદદથી સરખી રીતે ભેળવી દો. હવે આ મિશ્રણ ને 5 મિનિટ ઢાંકીને રહેવા દો. જેથી મિશ્રણ થોડું પાણી છોડે.
5 મિનિટ પછી તે મિશ્રણ માં ધીમે ધીમે ચણાનો લોટ ઉમેરો અને બધું મિક્સ કરો. ચણા ના લોટને મિશ્રણમાં યોગ્ય રીતે હલાવવો જેથી ભજીયા પોચા બને. પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરો અને મધ્યમ જાડું બેટર બનાવી ત્યાર કરો.
બેટર બની જાય પછી એક પેનમાં તેલ ગરમ કરો. હાથની આંગળીને ભીની કરી, એક સરખું બેટર લઇ અને ગરમ તેલમાં ભજીયા ઉમેરો. ત્યાર બાદ ગેસને મધ્યમ કરી અને ભજીયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. 5 મિનિટમાં ભજીયા સારી રીતે તળાઈ જશે. અને કુંભણીયા ભજીયા ત્યાર થઈ જશે.
કુંભાણિયા ભજીયા ની ખાટી મીઠી ચટણી બનાવવા માટે ની સામગ્રી:
સૌથી પેહલા ¼ કપ આમલી, ¼ કપ ખજૂર, ¼ કપ ગોળ, 1.5 કપ ગરમ પાણી, ½ ચમચી જીરું પાવડર, ½ ચમચી લીલી વરિયાળીનો પાવડર, ½ ચમચી ધાણા પાવડર, ½ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, ¼ ચમચી સૂંઠ, સ્વાદ પ્રમાણે મીઠું.
ખાટી મીઠી ચટણી બનાવવાની રીત:
સૌથી પેહલા એક બાઉલમાં ખજૂર અને આમલીનો પલ્પ, અને ગોળ પછી તેમાં ગરમ પાણી ઉમેરો. હવે તેને સારી રીતે મિલાવી દો અને મિશ્રણને 30 મિનિટ માટે રહેવા દો. 30 મિનિટ પછી પલાળેલી ખજૂર અને આમલી ને હાથની મદદથી મેશ કરી અને ગરણીની મદદથી ગાળી લો.
પછી તેમાં મસાલા માટે જીરું પાવડર, વરિયાળી પાવડર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સૂંઠ પાવડર અને મીઠું ઉમેરો.હવે તે બધુ સારી રીતે ભેળવી દો. ખાટી મીઠી કુંભણીયા ભજીયાની ચટણી ત્યાર છે.