જાંબુ ખાવા તો દરેક લોકોને પસંદ હોય છે. ગરમીમાં લોકો કેરી સિવાય જાંબુ ખાવાનું પણ ખૂબ પસંદ કરે છે. સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. જાંબુ ખાધા પછી તમે તેના ઠળિયા ફેંકી દો છો. પરંતુ શુ તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. વિટામિન એ અને સીના ગુણોથી ભરપૂર જાંબુના ઢળિયા પાચન ક્રિયાના સારી રાખવાની સાથે-સાથે કેટલીક બીમારીઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. તો તમે તેને ફેંકવાની જગ્યાએ જરૂર જાણી લો તેનાથી થતા ફાયદા.
પાચન સુધારે :જાંબુ પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. તેના ઠળિયા ખાવાથી આંતરડા અને જઠર વધુ સારુ કામ કરી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
શરીરના જેરી તત્વો દૂર કરે: જાંબુના ઠળિયામાં ફ્લેવોનોઈડ રહેલા હોય છે જે શરીરમાંથી વિષ તત્વો ખેંચી કાઢે છે અને શરીરને ડિટોક્સિફાઈ કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે જે ડાયાબિટીસના દર્દીઓમાં સામાન્ય રીતે નબળી હોય છે.
શુગર લેવલ ડાઉન કરે: જાંબુના ઠળિયામાં આલ્કાલોઈડ્સ રહેલા હોય છે જે સ્ટાર્ચને શુગરમાં પરિવર્તિત થતા અટકાવે છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓને જાંબુના ઠળિયા ખાવાની સલાહ આપવામાં આવે છે. જાંબુના ઠળિયાનો પાવડર દૂધ અથવા તો પાણીમાં મિક્સ કરીને દરરોજ સવારે રોજ સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણીમાં પીવાથી કુદરતી રીતે બ્લડ શુગર લેવલ કાબુમાં રહે છે.
લોહી શુધ્ધ કરે: જાંબુમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે જેને કારણે તે કુદરતી રીતે લોહી શુદ્ધ કરે છે અને ત્વચા પર ચમક લાવે છે. આ ઉપરાંત લોહીની ઉણપથી પીડાતા લોકોએ તેમના ડાયેટમાં જાંબુના ઠળિયાનો સમાવેશ કરવો જોઈએ. ડાયાબિટીસના જે દર્દીઓનું હિમોગ્લોબિન લો રહેતુ હોય તેમણે નિયમિત જાંબુના ઠળિયાનું સેવન કરવું જોઈએ.
બ્લડ પ્રેશર ઘટાડે: જાંબુના ઠળિયામાં બ્લડ પ્રેશર ઘટાડવાનો ગુણ રહેલો હોય છે. સંશોધન અનુસાર નિયમિત જાંબુ ખાવાથી બ્લડ પ્રેશર 34.6 ટકા જેટલુ ઘટી શકે છે.
દાંત સંબંધી સમસ્યાઓ: જાંબુની છાલના કાઢાના કોગળા કરવાથી દાઢ પરનો સોજો હળવો બને છે અને હલતા દાંત મજબૂત બને છે. દાંત સંબંધી કોઈ સમસ્યાઓ રહેતી હોય જેમ કે, પાયોરિયા અથવા દાંતમાથી વહેતા રક્ત ને રોકવા માટે જાંબુના ઠળિયાનુ સેવન લાભદાયી છે. જો તમને દાંત કે પેઢામાં દુખાવો કે બ્લીડિંગની સમસ્યા છે તો તમે તેને મંજનની જેમ ઉપયોગ કરો. નિયમિત રીતે આ પાઉડરથી મંજન કરવાથી તમારી સમસ્યા થોડાક દિવસમાં જ સારી થઇ જશે.
ઝાડા અને જૂનો મરડો: વારંવાર થતા ઝાડા અને જૂનો મરડો જેવી સમસ્યા ધરાવતા બીમાર લોકો માટે લાંબા સમય સુધી જાંબુના ઠળિયાનુ ચૂર્ણ છાશ અથવા દહી સાથે દિવસમા એક વાર લેવાથી સારુ પરિણામ આવી શકે છે. તેનાથી સ્વરપેટીને હાનિ પહોંચે છે. કમળો, લીવર તથા બરોળના સોજાને દૂર કરવા માટે જાંબુનું સેવન ખૂબ જ અસરકારક છે.
પીરિયડ્સનો દુખાવો: પીરિયડ્સમાં વધારે બ્લીડિંગ કે દુખાવો થવા પર પણ પાઉડરનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી રાહત મેળવવા માટે જાંબુના ઠળિયા અને પીપળાની છાલને પાઉડર મિક્સ કરીને એક ચમચી દિવસમાં 2-3 વખત ઠંડા પાણી સાથે પીઓ. જે સ્ત્રીઓને પીરિયડ દરમ્યાન વધારે રક્તસ્રાવ થતો હોય છે, તેઓ આ પાવડરમાં 25% પીપળની છાલનો ચૂર્ણ મિક્સ કરીને એક ચમચી ઠંડુ પાણી દિવસ માં 2-3 વખત લેવું જોઈએ. રાહત થોડા સમયમાં દેખાવા માંડશે.
