મોટાભાગે લોકો સીસમને તેના લાકડાના ઉપયોગને લીધે જાણતા હોય છે. તેનું લાકડું ખૂબ જ મોંઘું હોય છે તેથી તેને મોટી ઇમારતોમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સીસમ ના વૃક્ષના ઔષધીય ફાયદાઓ પણ ઘણા છે. સીસમ ના પાન ને આયુર્વેદિક માં જડીબુટ્ટીના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
સીસમ ના પાન માંથી નીકળતું પ્રવાહી ઘણા રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની સાથે જ વૃક્ષ માંથી નીકળતું તેલ દર્દનાશ, કામોત્તેજના, જીવાણુ રોધક કીટનાશક અને સ્ફુર્તિદાયક જેવા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
આજે અમે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જેના વિષે જાણીને તમે પણ ચોંકી જશો અને સીસમના આ ઔષધીય ગુણ પર વિશ્વાસ કરવા લાગશો. સિસમના પાંદડાના ઉપયોગથી કેન્સર જેવા જીવલેણ રોગથી પણ છુટકારો મેળવી શકે છે. જી,હા મિત્રો આજે અમે એના વિષે જ જણાવવા જઈ રહ્યા છીએ.
સીસમના પાનના પ્રયોગથી આ ગુજરાતીએ મટાડ્યું ચોથા સ્ટેજનું કેન્સર અને અમદાવાદના મોટા સર્જનને પાડ્યા ખોટા. મૂળ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના વતની એવા કમલેશભાઈ પટેલે અમદાવાદના જાણીતા એવા કેન્સર સર્જનને પણ ખોટા પાડીને આયુર્વેદિક રીત અને નવીન ભોજનપ્રથાથી તેમનું ચોથા સ્ટેજનું કેન્સર મટાડ્યું છે.
વ્યવસાયે મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે કાર્યરત એવા કમલેશભાઈને પણ કલ્પના નહોતી કે તેમને આંતરડાનું કેન્સર છે. વાત આજથી 2 વર્ષ પહેલાંની છે. જ્યાં તેમને આંતરડાનું કેન્સર છે તેવા રિપોર્ટ્સ આવ્યા હતા. તેઓ જ્યારે વધુ સારવાર માટે અમદાવાદના ખ્યાતનામ કેન્સર સર્જન પાસે આવ્યા ત્યાં સુધીમાં તો તે કેન્સર લીવર સુધી ફેલાઈ ગયેલું હતું.
જેના લીધે જે તે ડૉક્ટરે પણ તેમને હવે કોઈ જ સારવાર શક્ય ન હોવાની વાત કરી હતી. તેમજ એમ પણ કહી જ દીધું હતું કે હવે તેઓ કદાચ જ છ મહિનાથી વધુ જીવશે. આ બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા અને તેમના એક મિત્રની સલાહ માનીને તેમણે ઘઉંના જ્વારાના રસ સીસમના પાંદડાના રસનો પ્રયોગ કર્યો હતો જેમાં તેમને રાહત મળી હતી.
સાથે જ એક અન્ય મિત્રની સલાહ માનીને તેમણે નવી આહાર પદ્ધતિ અપનાવી હતી જેના મુજબ તેમણે દૂધ કે તેની બનાવટ ખાવાનું સંપૂર્ણ બંધ કર્યું હતું. અને સીસમના તેલનો ઉપયોગ કર્યો તેમજ કાચું ખાવાનું પણ શરૂ કર્યું હતું જેના લીધે તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ થયા છે.
સીસમના અન્ય ફાયદાઓ પણ જાણી લ્યો:
દાંતમાં,ઘૂંટણમાં તથા માથામાં દુખામાં સીસમના તેલથી ખૂબ જ રાહત મળે છે. દાંતમાં દુખાવો છે તો રૂ સીસમના તેલમાં ડુબાડીને દાંતની વચ્ચે મૂકવાથીબ દાંત નો દુખાવો શાંત થઈ જશે. માથામાં દુખાવો છે તો સીસમના તેલની માલિશ કરવાથી માથાનો દુખાવો ઓછો થઈ જશે. અને ઘૂંટણમાં દર્દ હોય તો તેલ ગરમ કરીને તેના પર માલિશ કરવાથી દુખાવો ઓછો થશે અને રાહત મળશે.
ઉબકા આવવા અથવા જીવ ગભરાવો તે ખૂબજ ખરાબ સ્થિતિ હોય છે એવામાં આપણને કઈ જ સારું લાગતું નથી અને શરીરમાં બેચેની રહે છે. આ બધી તકલીફ માં સીસમના તેલનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય ઊલટી આવવી, કફ ,શરદી તણાવ તથા ત્વચા સંબંધિત રોગ, અને પિમ્પલ્સ માં પણ સીસમનું તેલ અસરકારક છે.
સીસમના કુણા પાન ને મિક્સરમાં પીસીને તેની લુગદી બનાવી ને રાત્રે આંખ ઉપર મૂકીને પાટો બાંધીને સૂઈ જવાથી આંખોની લાલાશ અને આંખોમાં દુખાવો દૂર થઈ જાય છે.