ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને એપ્રિલ મહિનામાં જ ભયંકર ગરમી અનુભાવય છે. ગરમીને કારણે, વધારે પડતો પરસેવો અને શરીરમાં પાણીની અછત નુકશાનકારક છે. બળતરા, ખંજવાળ અને ફોલ્લીઓની મોસમ આવી છે, અને આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિમાં, ખંજવાળ અને ગરમી એ સામાન્ય છે, અને કેટલીકવાર દરેક વ્યક્તિઓ ને આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ લેખ દ્વારા અમે તમને પરસેવોના કારણે ખંજવાળ અને ઉઝરડાના ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે આ પરિસ્થિતિમાં ફાયદાકારક સાબિત થશે.
પરસેવાથી ખંજવાળ અને ઉઝરડાની સારવાર
બરફ ના ટુકડા
પરસેવાથી ખંજવાળ અને ઉઝરડા થીછુટકારો મેળવવા માટે દિવસમાં બે વખત સ્નાન કરો. જો તમને આ ગમતું નથી, તો હાથમોઢું લૂછવાનો નાનો ટુવાલ માં બરફ ના ટુકડા મૂકી તેને ઉઝરડા પર ઘસો જેથી તમને તાત્કાલિક રાહત મળશે.
એલોવેરા નો ઉપયોગ
એલોવેરા માં ઠંડક ના ગુણ હોય છે.અને ત્વચા પર થતી બળતરા અને રતાશ માં રાહત આપે છે. એલોવેરામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે જે ફોલ્લીઓ, ખંજવાળ અને ઉઝરડાને દૂર કરવામાં મદદ કરે છે.
મુલતાની માટી લગાવવા ના ફાયદા
મૂળતા ની માટી કુદરતી રીતે ઠંડી હોય છે. તે ત્વચા ના બંધ થયેલા છિદ્રો ને ખોલવા માં અને ઉઝરડાથી રાહત મેળવવા માં ઉપયોગી છે. ગુલાબજળમાં મૂળતા ની માટી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને 15 મિનિટ માટે રહવા દો અને પછી પાણી વડે ધોઈ લો.
ચંદન પાઉડર લગાવવા ના ફાયદા
ચંદન અથવા ચંદન પાવડરનો ઉપયોગ તમારા શરીરને શીતળતા પહોંચાડે છે.આ પરસેવા થી થતી ખંજવાળ અને ઉઝરડા ની સમસ્યા નો રામબાણ ઈલાજ છે. પેસ્ટ બનાવવા માટે ચંદન પાવડર ઠંડા દૂધ માં ઉમેરો અને શરીર ના જે ભાગ માં ખૂજલી અને ફોલ્લીઓ છે ત્યાં લગાવવું. થોડા સમય માં પેસ્ટ સુકાય જે પછી તેને ઠંડા પાણી થી ધોઈ લો.
સુતરાઉ કપડાં ના ફાયદા
ઉનાળાની મોસમ દરમિયાન પરસેવો સામાન્ય છે. સુતરાઉ કપડાં પહેરવા થી શરીર ને પૂરતી રાહત મળે છે અને શરીર ને પૂરતી ઠંડક મળવા થી પરસેવા ની સમસ્યા થી છુટકારો મેળવી શકાય છે.