આપણે ત્યાં ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવામાં આવે છે કારણ કે તે સસ્તી અને સુલભ હોવાની સાથે પોષક તત્વોથી ભરપૂર છે. ડુંગળીમાં પુષ્કળ પોષક તત્વો અને રક્ષણાત્મક સંયોજન હોય છે જે આપણને વિવિધ રોગો સામે લડવામાં મદદ કરે છે. આહારમાં પોતાની રુચિ પ્રમાણે ડુંગળીનો ઉપયોગ કરવાથી બધાં જ પોષક તત્વો મળી રહે છે. ગરમીમાં ડુંગળીનું સેવન કરવાથી લૂ લાગતી નથી અને સૂર્યના ઉગ્ર તાપની શરીર પર માઠી અસર નથી થતી. શિયાળામાં તે શરીરને પોષણ આપે છે અને ચોમાસામાં આહારનાં પાચનમાં સહાય કરે છે. તમે કાચી ડુંગળીના ફાયદા વિશે સાંભળ્યું જ હશે, અમે તમને કાચા ડુંગળીના નુકસાન વિશે જણાવીશું.મિત્રો તમને જણાવી દઈએ કે ખરેખર, કેટલાક વિશેષ લોકોએ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. કાચા ડુંગળીનું સેવન આ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
હૃદયની સુરક્ષા :
કાચી ડુંગળીનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સિવાય કાચી ડુંગળીનું નિયમિત સેવન કરવાથી લોહીની બંધ ધમનીઓ પણ ખુલી જાય છે. ડુંગળી લોહીની ગાંઠને ઓગાળે છે, આથી હૃદય અને મગજની ગાંઠમાં થતા થ્રોમ્બોસીસના હુમલા સામે રક્ષણ આપે છે. આ ગુણ કાચી ડુંગળીના છે. ડુંગળી જઠરાગ્નિ પ્રદીપ્ત કરી પાચનશક્તિ વધારે છે. તે કફનાશક છે, પૌષ્ટિક, શક્તિપ્રદ, સ્નિગ્ધ, તીખી અને મધુર છે. ડુંગળી યકૃતને ઉત્તેજીત કરે છે, હૃદયની ગતિ સમ્યક કરે છે, શરીરની સાતેય ધાતુઓને બળ આપે છે. થાક દુર કરે છે.
બ્લડ પ્રેશર :
કાચી ડુંગળી હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં તમને મદદ કરે છે. આ લોહીની બંધ ધમનીઓને ખોલે છે જેથી હૃદય રોગ થવાની શક્યતા ઓછી થાય છે.
કેન્સર સામે રક્ષણ :
કાચી ડુંગળીમાં સલ્ફર તત્વની માત્રા વધુ હોય છે. સલ્ફર શરીરને પેટ, ફેફસા, બ્રેસ્ટ, પ્રોટેસ્ટ કેન્સરથી બચાવે છે. સાથે જ આ પેશાબમાં થતાં સંક્રમણની સમસ્યાને પણ ખતમ કરે છે.
દાઝયા પર :
ડુંગળીને એક દર્દ નિવારણ ઔષધી પણ માનવામાં આવે છે. તેની તાસીર ઠંડી હોય છે, માટે જ્યારે પણ તમે કોઇ દાઝયા પર લગાવશો તો તમને તરત જ ઠંડક મળશે.
પીરીયડસ દરમ્યાન:
પીરીયડસના સમયે અને બીજા દિવસે મહિલાઓને પેટમાં અને કમર પર કેટલું દર્દ હોય છે એ સમજવું તો મુશ્કેલ જ નહિ પણ નામુમકીન છે. પણ જો આ દિવસોમાં મહિલાઓ ખાવામાં ડુંગળીનો ઉપીયોગ કરે તો તમે આ દર્દથી છુટકારો મેળવી શકો છો.
ડાયાબિટીઝ :
ડાયાબિટીઝ માં કાચી ડુંગળી પણ ફાયદાકારક છે. આજે કે તેનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે. તેથી, ડાયાબિટીસના દર્દીઓને ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમને ડાયાબિટીસ હોય તો દરરોજ એક કાચી ડુંગળી ખાવી જોઈએ. કાચી ડુંગળી શરીરમાં ઈન્સ્યુલિન પેદા કરે છે. જે ડાયાબિટીસના રોગીઓ માટે અત્યંત ફાયદાકારક રહે છે.
