શિયાળાની ઋતુ પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે મોટાભાગના લોકોના ઘરે એક સમસ્યા હોય છે એ છે છાતી માં કફ જામી ગયો છે અથવા તો સૂકી ઉધરસ ઘણી દવા લીધા છતાં મટતી નથી. આ સમસ્યાનો ઉકેલ લઈને આજે અમે આવ્યા છીએ જે વગર દવાએ માત્ર 2 દિવસમાં છાતીમાં જમેલ કફ થી છુટકારો આપશે.
આ સમસ્યા મોટાભાગે વાતાવરણની ઠંડક, ઠંડી હવાનો સામનો થવાની સાથે કેટલાંક વ્યક્તિઓ કફદોષનાં અસંતુલનથી થતી નાની-મોટી બીમારીનાં શિકાર બની જતાં હોય છે. નાકમાં ઠંડી હવા શ્વાસોશ્ચછવાસ દ્વારા સંપર્કમાં આવવાથી નાકની આંતરત્વચામાં ક્ષોભ થઇ અને નાકમાંથી પાણી ટપકવા લાગવું, છીંકો આવવી જેવા લક્ષણોથી શરૂઆત થાય છે. મોટાભાગ ના લોકો એન્ટીબાયોટીક્સ દવાઓ લેવાની આડઅસરથી બચવા માટે આવા હઠીલા, ચીકણા અને પીડાદાયક કફને કાઢવા માટે કોઈને કોઈ કુદરતી ઉપચારની શોધમાં હોય છે.
ઘણા લોકો સવારે જાગીને હુંફાળું ગરમ પાણી પિતા હોય છે પરંતુ જો તેની અંદર અમુક વસ્તુ નાખીને પીવામાં આવે તો તેની અસર 100ગણી વધી જય છે અને શરીર માટે સંજીવની સમાન કામ કરે છે. જી, હા, મિત્રો હઠીલા છાતીમાં જમેળ કફ થી છુટકારો મેળવવા માટે સવારે હુંફાળ ગરમ પાણી માં એક ચમચી મધ અને અડધું લીંબુ નિચવીને પીવાથી તે શરીર માટે સંજીવની સમાન કામ કરે છે.
મધ અને લીંબુના ગરમ પાણીમાં ઘણા આવશ્યક એન્ટી-ઓક્સિડેન્ટ્સ, વિટામિન્સ અને પોષક તત્વો જોવા મળે છે, આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે. તેથી, તેનું સેવન શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને ગળામાં થતી બળતરાથી છુટકારો અપાવી છાતી માં જામી ગયેલા કફને છૂટો પાડી જાડા મારફતે બહાર કાઢે છે.
ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવાથી કફ જલ્દી નરમ બની જાય છે શરીરની બહાર નીકળે છે. આ ઉપરાંત, ગરમ પાણીના કોગળા કરવાથી કફની સાથે સાથે ગળાની ખરાશ, સોજો અને દુખાવો પણ દૂર થાય છે. ગરમ પાણી સાથે સાદા મીઠા કરતાં સિંધવ મીઠાનો ઉપયોગ સૌથી વધુ ફાયદાકારક છે.
જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમણે સવારે ભૂખ્યા પેટે અને રાત્રે જમ્યા પછી એક ગ્લાસ ગરમમાં લીંબુ અને મધ નાખીને પાણી પીવાથી થોડાક જ દિવસ માં પાચન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.
આ ઉપરાંત, કફ થી છુટકારો મેળવવા પાંચ ગ્રામ જેટલું જેઠી મધના ચૂર્ણને ગરમ પાણીમાં નાખીને બરાબર ઉકાળવું અડધુ પાણી રહે ત્યારે આ પાણીને ગાળી લેવું, અને એને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. બે દિવસથી આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને નીકળી જાય છે.
દરરોજ આ રીતે ગરમ પાણી સાથે મધ અને લીંબુ પીવાથી ફેફસાંના કફની સાથે સાથે શરીરનો કચરો પણ સાફ થઈ જશે અને જો કબજિયાત કે પાચન ને લાગતી કોઈપણ સમસ્યા હોય તો તેનાથી પણ છુટકારો મળી જશે.