વધતી ઉંમર સાથે સાંધાના દુઃખાવાની સમસ્યા પણ વધવા લાગે છે. આર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી સામાન્ય સમસ્યા સાંધામાં દુખાવો અને સોજો છે. મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે. તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય છે.
આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે. આ જ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે. જેને આર્થરાઇટિસ કહે છે.
આર્થરાઇટિસમાં હરવા-ફરવામાં બહુ વધારે મુશ્કેલી થાય છે. પરંતુ આ દુખાવથી છુટકારો મેળવવા આજે અમે લઈને આવ્યા છીએ એક ખાસ પ્રકારનું પીણું જેને પીવાથી સાંધાના દુખાવાં માંથી છુટકારો મેળવી શકાય છે. મોટાભાગે લોકો ખાવા-પીવા પર ધ્યાન નથી આપતાં. તેના કારણે શરીરમાં મિનરલ્સની ઉણપ થઈ જાય છે. ખાસ કરીને હાડકાંઓમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે.
સરગવાનું જ્યુસ:
આ ખાસ પ્રકારનું પીણું બનાવવા માટે સરગવાને બાફીને તેમ બ્લેંડર ફેરવી જ્યુસ બનાવી તેને ગાળી લેવું. આ સરગવાનું જ્યુસ દરરોજ સવારે જાગીને એક ગ્લાસ પીવાથી સાંધા અને ગોઠણના દુખાવામાં 100% રાહત થઈ ધીમે ધીમે મટી જશે. આ ઉપરાંત, જો અન્ય કોઈ તકલીફ ના હોય તો દિવસમાં 2 થી 3 કેળાં નું સેવન કરો.
મેથીનું જ્યુસ:
મેથી ગેસ અને કફ બંન્ને ને મિટાવનારી ઔષધિની જેમ કાર્ય કરે છે. રોજ 5 ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી વાત રોગ દૂર થઈ જાય છે. મેથી અને સૂંઠને સમાન માત્રામાં મિક્સ કરીને બારીક ચૂરણ બનાવીને રાખી મુકો. આ ચૂરણને 5-5 ગ્રામની માત્રામાં ગોળ મિક્સ કરીને સવાર-સાંજ ખાવાથી ગઠિયા અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.