કોલેસ્ટરોલ :
કાચી ડુંગળી માં એમિનો એસિડ્સ અને મિથાઈલ સલ્ફાઇડ હોય છે, જે કોલેસ્ટરોલ ઘટાડી ને સારા કોલેસ્ટરોલ ને વધારવામાં મદદ કરે છે. ડુંગળીમાં મિથાઈલ સલ્ફાઈડ અને એમીનો એસિડ હોય છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે.
કબજિયાત :
કાચા ડુંગળીમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે અને તે જે આપણને પેટની અંદર અટવાયેલા ખોરાકને બહાર કાઢવા માં મદદ કરે છે. તે પેટને શુદ્ધ બનાવે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેઓએ ચોક્કસપણે ડુંગળી ખાવી જોઈએ.કબજિયાત દૂર કરે છે. કાચી ડુંગળીમાં રહેલા રેશા પેટની અંદર ચોટેંલા ખોરાકને બહાર કાઢે છે. જેથી પેટ દુરસ્ત રહે છે અને સાફ પણ થઈ જાય છે. જેથી જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ભોજન સાથે રોજ એક કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો.
ખીલ પર :
આજકાલની યુવા પેઢીની ખાનપાનને લીધે ખીલ થવા જેવી પરેશાનીઓ સામાન્ય બની ચુકી છે. તેનાથી બચવા માટે પાણીમાં ડુંગળીનો રસ ઉમેરીને તેનાથી ચહેરો ધોવાનો શરુ કરી દો. એક અઠવાડિયામાં કર્ક દેખાવો શરુ થઇ જશે.
કફ દૂર કરે :
જો તમને શરદી, કફ અથવા ગળામાં ખરાશની સમસ્યા રહેતી હોય તો તાજી ડુંગળીનો રસ પીવાથી ચોક્કસ ફાયદો થશે. રસમાં ગોળ અથવા મધ મિક્ષ કરીને પણ પી શકાય છે. આ સાથે શિયાળામાં દરરોજ કાચી ડુંગળી ખાવાથી શરદીમાં રાહત રહે છે.
તાવ આવવા પર :
જો તમે લગાતાર તાવ આવવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા પગના મોજામાં ડુંગળીનો ટુકડો મુકીને સુવું જોઇએ. ડુંગળી તમારા શરીરના તાપને કમ કરી શકે છે. 10 થી 12 કલાકમાં તાવ બંધ થઇ જશે.
છાલાઓ પર :
જો તમારા પગમાં છાલા પડી ગયા છે, અને જો તેના લીધે ચાલવા-કરવામાં દિક્કત આવતી હોય તો છાલાનાં સ્થાન પર ડુંગળીનો રસ લગાવો. આવું 5 દિવસ સુધી કરવાથી છાલા ગાયબ થઇ જશો.
નાકમાંથી લોહી પડવું :
જો નાકમાંથી લોહી પડતું હોય તો કાચી ડુંગળી કાપીને સૂંઘવાથી લોહી નિકળતું બંધ થઈ જશે. આ સાથે જો તમને હરસ-મસાની સમસ્યા હોય તો રોજ એક સફેદ કાચી ડુંગળી ખાવાનું શરૂ કરી દો. તમારી સમસ્યા દૂર થઈ જશે.
આ 2 લોકોએ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ :
લીવર ની સમસ્યા :
જેઓ ને લીવર ની સમસ્યાથી પીડિત છે તેઓને કાચી ડુંગળી ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમના માટે કાચા ડુંગળીના સેવનને ઝેર માનવામાં આવે છે. કાચી ડુંગળી લીવરની સમસ્યાને વધારે છે જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.જો તમે લીવર ની કોઈ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો આજે કાચી ડુંગળી ખાવાનું બંધ કરો.
એનિમિયા :
આ સિવાય જે લોકો એનિમિયા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓએ પણ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. એનિમિયાને કારણે વ્યક્તિ ‘એનિમિયા’ નામની બીમારીથી પીડાય છે.આ રોગમાં, આયર્નની ઉણપ હોય છે, જે લોહીનું નિર્માણ ઘટાડે છે જો તમારા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તો હવે કાચી ડુંગળીનું સેવન બંધ કરો. કાચી ડુંગળી ખાવાથી લોહીનું સ્તર નોંધપાત્ર રીતે ઓછું થાય છે,અને તે જે ઘણી સમસ્યાઓનું કારણ બને છે.