1. શારીરિક ક્ષમતાનો અભાવ: શરીરનું વજન વધુ હોય, તે વજન પોતાએ જાતે જ ઉઠાવવું પડે છે અને તેનો બધો જ ભાર બંને પગ પર આવે છે. આથી જરા જેટલું કામ કરવાથી પણ સ્થૂળ વ્યક્તિઓને થાક લાગે છે. આથી તેઓ આળસુ બની જાય છે. થોડા કામ માટે પણ તેમણે શક્તિનો વ્યય વધુ કરવો પડે છે. સ્થૂળ વ્યક્તિઓમાં સ્નાયુઓની કાર્યતત્પરતા ઓછી હોય છે. એથી જ તેવી વ્યક્તિઓના સ્નાયુઓ અને જ્ઞાનતંતુ વચ્ચે સંવાદિતા અપૂરતી હોય છે. તેથી તેની પ્રતિક્રિયા પણ ધીમી હોય છે. સ્થૂળ વ્યક્તિ અકસ્માત અને ઈજાનો સહેલાઈથી ભોગ બને છે. નાનાં બાળકો સ્થૂળ હોય તો તે ચાલતાં ચાલતાં વારંવાર પડી જાય છે.
2. શ્વાસ લેવામાં તફલિક: મેદવૃદ્ધિને કારણે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા મુશ્કેલ બને છે. શરીરમાં જામેલી ચરબીના કારણે શ્વસનમાર્ગમાં અવરોધ પેદા થાય છે. વચ્ચે વચ્ચે શ્વાસ અટકી જાય છે. શ્વાસોચ્છવાસની ક્રિયામાં એટલી એનર્જી વપરાય છે કે વ્યક્તિ થાક અનુભવે છે. સ્થૂળ વ્યક્તિના બેઠાડું જીવનને કા૨ણે ફેફસાંની રિઝર્વ કૅપેસિટીમાં ઘટાડો થાય છે અને શ્વાસ ટૂંકા લેવા પડે છે. આથી ઑકિસજનનો યોગ્ય પ્રમાણમાં સંચય કરી શકાતો નથી અને કાર્બન ડાયોક્સાઇડનો પૂરેપૂરો નિકાલ થતો નથી. આથી તેનો ભરાવો થાય છે.
3. પ્રજનનતંત્રમાં ખામી: સ્થૂળ સ્ત્રીઓમાં પ્રદર, માસિક સંબંધી તકલીફો, વંધ્યત્વ, પેડુનો ફેલાવો વગેરે અનેક તકલીફો થાય છે. સગર્ભાવસ્થામાં પણ જોખમ ઘણું વધી જાય છે. સ્થૂળતાને કારણે ટૉક્સિમિઆ, પ્રસૂતિમાં મુશ્કેલી, રક્તસ્રાવ વગેરે અનેક તકલીફો ઊભી થાય છે.
4. પિત્તાશયની પથરી: સ્થૂળ વ્યક્તિઓના લોહીમાં કોલેસ્ટોરોલનું પ્રમાણ વધુ હોય છે. આ કોલેસ્ટોરોલ પિત્તાશયમાં પથરીનું નિર્માણ કરવામાં કારણભૂત બને છે. ઉપરાંત યકૃત અને પિત્તાશયના અનેક રોગનો ભોગ બને છે.
5. હ્રદયરોગ: સ્થૂળ વ્યક્તિઓમાં કોલેસ્ટોરોલનું પ્રમાણ વધુ હોવાથી સમય જતાં તે કોલેસ્ટોરોલ રકતવાહિનીઓમાં જમા થવાથી રક્તવાહિનીઓ સાંકડી અને સખત બની જાય છે. આથી સ્થૂળ વ્યક્તિમાં હૃદયરોગ થવાની સંભાવના વધી જાય છે.
6. હાઈ બ્લડ પ્રેશર: સ્થૂળ વ્યક્તિઓમાં બ્લડ પ્રેશર વધવાની શરૂઆત નાની ઉંમર કે યુવાવસ્થાથી જ થઈ જાય છે. સામાન્ય માનવી કરતાં સ્થૂળ વ્યક્તિઓમાં હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવના અઢીગણી વધી જાય છે.
7. સાંઘાઓમાં તકલીફ: સ્થૂળ વ્યક્તિઓના શ૨ી૨નો બોજ બંને પગ પર આવે છે. આથી પગના પંજાઓમાં દુઃખાવો થાય છે. પગના પંજા પણ સપાટ થઈ જવાથી તેમાં પીડા થાય છે. સાંધાઓ પર ભારે શરીરનો ભાર વધવાથી આ સાંધાઓમાં ઘસારો પહોંચે છે. તેથી સાંધામાં દુખાવો કે કે ઑસ્ટીઓઆર્થરાઇટીસ જેવી બીમારી થાય છે. ચરબીવાળા લોકોના શરીરમાં ‘યુરિક ઍસિડ’ વધવાથી ‘ગાઉટ’ નામની સાંધાની બીમારી થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત સ્થૂળ વ્યક્તિઓ થ્રોમ્બોફલેબાઇટિસ, વેરીકોઝવેઈન્સ, ફૅકચર તથા હાથ-પગની ગંભીર ઈજાઓના ભોગ વધુ બને છે.
8. ડાયાબિટીસ: સ્થૂળતાને કારણે અંતઃસ્રાવી ગ્રંથિઓનું કાર્ય અવ્યવસ્થિત થઈ જાય છે. મેદ અને ડાયાબિટીસનો સંબંધ ખૂબ જાણીતો છે. ચરબીને કારણે શરીરની કોષપેશીઓ ઇન્સ્યુલિન માટેની સંવેદનશીલતા ગુમાવે છે. આથી ગ્લુકોઝનાં પાચન માટે વધુ ઇન્સ્યુલિનની જરૂર પડે અથવા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. સ્થૂળ શરીરવાળાને સામાન્ય માનવી કરતાં ડાયાબિટીસ થવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે.
9. કેન્સર: શરીરનું વજન જેટલું વધારે તેટલી જ કૅન્સર થવાની સંભાવના વધુ. સ્થૂળ સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશય, બીજગ્રંથિ તથા પિત્તવહ નાડીનું કૅન્સર તથા પુરુષોમાં આંતરડાં, ગુદા, પ્રોસ્ટેટનું કૅન્સર થવાની શક્યતા વધી જાય (૧૦)
10. સામાજિક મુસીબતો અને લઘુતાગ્રંથિ: સ્થૂળ વ્યક્તિ પોતાના મિત્રવર્તુળમાં તથા સમાજમાં વારંવાર મજાકનો ભોગ બને છે. સમાજમાં તેની નિંદા થાય છે. યોગ્ય જીવનસાથી મેળવવામાં, તેની સ્વ-ઉપયોગી ચીજો જેમ કે કપડાં, પગરખાં વગેરે મેળવવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. તેઓમાં દોડીને કામ કરવાની ક્ષમતાનો અભાવ હોય છે. આત્મવિશ્વાસનો અભાવ વગેરે કારણોથી તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે.