આપણા આયુર્વેદ ની અંદર દરેક વૃક્ષના કોઈને કોઈ ફાયદા જણાવવામાં આવ્યા છે દરેક બીમારીનો ઈલાજ આપની આસપાસ જ રહેલો છે. એમ પણ લીંબડાને તો આયુર્વેદમાં સર્વોત્તમ માનવામાં આવે છે. આજથી શરૂ થતાં ચૈત્ર મહિનામાં લીંબડાનો મોર અને પાંદ નો રસ પીવો શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે.
ચૈત્ર મહિનો એટલે વસંત ઋતુનો ઉત્તરાર્ધ. વસંતઋતુમાં ખળખળ વહેતાં ઝરણાં, વૃક્ષવેલીઓ, વનરાજિઓ રમણીય લાગે છે. લીમડાને વિવિધ રોગો અને સમસ્યાઓ માટે એક ઉત્તમ ઇલાજ જણાવવામાં આવ્યો છે તેમાં લીંબોડી, લીમડાના પાન, લીમડા ના ફૂલ, લીમડાની છાલ, લીમડા ના લાકડા વગેરે નું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે,આજથી શરૂ થતાં ચૈત્ર મહિના માં લીંબદનું સેવન અવશ્ય કરી લ્યો જેથી ભાદરવો અને આખું વર્ષ તાવ સહિત અનેક રોગ રહેશે ગાયબ.
આપણા શાસ્ત્રોમાં ચૈત્ર માસમાં લીમડાના મોર તથા લીમડાના કુમળા પાનનો રસ પીવાનો કહ્યો છે. ચૈત્ર માસમાં સ્વસ્થ વ્યક્તિઓએ પણ ચૈત્ર સુદ એકમ થી નોમ સુધી એમ નવ દિવસ સવારમાં નરણાકોઠે આ રસ પીવો જોઈએ.
લીમડાના મોર તથા કુમળા પાનનો રસ આ નવ દિવસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વર્ષ દરમિયાન તાવ આવતો નથી. તે સિવાય મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, માઈગ્રેન, ડાયાબિટીસ, પેટમાં કૃમિ હોય, અરૂચિ, એસિડિટી જેવી તકલીફ પણ આખું વર્ષ દૂર રહે છે.
લીમડામાં રહેલા એન્ટીબેક્ટેરીયલ, એન્ટીવાયરલ અને એન્ટીમાઈક્રોબીયલ ગુણને કારણે તે શરીરને ખુબ હિતકારી છે. આપના શાસ્ત્રો માં તો કેવાય છે કે ચૈત્ર માસ માં જો લીમડાના મોર(ફૂલ) ને રાત્રે પાણી માં પલાળી સવારે તેનું સેવન કરવામાં આવે તો બાર મહિના સુધી કોઈજ બીમારીઓ થતી નથી.
દરેક લોકો જાણે જ છે કે લીમડો એ ડાયાબીટીસ ની અંદર ઉત્તમ ઇલાજ છે પરંતુ તમે એ નહીં જાણતા હોવ કે લીમડાનો ઉપયોગ ચામડીને લગતી સમસ્યા ઉલટી, કફ, કમળો, ઉનાળામાં નીકળતી અળાઈ અને આંખના રોગમાં પણ ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે
લીમડાના મોટા અને લીલા રંગ ના પાન પચ્યા પછી કડવા, આંખ માટે હિતકારી, બળતરા શાંત કરનાર, કૃમિ, કફ, અને પિત્તનો નાશ કરનાર છે. અરુચિ તથા કોઢ દૂર કરનાર છે. આ સિવાય લીમડાના છાલનો ઉપયોગ મલેરિયા, પેટ અને આંતરડાના અલ્સર, ચામડીના રોગો, તાવ મટાડવા માટે પણ થાય છે. લીમડામાં એવા રસાયણો હોય છે જે બ્લડ શુગરના લેવલને ઘટાડવામાં, પાચક તંત્રમાં અલ્સર મટાડવામાં ઉપયોગી છે અને તે બેક્ટેરિયાને મારી શકે છે.
લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરી, આ પાણીથી ચહેરો ધોવાથી સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે. વીંછી ,તીતીઘોડો જેવા ઝેરી કીડા કરડે ત્યારે લીમડાના પાનની પેસ્ટ બનાવી કરડેલી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે અને શરીરના બીજા કોઈ પણ ભાગમાં ઝેર ફેલાવવાથી બચાવ છે.
કિડનીમાં પથરી હોય તો લીમડાના પાનને સુકવીને તેને બાળી દો. અને તેની જે રાખ બને એને ૨ ગ્રામ દરરોજ પાણી સાથે પીવાથી પથરી ઓગળીને મુત્રમાર્ગે બાર નીકળી જશે. મેલેરિયા જેવા ઝેરી તાવ આવે ત્યારે લીમડાની છાલને પાણીમાં ઉકાળી એનો ગાઢો બનાવી લેવો અને તેને દિવસમાં ૩ વાર બે મોટી ચમચી ભરીને પીવો. આ ઉપાયથી તાવ મટી જશે અને કમજોરી પણ દૂર થઈ જશે.
ચામડીના રોગો હોય એવા લોકોએ લીમડાનું તેલ ઉપયોગ કરવું અને એ તેલમાં થોડું કપૂર મેળવીને દરરોજ માલીશ કરવાથી ચામડીના રોગમાં ધીમે ધીમે રાહત થાય છે. દાંતમાં થતા પાયેરિયાની બીમારી લીમડાનું દાતણ કરવાથી મટી જાય છે અને લીમડાના પાન ચાવવાથી શ્વાસને લગતી બીમારી દૂર થાય છે અને પેઢા અને દાંત મજબૂત બને છે
ચહેરા પરના ખીલમાં પણ લીમડાની છાલને પાણીમાં ઘસીને ખીલ પર લાગવાથી રાહત મળે છે અને લીમડાના પાનની પેસ્ટ બનાવી ત્વચા પર લગાડવાથી ત્વચામાં રહેલા કીટાણુ નાશ પામે છે. વાસી ખાવાનું ખાવામાં આવી ગયું હોય અને ઉલ્ટીઓ થતી હોય તો લીમડાની છાલ,સુંઠ અને કાચું મરચું પીસીને તેની ફાકી લેવાથી ત્રણ ,ચાર દિવસ માં પેટ સાફ થઈ જશે .
અઠવાડિયામાં ૨ વાર લીમડાના પાન ઉકાળી તેનું પાણી પીવાથી શરીરના અંદર થતા રોગો અને ઇન્ફેકશનથી બચી શકાય છે અને બીમારીઓથી પણ દૂર રહી શકાય છે. લીલા કે સુકા કોઈપણ ખરજવા પર લીમડાના પાન ની બારીક રાખ દરરોજ લગાવવી. જો ખરજવું લીલું હોય તો પાન વાટીને ખરજવા પર લગાવી પાટો બાંધી દેવો. આમ આ પ્રયોગ દરરોજ કરવાથી ખરજવું મટી જાય છે.