બજાર જેવી જ પોચી અને ક્રન્ચી ખારીશીંગ હવે સાવ અડધા ભાવમાં ઘરે બનાવવાની સૌથી સરળ રીતે આજે અમે તમને જણાવીશું. ખારીશીંગ બનાવવા માટે
અડધો કીલો શીંગદાણા(વીણીને સાફ કરેલાં, ફોતરા નહીં કાઢવાના),એક કીલો મીઠું, અડધા લીટર જેટલું પાણી.
ખારીશીંગ બનાવવાની રીત:
સૌ પ્રથમ એક વાસણમાં અડધો લીટર પાણીમાં બે ચમચા મીઠું નાખીને ગરમ કરવા મૂકો. ઉકળે એટલે ગેસ બંધ કરી ને શીંગદાણા પાણીમાં એડ કરી ઢાંકીને અડધો કલાક મુકી રાખો. પછી ચાળણી માં નિતારવા પંખા નીચે મુકી રાખો.
હવે એક કઢાઈમાં (જાડું વાસણ, લોખંડનું કે પીત્તળનું, નોન-સ્ટીક નહીં ) એક કીલો જેટલું મીઠું (ઓછું વધારે ચાલે) ગરમ કરવાં મુકી,થોડી વારે હલાવવું. સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં સુકવેલાં શીંગદાણા એડ કરી, ધીમાં તાપે શેકો. સતત હલાવતાં રહેવું. સરસ ગુલાબી રંગ આવે એટલે ગેસ બંધ કરી થોડી વાર એમાં જ હલાવતાં રહેવું. પછી ચાળણી થી ચાળી ઠંડા થાય એટલે એર-ટાઇટ બરણીમાં ભરી લેવાં.
બજારમાં મળતી ખારી શીંગ રેતીમાં શેકેલી હોય છે, જેનાથી ભવિષ્યમાં કેન્સર પણ થઈ શકે છે. આ મીઠું પાછું વાપરી શકાય છે.