પેટ મા કૃમિ: જો નાના બાળકો ને પેટ મા કૃમિ ની સમસ્યા રહેતી હોય છે તો બાળકો માટે જાંબુ નુ સેવન લાભદાયી છે. કાન મા પરૂ થયુ હોય તો પાકા જાંબુનો રસ બે-બે ટીપા કાનમા નાખવાથી પરૂ બહાર નિકળી જાય છે અને કાનમા દર્દ થતો નથી. નસ્કોરી ફુટે, નાકમાથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાન ના રસના બે ટીપા નાખવાથી લાભ થાય છે. દુઝતા હરસ અને મસામા પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી લાભ થાય છે. જો સ્ત્રીઓને શ્વેત પ્રદરની સમસ્યા રહેતી હોય તો તેમા અંદાજે નાની વાટકી ચોખાના ઓસામણ મા બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખી તેનુ સેવન કરવાથી તુરંત લાભ મળે છે અને આ ઉપાય અસરકારક સાબિત થાય છે.
કિડની સ્ટોન: કિડની સ્ટોન થવા પર જાંબુના ઠળિયાના પાઉડર ખૂબ ફાયદાકારક હોય છે. રોજ સવાર-સાંજ પાણીની સાથે એક ચમચી આ પાઉડરનું સેવન કરો. જેથી કિડનીની પથરીની સમસ્યાથી થોડાક સમયમાં છૂટકારો મળી જશે.
બળતરા કે ઇજા: જો શરીર પર કોઇ ઇજા થઇ હોય કે બળતરા થઇ હોય તો આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને ઇજા પર લગાવવાથી રાહત મળે છે તો સાથે બળતરા પણ ઓછી થઇ જાય છે.
બાવસિર: બાવસિર માટે, તેને ઘણા પાવડર અને દવાઓ દ્વારા છુટકારો મળી શકે છે. પરંતુ તેમાંના કેટલાકની સારવાર એવી છે જે માત્ર ખર્ચાળ નથી. ઉલટાનું, તેઓ રોગને સમાપ્ત કરવામાં અસરકારક નથી. આ સ્થિતિમાં, જાંબુ તેના માટે ખૂબ ઉપયોગી છે. થાંભલાઓમાંથી સૂકાયા પછી તેનાં રસ ઝરતાં ફળોનીના આંતરિક ભાગો બંનેને પીસી લો અને પાવડર બનાવો. આ પાઉડરને નવશેકું પાણી અથવા છાશ સાથે પીવાથી મટે છે. આ સાથે, લોહી ખૂંટોમાં લોહી વહેતું બંધ કરે છે.
પેશાબ મા સુગર નુ પ્રમાણ: જ્યારે પેશાબ મા સુગર નુ પ્રમાણ વધારે હોય અને વારંવાર પેશાબ માટે જવુ પડતુ હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયા નુ આ ચૂર્ણ ૨ ગ્રામ સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી લાભ થાય છે. જાંબુના ઠળિયામા રહેલા ઔષધિય ગુણતત્વો ડાયાબીટીસના દર્દીના પેશાબમા વધતી સુગર લેવલ ના પ્રમાણ મા નોંધપાત્ર ઘટાડો કરે છે. ઘણા નાના બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરે છે. બાળકની આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, તેને દિવસમાં 2-3 વખત આ પાવડરનો અડધો ચમચી કરો. જે લોકોને ડાયસેન્ટ્રીની સમસ્યા હોય છે, તેઓએ આ પાવડર એક ચમચી દિવસ માં 2-3 વખત લેવી જોઈએ.
કમળો, લીવર તથા બરોળના સોજાને દૂર કરવા માટે જાંબુનું સેવન અસરકારક છે. સંગ્રહણીની તકલીફમાં ૧૦ ગ્રામ જાંબુની છાલ અને ૧૦ ગ્રામ આમલીને ૧૦૦ ગ્રામ પાણીમાં ઉકાળો. પ્રવાહી ૨૫ ગ્રામ જેટલું બાકી રહે એટલે ગાળીને પીવું. આ રીતે દિવસમાં બે વખત જાંબુનો કાઢો પીવાથી ઝાડો બાંધવાની અને આંતરડાંની પાચન કરવાની ક્ષમતા વધે છે. દુર્ગંધયુક્ત ઓડકાર આવતા હોય તો જાંબુના રસથી લાભ થાય છે. જો ખાટા ઓડકાર આવતા હોય અને ગળામાં બળતરા થતી હોય તો જાંબુની છાલ બાળીને એક ગ્રામ મધ સાથે લેવાથી લાભ થાય છે.