આજે અમે એક એવી વસ્તુ વિષે જાણવા જઈ રહ્યા છીએ જે માથાથી લઈને પગ સુધીના દરેક રોગ નો છુટકારો કરે છે. દવા કરતા વધુ અસરકારક પરિણામ મેળવવા આજે જ અપનાવો. ભારતીય રસોડામાં ઘણા મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે માત્ર ખોરાકનો સ્વાદ જ વધારતા નથી, પરંતુ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. તેનું નામ છે કરી પાન જેને મોટાભાગ ના લોકો મીઠા લીંબડા તરીકે ઓળખે છે. સંસ્કૃતમાં કૃષ્ણ નિમ્બા તરીકે ઓળખવામાં આવે છે.
મીઠા લીંબડાના પાંદડાની અંદર આયર્ન અને ફોલિક એસિડ ખુબ જ વધારે હોય છે. જો તમને એનીમિયાની બીમારી હોય તો તેને દૂર કરવા માટે રોજ મીઠા લીંબડાના પાંદડા ખાઓ. કારણ કે ફોલિક એસિડ અને આયર્ન બંને મીઠા લીંબડાના પાંદડાની અંદર લોહીને શોષી લેતા તત્વોમાં ખૂબ સારા છે. આ કારણે તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમીને દૂર કરી શકો છો.
મીઠા લીંબડાના પાંદડાની અંદર એવા તત્વો પણ હોય છે, જે તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. જેના કારણે બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે.
જે લોકોનું પેટ હંમેશા ખરાબ રહેતું હોય અને બરાબર પાચન થતું ના હોય તેમને વિપુલ પ્રમાણમાં મીઠા લીંબડાના પાંદડાનું સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે મીઠા લીંબડાના પાંદડાની અંદર એવા ગુણ રહેલા હોય છે, જે કોઈપણ ખાદ્ય પદાર્થને નરમ કરી તેને સુપાચ્ય બનાવે છે. આ કારણે જ્યારે તેને ડાયટમાં સામેલ કરવામાં આવે ત્યારે તે પાચનતંત્ર ને સુધારે છે અને સ્વસ્થ રાખે છે.
વાળના સ્વાસ્થ્ય માટે, મીઠા લીંબડાના પાંદડાની પેસ્ટ બનાવી શકો છો અને તેનો ઉપયોગ હેર પેક તરીકે કરી શકો છો.
તેનો ઉપયોગ નાળિયેર તેલ સાથે કરી પાંદડાને ગરમ કરીને પણ કરી શકાય છે. મીઠા લીંબડાના પાંદડાને પાણીમાં ઉકાળીને વાળ ધોવાથી તે કુદરતી કંડીશ્નર જેવું કામ કરે છે.
મીઠા લીંબડાના પાંદડાનો ઉપયોગ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં થાય છે. એવું કહેવામાં આવે છે કે મીઠા લીંબડાના પાંદડામાં હાઇપોગ્લાયસેમિક એટલે કે ખાંડનું સ્તર ઘટાડવાના ગુણધર્મો હોય છે. આ ગુણધર્મ શરીરમાં ખાંડની માત્રા ઘટાડે છે.
આંખો માટે મીઠા લીંબડાના પાંદડા ખુબ જ ઉપયોગી છે. પાંદડા આંખોનું રક્ષણ કરવાની સાથે સાથે દૃષ્ટિમાં પણ સુધારો કરી શકે છે. આ પાછળનું કારણ પાંદડામાં હાજર વિટામિન એ માનવામાં આવે છે. ઉપરાંત, મીઠા લીંબડાના પાંદડાનું તેલ આંખો માટે ખુબ ફાયદાકારક છે.