આજે અમે એક આયુર્વેદની એવી ઔષધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સ્ત્રી-પુરુષ દરેકની નાની-મોટી દરેક ગુપ્ત સમસ્યાનો ઈલાજ છે. મોટાભાગે લોકો ગુપ્ત સમસ્યાનો ઈલાજ જલ્દી કરતાં નથી જેથી તે વધતી જય છે અથવા તો કોઈ ને જણાવવામાં પણ સંકોચ અનુભવતા હોય છે. ઘણા મિત્રોના અમને આવી અનેક ગુપ્ત સમસ્યાના સમાધાન વિષે મેસેજ પણ આવે છે. તેથી આજે અમે આ દરેક સમસ્યાનું સંધાન લઈને આવ્યા છીએ.
આયુર્વેદમાં અતીબલાને સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવી છે, અને તે મોટેભાગે ગામડાના વિસ્તારોમાં જોવા મળે છે. ઘણી જગ્યાએ તેને ખરોખોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે અને સાથે સાથે ઘણી જગ્યાએ તેને ખપાટના નામથી પણ ઓળખવામાં આવે છે. આજ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ અતિબલાથી કઈ રીતે શરીરના રોગ દૂર કરી શકાય અને તેનો ઉપયોગ કરવાની રીત.
ચોમાસામાં માં ઊગી નીકળતી આ વનસ્પતિ એક વર્ષ જેટલું આયુષ્ય ભોગવતી હોય છે.પીળા રંગ ના ફૂલ થતા હોય છે જે બપોર પછી ખીલતાં હોય છે. અતિબળા નાં ફળ ગોળ કાંસકી જેવા કાપા વાળા ફળ દેખાય છે તે પીળાશ પડતાં લીલા કલર ના હોય છે અને પાકે ત્યારે કથ્થઈ કલર ના થઇ જતાં હોય છે.
વાંઝિયાપણાને દૂર કરવા માટે અતિબલાની સાથે નાગકેસર ને ભેળવી માસિક ધર્મ બાદ દુધની સાથે પીવાથી આ સમસ્યા 100% દૂર થાય છે, અને લાંબા આયુષ્ય ધરાવતો પુત્ર પ્રાપ્ત થાય છે. આ વનસ્પતિ વાજીકરણ એટલે કે ગુપ્ત રોગો જેમકે શીઘ્ર સ્ખલનન નપુસંકતા જેવા રોગો માં અકસીર કામ આપે છે.પુરુષો માં ધાતુ જવી , શારીરિક કમજોરી , અશક્તિ, નબળાઈ, જેવા કેસ માં બીજ નું ચૂર્ણ આપવાથી તરત જ ફાયદો થાય છે
જો કોઈ પણ વ્યક્તિને નપુસંકતા ની સમસ્યા હોય તો આ સૌથી વધુ અસરકારક ઔષધી છે. કેમકે, આ માટે અતિબલા ના બીજ ને ૪ થી ૮ ગ્રામ સવાર-સાંજ સાકર સાથે ગરમ ગાય ના દૂધની સાથે પીવામાં આવે તો તેના કારણે નપુંસકતાની સમસ્યા દૂર થઈ જાય છે.
ઘણા લોકોને હરસ ની સમસ્યા થતી હોય છે અને હરસની સમસ્યાના કારણે તેને મળની સાથે લોહી પણ વહેતું હોય છે. આવા લોકો માટે આ ઉત્તમ ઔષધ છે. કેમકે તેના મૂળ ના નાના નાના ટુકડા કરી અને દરરોજ સવારે ગરમ પાણી સાથે લેવાથી માત્ર થોડા જ સમયની અંદર હરસની સમસ્યા દૂર થઈ જાય છે.
બલાનાં મૂળ સ્ત્રીઓને જે સફેદ પાણી પડે છે એ શ્વેતપ્રદરનું પણ ઉત્તમ ઔષધ છે. બલાનાં મૂળનો ઉકાળો કરીને રોજ સવારે પીવાથી શરીર ધોવાવું, કમર દુઃખવી જેવી સ્ત્રીઓની તકલીફો દૂર થાય છે.
અતિબલા પેશાબમાં બળતરા, પથરી, પેશાબ અટકી અટકી ને આવવો, પેશાબ ઓછો વગેરેમાં અસરકારક ઔષધિ છે. ખપાટ ના મૂળ , પાન , ડાળી, ફૂલ અને ફળ નો મિક્ષ ઉકાળો બાળકો માં થતી સસણી જેવી બિમારીઓ માં ખૂબ સરસ કામ આપે છે.