કમળની સાથે સાથે કમળના છોડના મૂળ સહિત અન્ય તત્વ પણ લોકોને ખૂબ પસંદ છે. કમળના મૂળને કમળ કાકડી કહેવામાં આવે છે. કમળ કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કમળ કાકડીમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, પ્રોટીન અને ફાઈબર જેવા અનેક પોષકતત્વ રહેલા છે.
કમળ કાકડી એટલે આપણે જે રેગ્યુલર કાકડી ખાઈએ છીએ તેવી કાકડી નહીં પણ જે કમળનું ફુલ હોય છે તેના મૂળને કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ખાવામાં પણ કવરામાં આવે છે અને તેના અગણિત સ્વાસ્થ્ય લાભો પણ છે. તે ખુબ ટેસ્ટી હોવાથી ઘણા લોકોને તે ભાવતી હોય છે પણ તેની સાથે સાથે તે આપણા શરીરને પણ ઘણા લાભો પહોંચાડે છે.
કમળ કાકડીમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. કમળ કાકડીનું સેવન કરવાથી શરીર પર આવેલો સોજો દૂર થાય છે. કમળ કાકડીના મિથેનોલ અર્કને એન્ટી-ઈન્ફ્લેમેટરી એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને સોજો ઓછો કરવામાં સહાય કરે છે.
કમળ કાકડીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાના કારણે પાચન પ્રક્રિયા સુધારવામાં મદદ કરે છે. કમળ કાકડી કબજિયાત, અપચો અને પેટ ભારે થઈ જવા જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. કમળ કાકડી બ્લડ સુગર અને કૉલસ્ટ્રોલ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. કમળ કાકડીમાં રહેલ ડાઈટરી ફાઈબરના કારણે કૉલસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. કમળ કાકડીમાં ઈથેનોલ અર્ક હોવાથી બ્લડ સુગર પણ નિયંત્રિત રહે છે.
કમળ કાકડી તણાવ ઓછો કરવામાં સહાય કરે છે. તેમાં ભરપૂર માત્રામાં પાયરોડૉક્સીન રહેલ છે જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. કમળ કાકડી શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર કરવામાં સહાય કરે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ રહેલા છે જે લિવર અને કિડની પર ઓક્સીડેટિવ સ્ટ્રેસની અસરને દૂર કરવાનું કામ કરે છે અને શરીરને ડેટોક્સ કરવાનું કાર્ય કરે છે.
કમળ કાકડી એનીમિયાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. કમળ કાકડીનું સેવન કરવાથી રેડ બ્લડ સેલ્સમાં વૃદ્ધિ કરે છે, જેનાથી હીમોગ્લોબીનની કમી દૂર થાય છે. કમળ કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં રેશા એટલે કે ફાયબર હોય છે જે શરીરની પાચન શક્તિને ગતિમાન બનાવે છે આ ઉપરાંત તે શરીરમાંની શર્કરા તેમજ કોલેસ્ટ્રોલના લેવલને પણ નીચુ લાવે છે અને આ રીતે તે શરીરનું વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે.
શરીરના આંતરિક અંગોમાં ઓક્સિજનનું પ્રમાણ વધારીને તે તમારા લોહીનો સંચાર ગતિમાન બનાવે છે. અને આમ થવાથી તમારું શરીર સ્ફુર્તિલુ રહે છે અને ઉર્જામય રહે છે. કમળના મૂળિયા કે જેને કમળ કાકડી કહેવામાં આવે છે તેમાં એક દ્રવ્ય રહેલું હોય છે જેને કંડેનસ ટેનિંગ કહેવાય છે જે આપણા લિવર માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
પથરીની એકધારી સમસ્યા સતાવ્યા કરે છે જો તમે પણ તેમાના હોવ અથવા તમારી આસપાસ કોઈ વ્યક્તિ પથરીથી પિડાતી હોય તો તેની આ સમસ્યા કમળ કાકડીના સેવનથી દૂર થઈ શકે છે.
કમળ કાકડીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, થાઈમીન, ઝિંક, આયર્ન વિગેરે ખનીજતત્ત્વો હોય છે જે સામાન્ય રીતે અન્ય શાકભાજીઓમાં એક સાથે નથી મળી શકતાં તો તમારે આ બધા જ ખનીજ તત્ત્વોને મેળવવા માટે અઠવાડિયામાં કમસે કમ એક-બે વાર કમળકાકડીનું શાક કે પછી તેમાંથી બનેલી વાનગી ખાવી જોઈએ.
કમળ કાકડીમાં ઇથેનોલનો અર્ક હોય છે જે આજે ઘણા બધા લોકો કમરના દુખાવા, સાંધાના દુખાવા વિગેરેથી પરેશાન રહ્યા કરે છે તો તેને દૂર કરવા માટે પણ તમારે તમારા ખોરાકમાં કમળ કાકડીનો સમાવેશ કરવો જોઈએ.
કમળ કાકડીમાં વિટામિન, થાઈમિન, ઝીંક, વિટામિન સી, વિટામિન બી 6, મિનરલ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયર્ન જેવા ઘણા પોષક તત્વ રહેલા હોય છે. જે ઘણી મોટી બીમારીઓને દૂર કરી શકે છે. કમળ કાકડીને અંગ્રેજીમાં ‘લોટસ સ્ટેમ’ કહેવાય છે. કમળ કાકડીનો પોતાનો જ સ્વાદ હોય છે. લગભગ ઘણા ઘરોમાં આનું અથાણું, ચિપ્સ, ભજીયા અને શાક બનાવવામાં આવે છે, જે દરેકને ખુબ પસંદ હોય છે.
કમળ કાકડીનો રસ ચામડીના રોગ માટે ઘણો ફાયદાકારક છે. એનો લેપ બનાવીને મોં, હાથ અને પગ પર લગાવવાથી તે ફાટતા નથી અને એમના સોંદર્યમાં વધારો થાય છે. કમળ કાકડી આપણા શરીર માંથી ટોકસીનને દુર કરે છે, અને નિયમિત કમળ કાકડીનું સેવન કરવાથી શરીરમાં પથરીની સમસ્યા પણ ઓછી થાય છે.
કમળ કાકડીના સેવનથી બેભાન જેવી સમસ્યા થશે દુર આ ફાયદો થોડો અલગ છે. કમળ કાકડી નું સેવન કરવું કે કમળ કાકડી અને ડુંગળીનો રસ મિક્ષ કરીને પીવાથી દારૂનો નશો ઉતરી જાય છે. બેભાની અવસ્થામાં કાકડી કાપીને સુંઘાડવાથી ભાન આવે છે.
શરીરમાં કમળ કાકડી પાણીની માત્રા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. સાથે જ કમળ કાકડીનું સેવન કરવાથી શરીરમાં નકામા પદાર્થો પણ બહાર નીકળી જાય છે. કમળ કાકડીના બીજને પીસીને તેને ઠંડાઈમાં નાખીને પીવાથી ઉનાળાની ઋતુમાં ગરમી જેવા અન્ય વિકારોથી છુટકારો પ્રાપ્ત થશે.