મોટાભાગના લોકો સરગવાની શીંગના ફાયદા જાણતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સરગવાની સાથે સાથે સરગવાના પાંદ પણ ખૂબ જ ફાયદાકારક છે. સાંધાના દુખાવા, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓએ તો ખાસ આ પાંદની ભાજી અથવા ચા નું સેવન કરવૂ જોઈએ.
આ ઉપરાંત સરગવાના પાંદડા અસ્થમા, એનિમિયા, જાડાપણું જેવા અનેક રોગોમાં ફાયદાકારક છે તો જાણી લ્યો તેની અંદર રહેલા પોષક તત્વો વિશે વિસ્તૃત માહિતી. સરગવાના પાંદડામાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન હોય છે તેમજ અમીનો એસિડ પણ હોય છે આ સિવાય તેની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, વિટામિન સી, વિટામિન એ, વિટામીન ડી ખૂબ જ પ્રમાણમાં હોય છે તેમજ આ પાંદડાં હૃદયરોગ ડાયાબિટીસ અને સોજા ની સમસ્યામાં પણ અસરકારક છે.
દરેક જાણે જ છે કે કેળા એ પોટેશિયમ મેળવવાનું ઉત્તમ સ્ત્રોત છે પરંતુ સરગવાના પાનની અંદર તેના કરતા સાત ઘણું પોટેશિયમ હોય છે દૂધમાં રહેલા પ્રોટીન કરતા બે ગણુ પ્રોટીન પાંદડામાં હોય છે. તેમજ વિટામીન એ, વિટામીન બી, વિટામિન સી, વિટામિન b2, વિટામીન બી૩, વિટામિન બી6 પણ તેની અંદર રહેલા છે.
ઘણી બધી વ્યક્તિઓને હાઇ શુગરની સમસ્યા હોય છે જેને કારણે હૃદયની સમસ્યાઓ પણ થઇ શકે છે તો આ હાઇ શુગરને કંટ્રોલ કરવા માટે સરગવાના પાંદડા એક ઉત્તમ ઈલાજ છે. સરગવાના પાંદડા સ્કિનને સોફ્ટ રાખે છે. તેમજ તેની અંદર રહેલો એમિનો એસિડ વાળ માટે જરૂરી છે જેના કારણે આપણા વાળ લાંબા અને ઘાટ્ટા થાય છે
સરગવાના પાંદડા એ કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે જે આપણા હાડકા ના મજબૂત માટે જરૂરી છે તેમજ તે નુ સેવન કરવાથી શરીર માં સોજા પણ ઓછા થાય છે તેમજ સંધિવાના રોગમાં પણ ફાયદાકારક છે
સરગવાનાં પાંદડાનો સુકાવીને પાઉડર બનાવીને ગરમ પાણી સાથે એક ચમચી પાવડર ઉમેરી તેનું સેવન કરી શકાય છે. હાલ બજારમાં સરગવાનાં પાંદડાંની કેપ્સ્યુલ પણ મળે છે. સરગવાના પાંદડા ના પાવડર ને પ્રોટીન શેક, સ્મુધી અને સૂપની જેમ પણ પિય શકાય છે. સરગવાનું સૂપ અને ચા સિવાય તેની ભાજી બનાવીને પણ ખાઈ શકાય છે.
બ્લડ પ્રેસર વધવાની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને હોય છે. વધારે શરીર તેમજ મેદસ્વિતાને લીધે ઘણા લોકોને બ્લડપ્રેસર વધે છે. બ્લડપ્રેસર વધવાને લીધે લોકોમાં હાર્ટએટેક આવવાનું જોખમ વધે છે. જેના લીધે આ સમસ્યામાં જોખમને ઘટાડવા સરગવાની ચા પીતા રહેવાથી બ્લડપ્રેસર કાબુમાં રહે છે.
ભારતમાં પ્રાચીન સમયથીસરગવાનો ઉપયોગ યૌન શક્તિ વધારવા માટે થાય છે. આ રીતે સરગવાના વિવિધ ભાગોને ઉપયોગ કરીને બનાવેલ ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે તો સરગવાનો શરીરમાં પ્રજનન શક્તિ વધારી શકાય છે. શરીરના વિવિધ ભાગોમાં લોહીનું પરીસંચરણ કરીને તે યૌન શક્તિ મજબુત કરે છે.
ગર્ભવતી મહિલાઓ માટે સરગવાનું સૂપ ખુબ જ ઉપયોગી છે. સરગવાનું સૂપ પીવાથી મહિલાઓ ગર્ભવસ્થા બાદ આવનારી તકલીફોમાં રાહત મળે છે. ડીલીવરી બાદ ઘણી સ્ત્રીઓને દુખાવો થતો હોય છે. ધાવણ ઓછુ આવવું અને રક્તપ્રદર જેવી સમસ્યાઓ થાય છે. તેમાં સરગવાનું સૂપ ખૂબ જ અસરકારક છે.