ઉંમરની સાથે માણસના હાડકા પણ નબળા પડી જાય છે. તેમની પાસે એટલી તાકાત નથી કે લોકો બધું જ સરળતાથી કરી શકે.કેટલાક કિસ્સાઓમાં, હાડકાં અત્યંત નબળા પડી જાય છે અને આ સ્થિતિને ‘ઓસ્ટિયોપોરોસિસ’ કહેવામાં આવે છે.જેના કારણે હાડકામાં ફ્રેક્ચર પણ થઈ શકે છે અને ક્યારેક હાડકા એટલા નબળા થઈ જાય છે કે પડી જવાને કારણે તૂટવાનો ભય રહે છે.આ મોટે ભાગે હિપ્સ, કાંડા અને કરોડરજ્જુમાં જોવા મળે છે.
પોષક તત્વોની ઉણપથી પણ હાડકામાં નબળાઈ આવી શકે છે. મોટાભાગે આ સમસ્યા શિયાળામાં વધુ જોવા મળે છે. તેથી જો શિયાળામાં ખાવા-પીવામાં ધ્યાન આપવામાં આવે સાંધા અને હાડકાના દુખાવા વગર દવાએ મટાડી શકાય છે. આ માટે માત્ર શિયાળામાં અમુક વસ્તુંનું સેવન વધારી દેવાથી શરુરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન મળી રહે છે.
રોજિંદા આહારમાં તલનો સમાવેશ અવશ્ય કરો. તાલ કાળા અને સફેદ બે પ્રકારના હોય છે બન્ને તલનો સમાવેશ થઇ શકે છે પરંતુ કાળા તલ સાંધાના દુખાવામાં વધારે ફાયદાકારક અને ઝડપી અસરકારક છે. દિવસમાં ગમે ત્યારે એક ચમચી જેટલા કાળા તલ ખુબ ચાવીને બે થી ત્રણ વખત ખાવાથી ઘણો ફાયદો થાય છે. તલના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે.
સવારના કુના તડકામાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવું. જ્યારે ત્વચા સૂર્યના કિરણોના સંપર્કમાં આવે છે ત્યારે શરીર વિટામિન ડી બનાવે છે, પરંતુ શિયાળામાં લોકો સૂર્યની આછા આછાતાને કારણે અને ઠંડીથી બચવા માટે ઊની કપડાં પહેરવાનું પસંદ કરે છે. જેના કારણે તેમનું શરીર વિટામિન ડી યોગ્ય રીતે બનાવી શકતું નથી.થોડા સમય માટે પણ તડકામાં બેસવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે.યાદ રાખો, સૂર્યના કિરણોમાંથી મળતું વિટામિન ડી કુદરતી છે, જેના માટે આનાથી સારો કોઈ વિકલ્પ નથી.
આ ઉપરાંત શિયાળામાં મળતા તાજા કાચા ૬ ગાજર અને 50 ગ્રામ પાલકનો રસ પીવામાં આવે તો તે શરીરમાં 400 મિલિગ્રામ કેલ્શિયમની ઉણપને પુરી કરી શકે છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે અને તેમાં રહેલા પોષક તત્વો ત્વચાને સુધારી શકે છે અને ત્વચામાં ચમક લાવે છે.
કઠોળને ફણગાવીને અવશ્ય ખાવા. ફણગાવેલા કઠોળ દવા કરતા પણ વધુ અસર કરે છે તેથી દરરોજ અલગ-અલગ કઠોળ ફણગાવીને ખાવાથી શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા થશે જ નહિ. આ ઉપરાંત ૨ થી ૩ પેશી ખજૂર ખાવાથી પણ ઘણા અંશે દુખાવામાં રાહત મળે છે.