ધ કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થયા બાદ ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમની અગ્નિપરીક્ષા શેર કરી રહ્યા છે.આ વાર્તાઓ લોકોને ચોંકાવનારી છે. આવી જ એક વાર્તા કાશ્મીરમાં જન્મેલા રાજીવ પંડિતની છે. તેણે 1990માં થયેલી દર્દનાક ઘટનાને ટ્વિટર પર લોકો સાથે શેર કરી છે.
રાજીવે ટ્વીટમાં જણાવ્યું છે કે કેવી રીતે બાળપણમાં પોતાના પરિવારના સભ્યો સાથે રમતા બિટ્ટા કરાટે એક બેનમૂન આતંકવાદી બની ગયા. તેણે કહ્યું છે કે કેવી રીતે બિટ્ટાએ ઓળખમાં થોડી ભૂલ કરી અને તેના મામાને બદલે અન્ય કોઈને ગોળી મારી દીધી. તેણે કહ્યું કે આ એ જ મામા હતા જેમણે બિટ્ટાને બાળપણમાં શાળાએ જવા માટે પૈસા પણ આપ્યા હતા.
રાજીવ કાશ્મીરી ઓવરસીઝ એસોસિએશનના ડિરેક્ટર છે. તેણે ટ્વીટ કર્યું, ફારુક અહેમદ ડાર મનોરોગી આતંકવાદી બનતા પહેલા એક સામાન્ય બાળક હતો. લોકો તેને બિટ્ટા કહીને બોલાવતા હતા. તે મારા પરિવાર સાથે શ્રીનગરમાં ક્રિકેટ રમતો હતો. મારા મામાએ તેને શાળાએ જવા માટે પૈસા પણ આપ્યા હતા.
જ્યારે બિટ્ટા પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) થી આતંકવાદી તાલીમ લઈને પાછો ફર્યો, ત્યારે તેને મારા કાકાને મારી નાખવાનો આદેશ મળ્યો. બિટ્ટાના અન્ય સાથી JKLF આતંકવાદી મારા મામાને કામ માટે ઘરેથી નીકળતા જોયા, તેઓ હબ્બા કદલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. મારા મામાને પાછળથી ગોળી મારી દેવાનો પ્લાન હતો.
લેધર જેકેટથી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો બિટ્ટા:
ખબરીએ મારા મામાને 16 ફેબ્રુઆરી 1990ના રોજ 9:30 વાગ્યે ઘરની બહાર નીકળતા જોયા. તેણે લેધર જેકેટ પહેર્યું હતું. બિટ્ટાને જાણ કરવામાં આવી અને તેની પિસ્તોલ તૈયાર હતી. અચાનક મારા મામા ને યાદ આવ્યું કે તેમના મોટા ભાઈનો જન્મદિવસ હતો તેથી તેઓ પૂજામાં ભાગ લેવા ઘરે પાછા ગયા. ખબરી એ જોઈ ન શકી કે મારા મામા પાછા ગયા છે. મારા મામાના ઘરથી થોડે દૂર, 26 વર્ષનો કાશ્મીરી હિંદુ અનિલ ભાન તેની નોકરી માટે જઈ રહ્યો હતો. થોડા દિવસોમાં તેના લગ્ન થવાના હતા. બિટ્ટા કરાટેએ ચામડાના જેકેટમાં એક કાશ્મીરી હિન્દુને જોયો. તેણે વિચાર્યું કે તે મારા મામા છે. તેણે પાછળથી ફાયરિંગ કર્યું. તમે તે માતાને ક્યારેય ભૂલી શકશો નહીં જેણે તેના પુત્રને લોહીના તળાવમાં જોઈને ચીસો પાડી હતી.
This is how my mama ji (uncle) escaped a bullet from Bitta Karate and is still alive today. I have not told this story before. #TheKashmirFiles #KashmirFiles 1/n
— Rajiv Pandit (@rajiv_pandit) March 21, 2022
અત્યાર સુધી ચૂપ રહેવાનું જણાવ્યું કારણ:
આતંકવાદીઓ સ્વીકાર્યું કે તેઓએ ખોટા વ્યક્તિને મારી નાખ્યા છે. અનિલના બલિદાનને કારણે મારા મામા હજી જીવિત છે. પરંતુ અનિલની માતા કે મારા મામાએ આ પીડા સહન કરવી ન પડેત. મેં હાજી સુધી આ વાત કોઈ ને કેમ ન કરી?કારણ કે 30 વર્ષ સુધી અમેરિકા, કોંગ્રેસ અને મીડિયાવાળા કાશ્મીરી હિંદુઓ વિશે બોલ્યા પછી મને નથી લાગતું કે મારી વાત કોઈને સાચી લાગશે. વિવેક અગ્નિહોત્રીનો આભાર.