પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ આજે જ બાજરો ખાવાનું શરૂ કરી દેશો. બાજરો પોષકતત્વથી ભરપૂર હોય છે.
હાર્ટ માટે બેસ્ટ :
બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને પુરતી શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. અને ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્યથી ભરપુર ખોરાક ખાવાથી પાચનની સમસ્યા થાય છે અને તેથી ઘણા લોકો તેને બદલે ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત ખોરાક લેવાનું પસંદ કરે છે અને આ માટે બાજરી એક ખૂબ જ આરોગ્યપ્રદ વિકલ્પ સાબિત થઈ શકે છે.
મોટાપાને કરે છે દૂર :
જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે. બાજરીમાં ફાઈબર ભરપૂર હોય છે ફાઇબરને પચાવવામાં તે સમય લે છે જેના કારણે ફાઇબરની ભૂખ ઓછી થાય છે જેના કારણે તમે ફરીથી અને ફરીથી ખાતા નથી અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને ઉનાળામાં તમે બાજરી લસ્સીના ફાયદા લઈ શકો છો, જ્યારે શિયાળામાં બાજરો રોટલી કે બાજરી ના રોટલા ના ફાયદા સરળતાથી લઈ શકાય છે.ફિનોલિક કમ્પાઉન્ડ બાજરીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને ખાસ કરીને ફેરીલિક એસિડ અને કેટેચિન જોવા મળે છે.
કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે :
બાજરામાં રહેલા પોષક તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધતી અટકાવે છે. આ કારણે બાજરો ખાવાથી હૃદય રોગની શક્યતા ઘટી જાય છે. અને બ્લડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે. તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી.
પાચનતંત્ર માટે લાભકારક :
બાજરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. બાજરામાં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
હાડકાંઓ માટે :
હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી સારો માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પણ હોય છે. જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં દરરોજ બાજરી ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની ઉણપ થવા દેતું નથી. જેથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાને મજબૂતી આપે છે. બાજરા નું નિયમિત સેવન કરવાથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.
એનર્જીનો માટે :
શિયાળામાં એનર્જી લેવલ ઓછું થઈ જાય છે. તેથી એવામાં બાજરીના રોટલા ખાવાથી બોડીને એનર્જી અને તાકાત મળે પુરતી મળે છે. બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને શરીર અંદર અને બહારથી ઊર્જાવાન રહે છે. તમને જણાવી દઇએ કે ફાઇબરથી સમૃદ્ધ હોવાથી, બાજરી પાચક કાર્યને જાળવી રાખે છે. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને તદુરસ્ત રાખવામાં મદદ કરે છે કબજિયાત અને ગેસથી પરેશાન હોય તો પેટની સમસ્યાઓને ખતમ કરે છે બાજરી.
બાજરાના રોટલા સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાના રોટલા ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે :
બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન રહેતા હોવ તો પેટની સમસ્યાઓને બાજરી ખતમ કરી શકે.
ડાયાબિટીસ :
કેટલાયે રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટી જાય છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. બાજરાનો રોટલો ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. ડાયાબિટીઝને દર્દીઓને બાજરીનું સેવન જરૂર કરવું જોઇએ. કારણ કે આ લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ કરવામાં મદદગાર થાય છે. એટલા માટે ડાયાબિટીઝના દર્દીઓને નિયમિત રૂપે બાજરીનું સેવન કરવાની સલાહ આપે છે.
ગર્ભવતી મહિલાઓ માટે :
ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખુબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે. આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓને જો દૂધ નથી બની રહ્યું તો બાજરાનું સેવન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે. ગર્ભવતી સ્ત્રીઓએ કેલ્શિયમની ગોળી ખાવાને બદલે રોજ બાજરીની બે રોટલી ખાવી જોઈએ.
ગ્લૂટન ફ્રી :
જે લોકોને ગ્લૂટનથી એલર્જી છે તેમના માટે બાજરી વધુ ફાયદાકારક છે. બાજરીમાં એમિનો એસિડ્સ હોય છે જો કે સરળતાથી એબ્ઝોર્વ થઇ જાય છે. જે લોકોનું ડાયજેશન બગડેલું હોય છે અથવા ફરી વસ્તુઓને જલદી એબ્જોર્વ કરી શકતા નથી, બાજરી તેમના માટે પણ ફાયદાકારક છે. એવા લોકો બાજરીની ખિચડી ના સેવનથી તમે હેલ્ધી અનુભવશો. પેટ ખરાબ થતાં બાજરીની ખિચડી ખાઇ શકો છો.