આજકાલ કમરના દુખાવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. ઘણા મિત્રો આ બાબતે ઔષધિ અને ઘરેલુ ઈલાજ માટે માહિતી માગી રહ્યા છે તેથી આજે અમે ઘરઘરના દુશ્મન એવા કમરના દુખવાનો બેસ્ટ દેશી ઇલજ લઈને આવ્યા છીએ. આ માટેની બેસ્ટ દવા છે ગૂગળ. ગુગળના ધૂપથી હવાના જંતુઓ મરી જઈ હવા શુધ્ધ થાય છે. ગુગળના વૃક્ષો ૪ થી ૧૨ ફૂટ જેટલા ઉચા હોય છે.
આ વૃક્ષો બારેમાસ જીવિત રહે છે. તેની ડાળખીઓ પરથી હમેશા ભૂરા રંગના છિલકા ઉતરતા જ હોય છે. આ ઝાડની નાની-મોટી અનેક ડાળખીઓ ઉગતી જ હોય છે. તેના પાંદડા ધારદાર અને નાના હોય છે. તેના નાના લાલ રંગના ફૂલ આવે છે. તેનું ફળ ચીકણું અને ચમકીલું હોય છે. સામાન્ય લોકો તેનો ધુપ, અગરબતી વગેરેમાં ઉપયોગ કરી હવા શુધ્ધ કરે છે. ગુગળ ગુંદ જેવું જ અને ગરમ તાસીર નું હોય છે.
નવું ગુગળ ચીકણું, સોના જેવું નિર્મળ, સુગંધિત, પીળા રંગનું તથા દેખાવમાં જાંબુ જેવુ હોય છે. સાથે સાથે તે હાથમાં પકડવાથી સરકી જાય તેવું હોય છે. તે વાત્ત, પિત્ત, અને કફને દૂર કરનારું, અને શક્તિવર્ધક હોય છે. જુનું ગુગળ કડવું, તીખું, સુકું, દુર્ગંધ મારતું અને રંગ વગરનું હોય છે. તે ચાંદા, કબજિયાત, અશ્મ્રી-પથરી, સફેદ ડાઘ, ખીલ હરસ-મસા, ગોઇટર, ઉધરસ, વગેરે જેવી બીમારીઓ દૂર કરવા માટે વપરાય છે.
ત્રિફલા ગુગળ માં ત્રણ ખૂબ જ શક્તિશાળી ઔષધિઓ શામેલ છે જે પાચક સિસ્ટમ, ચયાપચય અને શરીરની ઉર્જાને અસર કરે છે. ત્રિફલા અને ગુગળ બંને સ્થૂળતા અને ચરબી ઘટાડવાની અસર માટે જાણીતા છે. યકૃત અને ચરબીયુક્ત પેશીઓમાં ચરબી ચયાપચયને વેગ આપે છે.
યુરિક એસિડનો અસામાન્ય સ્તર પણ આપણા શરીર માટે એક ઝેર છે. યુરિક એસિડના ઉચ્ચ સ્તરના બે કારણો છે. એક તેના ઉત્સર્જનની સમસ્યા છે અને બીજું તે શરીરમાં તેના અતિશય ઉત્પાદન છે.ત્રિફલા ગુગળ બંને સ્થિતિમાં અસરકારક છે. તે શરીરના ચયાપચયને સુધારીને યુરિક એસિડનું ઉત્પાદન ઘટાડે છે. તે તેના ઉત્સર્જનમાં મદદ કરીને લોહીમાં યુરિક એસિડનું સ્તર ઘટાડે છે.
ત્રિફળા ગુગળની ખીલ, ખરજવું, સોરાયિસસ અને સંધિવા જેવા રોગોમાં બેસ્ટ ઈલાજ છે. ગુગળનો એક ખૂબ જ મહત્વનો ઉપયોગ છે. હાડકાંને જોડવા માટે થાય છે. જ્યારે ફેક્ચર થાય છે ત્યારે આપણે પ્લાસ્ટર કરીને મૂકી દેતા હોઈએ છીએ. પરંતુ હાડકા ને જોડવાનું કામ તો કુદરત એની જાતે જ કરતા હોય છે. જો વૃદ્ધાવસ્થા ની શરૂઆતમાં એટલે કે 35 વર્ષ પછી માણસ રેગ્યુલર એક ગોળી ગુગળની લેવાનું શરૂ કરે તો તેના શરીરમાં ક્યારેય વાયુ પ્રવેશ કરતો નથી.
રોજ સવાર-સાંજ મહેન્દર ગુગળ અને ત્રિફળા ગુગળ ની ગોળી લેવાથી વજન ઘટે છે. સાંધાના વા માટે મહાયોગરાજ ગુગળ અને ગાંઠ મટાડવા કિશોર ગુગળ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત ગુગળ કેન્સર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કમરના દુખાવામાં ગુગલનો ખુબ જ ઉપયોગ થાય છે.
તેને માટે એક ખજૂરની પેશી માં ૩ ગ્રામ ગુગળ ભરી ખજૂર પર બાંધેલા લોટ નું પડ ચડાવી પછી તેને ગરમ કરી અને તેને પીસીને ગોળી બનાવવી. એક ગોળીનું રોજ સેવન કરવાથી કમરનો દુખાવો કાયમ માટે નાબૂદ થઈ જાય છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો ટ્યુમર થયું હોય તો ગુગળને પાણીમાં પીસીને લગાવવામાં આવે તો તેમાં તરત જ રાહત થાય છે.