શિયાળાની ઋતુમાં કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. ઉનાળા કરતાં શિયાળામાં કબજિયાત કેમ વધુ જોવા મળે છે? આ આપણી રોજિંદી આદતોમાં બદલાવને કારણે થાય છે. શિયાળામાં ઠંડા વાતાવરણને કારણે પાણી પીવાનું પ્રમાણ ઘટે છે સાથે કસરતનો અભાવ, વધુ પડતી ચા-કોફી પીવી અને પૂરતા પ્રમાણમાં ફાઈબરયુક્ત ખોરાક ન ખાવાથી કબજિયાત થાય છે.
કબજિયાત થવાના ઘણા અન્ય કારણો પણ છે જેમકે મનથી ન ખાવું, સૂકું, ઠંડુ, મસાલેદાર, તળેલું અને ફાસ્ટ ફૂડ વધુ પડતું ખાવું, પૂરતું પાણી ન પીવું, આહારમાં ફાઇબરનો અભાવ, ખરાબ ઊંઘનું ચક્ર, મોડા રાત્રિનું ભોજન, ખરાબ જીવનશૈલી.
આજે અમે આ કબજિયાતથી છુટકારો મેળવવાનો બેસ્ટ અને ઘરેલુ ઈલાજ લઇ ને આવ્યા છીએ. લીલાં પાંદડામાં મળતાં હરિતદ્રવ્યને અંગ્રેજીમાં ક્લોરોફીલ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્લોરોફીલ એ એક સારામાં સારી કબજિયાતની દવા છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં મુખ્યત્વે પાલક સમાવેશ થાય છે જેનો સ્વાદ દરેકે ચાખ્યો જ હોય છે. ભારતમાં પાલકનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. તેને હિન્દીમાં પલક, અંગ્રેજીમાં સ્પિનચ તરીકે ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત, બીટ અને આંબળાનું જ્યુસ સ્વર સાંજ પીવાથી પણ કબજિયાતમાં છૂટકરો મળે છે. જે લોકોને કાયમ અથવા શિયાળામાં કબજિયાત રહેતું હોય તેમને સવારે અને સાંજે એક-એક ગ્લાસ પાલકનો રસ નિયમિત પીવો જોઈએ જેનાથી ગમે તેવી જૂની કબજિયાતથી છુટકારો મળી જશે. આયુર્વેદમાં કબજિયાત એટલે કે અગ્નિમાં થોડી ગરબડ થાય છે. પેટ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે કબજિયાત દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ ઉપરાંત મેથી, બથુઆ, કોબી જેવા શાકભાજી વધુ ખાઓ, તેમાં હાજર ફાઈબર તમને કબજિયાત સંબંધિત દરેક સમસ્યાથી બચાવશે. હાડકાંને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ એ સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે હાડકાના નિર્માણ અને તેમના વિકાસમાં મદદ કરે છે અને તેમને મજબૂત બનાવે છે.પાલકમાં કેલ્શિયમ અને વિટામીન K મળી આવે છે, તેથી હાડકાની તંદુરસ્તી જાળવવા માટે રોજિંદા આહારમાં પાલકનો સમાવેશ અવશ્ય કરો.
કબજિયાત અને પાઈલ્સ જેવી ગંભીર સમસ્યાઓથી બચવા માટે પુષ્કળ પાણી પીવું. દરરોજ સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે આ મહત્વપૂર્ણ છે. સવારે ઉઠ્યા પછી લીંબુનો રસ ભેળવીને પાણી પીવો. આનાથી પેટ બરાબર સાફ થશે અને કબજિયાતની સમસ્યા પણ નહીં રહે.
દરરોજ રાત્રે હળવા હૂંફાળા પાણી સાથે ત્રિફળા પીવો. તેનાથી કબજિયાત દૂર થશે, સાથે જ પેટમાં ગેસ બનવાની સમસ્યાથી પણ છુટકારો મળશે.