આજે અમે એક એવા ધાન્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે આજથી 50 વર્ષ પહેલા આપણાં વડીલો તેનું સેવન કરતાં હતા. પરંતુ આજની પેઢી માટે કાંગ એ કદાચ અજાણ્યું નામ છે. દક્ષિણ ભારતમાં એનો બહુ ઉપયોગ થાય છે. આ નાનકડા દાણા વાળું ધાન ઔષધિ તરીકે ખૂબ જ અસરકારક કામ કરે છે.વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયોગ મુજબ કાંગ એ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ અસરકારક ધાન છે.
આ એક બાજરી-જુવારને મળતું આવતું થોડું ઝીણા દાણાવાળું ધાન્ય છે. કાંગનું પોષણમૂલ્ય ઘઉં કરતાં ઓછું છે. કાંગમાં 2થી 6 ટકા સુધી પીળા રંગનું તેલ હોય છે. આયુર્વેદ મુજબ શીતળ, વાતકારક, રુક્ષ, ધાતુવર્ધક, કફ અને પિત્તનો નાશ કરે છે. શારીરિક ક્ષમતા વધારે છે. ગર્ભાશય માટે શામક છે. ઉષ્ણ ગુણધર્મો છે.
એકલું લેવાથી કેટલીક વાર ઝાડા થઈ શકે છે. પ્રસુતીની પીડા ઘટાડે છે. ગર્ભપાત અટકાવે છે. વારંવાર ગર્ભપાત, વધુ માસિક, ડિઓડીનલમાં સોજો-અલ્સરમાં શ્રેષ્ઠ છે. સંધિવાના બાહ્યોપચારમાં ઉપયોગી છે. હાડકા ભાંગે તેને સાંધવાનું કામ કરે છે. ડાયાબીટીશ – મધુપ્રમેહથી પીડાતા દર્દીઓને ચોખાને બદલે કાંગ અને કોદરી આપવામાં આવે છે. ઇજિપ્તમાં ખોરાકમાં કાંગનો ઉપયોગ કરતા વિસ્તારોમાં પેલાગ્રા રોગ થતો નથી.
કાંગ ખનિજ તત્વોથી ભરપુર છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ, સોડિયમ, પોટૅશિયમ, સલ્ફર, ક્લોરાઇડ, આયોડિન હોય છે. બધા જ તૃણધાન્યોમાં કાંગને સૌથી વધુ પૌષ્ટિક કહેવામાં આવે છે. પચવામાં થોડી ભારે હોવા છતાં આરોગ્યપ્રદ છે. હાડકાનાં પોષણ માટે કાંગ વિશેષ ફાયદાકારક છે. ખાસ કરીને ઓસ્ટીઓપોરોસિસ ધરાવતા દર્દીઓ, ફ્રેક્ચર થયું હોય તેઓ ખોરાકમાં કાંગનો ઉપયોગ કરી હાડકાનું પોષણ જાળવી શકે છે.