જેમ લીલા શાકભાજી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેવી રીતે કઠોળ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. કઠોળના સેવનથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. આવા જ કઠોળમાં એક વટાણા ની દાળ છે જે ફાઇબર અને પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વટાણાની દાળમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે. આ દાળમાં પ્રોટીન અને ફાઇબર જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે તેના સિવાય વટાણાની દાળમાં પ્રોટીન, ફેટ, ફાઇબર, કાર્બોહાઈડ્રેડ, સુગર, કેલેરી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન અને ઝિન્ક વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.
વટાણા ની દાળ પ્રકારની હોય છે. પીળા વટાણાની દાળ અને લીલા વટાણાની દાળ. પીળા વટાણા ની દાળ ના સેવનથી પાચનતંત્ર સારું બને છે અને શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની પૂર્તિ થાય છે. લીલા વટાણાની દાળ હૃદયરોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને માસપેશીઓ ના વિકાસ માટે પણ આનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પોષક તત્વોની દૃષ્ટિએ બંને દાળ સમાન છે.
વટાણાની દાળના સેવનથી લોહી સાફ થાય છે. વટાણાની દાળમાં હાજર પોષક તત્વો હૃદયને તંદુરસ્ત રાખે છે. વટાણાની દાળ માં હાજર ફાઇબર, પોટેશિયમ, એમિનો એસિડ અને ટ્રિપ્ટોફેન હૃદય માટે ખૂબ જ ઉપયોગી હોય છે.
વટાણાની દાળ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આમાં ફાઈબરની પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં લાભદાયક છે. વિશેષ રૂપથી લીપોપ્રોટીન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં વટાણાની દાળ નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. આનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલના વધતા સ્તરને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.
જે લોકોને પાચન તંત્ર થી જોડાયેલી સમસ્યાઓ જેવી કે અપચો, કબજિયાતની સમસ્યા, ગેસની સમસ્યા હોય તેઓએ વટાણા ની દાળનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. બ્લડ શુગરના દર્દીઓએ પણ ડોક્ટરની સલાહ લીધા વગર વટાણાની દાળનું સેવન કરવું જોઇએ નહીં. આમ તો વટાણાની દાળનું સેવન બધા લોકો માટે ફાયદાકારક અને સુરક્ષિત માનવામાં આવે છે. આનું સેવન કરવાથી શરીરની કેટલાય પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે.