આજે અમે એક ઔષધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ સાંભળતા તમને લાગશે કે આનાથી તો કઈ રોગ મટતા હશે પરંતુ એકવાર ઉપયોગ કરીને જોવો આધુનિક ભરેમાં ભારે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ. અનેક લોકોએ આ ઔષધિનો ઉપયોગ અને પ્રયોગ કરાયો છે અને તેમને રોગ મુક્તિમાં સફળતા પણ મળી છે.
જી હા મિત્રો, આજે અમે સાવ સામાન્ય લગતી પરંતુ સંજીવની સમાન ઔષધિની સંપૂર્ણ માહિતી અને તેને ઉપયોગ કરવાની રીત જણાવીશું. આ ઔષધિનું નામ છે ભોંયરીંગણી. ભોયરીંગણી એ એક પ્રકારનું કાટાણું છોડ છે. તે જમીન પર એકદમ નાના નાના પાંદડા સાથે પથરાયેલું જોવા મળે છે. ઘાટા જાંબલી રંગના તેના ફળ જેવું આવે છે. કાટા ના હોય તો તે જાંબલી રીંગણ જેવું જ લાગે છે. તેના પર પીળા રંગના નાના નાના કાટા હોય છે. આ છોડ જમીન પર ખુબ જ ફેલાય છે. તેના પર સોપારી જેવડા ફળ આવે છે. તેમાં બીજ હોય છે. આ એક ઘણી જ કીમતી અને ઉપયોગી વનસ્પતિ છે. કફ કાઢવા માટે તેના મૂળના ઉકાળામાં મધ નાખીને પીવામાં આવે છે.
આ એક દશ મૂળમાં વપરાતી 10 વનસ્પતિઓમાંથી આં એક છે. દશમૂળ વાયુના રોગો તથા શક્તિ મેળવવા કામમાં આવે છે. ભોયરીંગણી બે પ્રકારની આવે છે. નાની ભોયરીંગણી અને મોટી ભોયરીંગણી. વર્ષા ઋતુમાં તેમાં ફૂલ આવે છે અને નાના નાના ફળ આવે છે. પીપરીમૂળ, કાળી દ્રાક્ષ, ભોયરીંગણીના સુકા ફળ અને નાગરમોથ આ બધાને પીસીને ચૂર્ણ જેવું બનાવી લેવું. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણને ઘી અથવા મધ સાથે સવાર-સાંજ સેવન કરવાથી ટી.બી. ની થયેલી ઉધરસમાં રાહત થાય છે.
ઋતુમાં ફેરફાર થવાને કારણે શરદી અને તાવ થઇ જતા હોય છે. તેવામાં ગળો, નાની ભોયરીંગણી અને પીતપાપડો સરખે ભાગે લઈને અધકચરું ખાંડી તેને જરૂર પૂરતા પાણીમાં ઉકાળો, જયારે પાણી અડધું રહે ત્યારે ગાળી ને તે ઉકાળાનું સેવન કરવું. મોસમમાં આવેલ પરિવર્તનથી આવેલ તાવમાં શરદીમાં ત્વરિત રાહત મળી જાય છે.
ભોયરીંગણી ના મૂળના રસને ૨ ચમચી મધ સાથે મિલાવીને પીવાથી ઉલટી બંધ થઇ જાય છે. રસની માત્રા 10-20મિલી રાખવી. ભોયરીંગણી ના ફળમાંથી બીજ કાઢીને તે બીજને મીઠા વાળી છાશમાં નાખીને થોડીવાર ઉકાળીને સુકવી નાખો. ફરી પાછું એ જ બીજ ને રાત્રે છાશમાં પલાળી લો. સવારે બીજ કાઢીને સુકવી લો. આવી જ રીતે સતત 4-5 દિવસ સુધી આ પ્રક્રિયા કરો. પછી તે સુકવેલા બીજ ને ઘી માં તળીને સેવન કરો. આ દવા કરવાથી પેટના તમામ રોગોમાંથી મુક્તિ મળે છે.
લાલ ચોખા, ગોખરું અને ભોયરીંગણી ને મિલાવી ખાંડી તેનો કાઢો બનાવી લો. આ કાઢો થોડો થોડો દિવસમાં ત્રણ થી ચાર વખત પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. ભોયરીંગણીના 20-30 ગ્રામ પાંદડાને પીસીને લેપ બનાવી લો. આ લેપને આંખો પર રાખી દો(જેમ કાકડીની સ્લાઈઝ રાખીએ એવી રીતે) આ લેપ થી આંખોને ઠંડક મળે છે અને આંખોમાં થતો દુખાવો મટી જાય છે.
તાવ ના કારણે શરીરમાં જે કળતર થાય છે તે પણ આ ઉકાળો પીવાથી મટી જાય છે. ભોયરીંગણીનો આખો છોડ મૂળ સાથે ઉઘેડીને તેને ધોઈ સાફ કરીને છાયડામાં સુકવીને તેના નાના નાના ટુકડા 10 ગ્રામ જેટલા લઈને કપડામાં બધીને પોટલી બનાવીને મગ સાથે બાફવાથી તેના બધાં જ ઔષધીય ગુણો મગમાં ઉતરશે. છતાં મગનો સ્વાદ પણ બગડશે નહિ. આમાં આદું, લસણ વગેરે નાખી ખાવાથી કફ છુટો પડે છે.
પેટમાં જરા પણ ગાંઠ થઇ હોય તો ભોરીંગણીના પાન,ફળ, ફૂલ, મૂળ, છાલની ભૂકી 5 ગ્રામ દિવસમાં બે ગરમ પાણીમાં નાખીને પીવાથી 7 દિવસમાં ગાંઠ ગાયબ થઇ જાય છે.ગળાનો સોજો આવી ગયો હોય તો પણ ભોરીંગણીનું આ ચૂર્ણ ખુબ જ કારગર છે. ગળામાં સોજો કાકડા વધવા કે કફના લીધે આવે છે ત્યારે આ ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે.
ભોરીંગણીના રસમાં મધ ભેળવીને દરરોજ માથા પર મસાજ કરવાથી એક જ મહિનામાં ટાલ મટી જાય અને નવા વાળ આવે છે. 20 થી 50 મિલી ભોરીંગણીના પાંદડાના રસમાં થોડુક મધ ભેળવીને માથા પર ચંપી કરવાથી માથા પરની ટાલ દુર થાય છે. ધોળી ભોરીંગણીના 5 થી 10 મિલી રસમાં મધ નાખીને માથા પર લગાવવાથી ટાલ મટી જાય છે.
ભોયરીંગણી ને અધકચરી ખાંડીને તેનો ઉકાળો બનાવી તેમાં હિંગ અને સિંધા નમક નાખીને અડધા કપની માત્રામાં નિયમિત સવાર સાંજ પીવાથી દમ ના રોગમાં અવશ્ય ફાયદો થાય છે. પ્રસુતિ દરમિયાન મહિલાઓને ખુબ જ દુખાવો થતો હોય છે, પેટ બહાર નીકળે છે જેનો દુખાવો થાય છે. આ સમયે 10 થી 20 મિલી સફેદ ભોરીંગણીના 10 થી 20 મિલી મૂળનું સેવન કરવાથી લાભ થાય છે. આ સિવાય ભોરીંગણી ગર્ભપાતના ખતરાને ઓછો કરે છે. બંને પ્રકારની ભોરીંગણીના મૂળ 10 થી 20 ગ્રામ પીપળાના 2 થી 4 ગ્રામ મૂળ સાથે ભેળવીને ભેસના દુધમાં વાટીને ત્યારબાદ ગાળી લઈને દરરોજ દિવસમાં બે વખત પીવાથી ગર્ભપાતનો ભય રહેતો નથી અને સ્વસ્થ બાળક જન્મે છે.
ભોયરીંગણીના મૂળ ના ચૂર્ણને મધ સાથે 6 થી 8 કલાક ના અંતરે ચાટતા રહેવાથી શ્વાસ ચડતો હોય તો તેમાં રાહત થાય છે.ચૂર્ણ ની માત્રા 1-2 ગ્રામ લેવી. તણાવના લીધે અને બીજી પરેશાનીના લીધે માથાના દુખાવાની સમસ્યા રહી હોય તો ભોયરીંગણી તેના માટે ખુબ જ ઉપયોગી છે. ભોરીંગણીનો ઉકાળો, ગોખરું અને લાલ ધાનના ચોખાથી બનેલ ઝેર નાશક જ્યુસને થોડી થોડી માત્રામાં દિવસમાં ત્રણ- ચાર વખત સેવન કરવાથી તાવ વખતે દુખતું માથું મટે છે. ભોરીંગણીનો લેપ માથા પર કરવાથી પણ માથું દુખતું મટે છે.
ભોરીંગણીના ફળની ભૂકી અગની પર નાખી, નળી દ્વારા હોકો પીતા હોય તે રીતે લેવાથી દાંતનો દુખાવો મટે છે અને દાંતની અંદરના કીડા મરી જાય છે. આ ધુમાડો કાનમાં લેવાથી કાનના કૃમિ બહાર નીકળી જાય છે. દાંત દુખતા હોય, દાંતમાંથી પરું નીકળતું હોય, મોઢું ગંધાતું હોય, દાંતમાં દુખાવો થતો હોય અને દાંત સહીત પેઢા ચડવા લાગે તો પાયોરિયા હોઈ શકે, આવા સમયે ભોરીંગણીના બીજનો ઉપયોગ કરવાથી પાયોરિયા મટે છે. ભોરીંગણીના રસમાં ઘી ભેળવીને પીવાથી કુતરાના દાંતના ઝેર પર અસરકારક ફાયદો થાય છે અને હડકવામાં રાહત થાય છે.