“જે ખાઈ દુધી એને આવે બુદ્ધિ” આવી કહેવત ગુજરાતી માં છે.તો ચાલો આપણે આજ જાણીએ કે દુધી કેવી રીતે ઉપયોગી છે. દુધી માં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. જે ઘણા બધા રોગોમાં ઉપયોગી છે. દુધી એન્ટી એન્જીંગ એજન્ટ જેવી કામ કરે છે. તે વધતી ઉંમર રોકવામાં ફાયદાકારક છે. ચામડી ને કરચલી માંથી બચાવવા પણ ઉપયોગી છે. તમે દુધી નું જ્યુસ પણ પી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ કે દુધી કેવી રીતે ઉપયોગ માં આવે છે અને તેના લીધે શું ફાયદા થાય છે.
ત્વચા ને સુંદર બનાવે :
ત્વચાને ડાઘ વિનાની બનાવવા માટે તમે ફેસ પેક બનાવી શકો છો. તેના માટે દુધીનું એક મિશ્રણ બનાવી તેની અંદર મધ તથા કાકડીને મિશ્રણને ભેગુ કરી ચહેરા પર લગાવવાથી ત્વચામાં ગ્લો આવે છે અને ડાઘ દૂર થાય છે.
ખરતા વાળ અટકાવવા :
આજ કાલ દરેક ને એક જ સમસ્યા હોય છે કે વાળ બહુ ખરે છે. વાળ ખરવાની તકલીફ ને રોકવા માટે દુધી નો ઉપયોગ લાભદાયી છે. તમે તેનો ઉપયોગ તેલ બનાવી ને પણ કરી શકો છો.
હાર્ટએટેક થી બચવા માટે :
દુધી ની છાલ ઉતાર્યા વગર ધોઈને કાપી ને ગ્રાઈન્ડર ની મદદ થી પીસી ને ૩-૪ ફુદીના ના પાન અને તુલસી ના પાન નાખો. ત્યારબાદ પીસેલી દુધી ને એક પાતળા કપડાથી ગાળી તેનો રસ કાઢી લો. પછી તેમાં થોડું પાણી મેળવીને લો. આ રસ માં મરી અને સિંધવ ભેળવી લો. હવે આ બનેલા જ્યુસ ને ભોજન કરવાના કલાક પછી સવારે ,બપોરે અને રાત્રે ત્રણ વખત લો. શરૂઆત માં થોડો ઓછો રસ લો. ધીમે ધીમે તેની માત્રા વધારતા જાઓ. આ જ્યુસ હાર્ટ માટે બહુ લાભદાયી છે.
વજન ઘટાડવામાં મદદરૂપ :
શું તમે જાણો છો દુધી ના જ્યુસ માં કેલેરી અને ફેટ ખુબ જ ઓછા માત્રા માં હોય છે. જે લોકો ને જડપથી વજન ઘટાડવું છે તેમના માટે દુધી નું જ્યુસ બહુ જ લાભદાયક છે.
શરીર ને તાજગી આપે :
ખાલી પેટે એક ગ્લાસ દુધી નું જ્યુસ પીવાથી તમને તાજગી અને શક્તિ નો અનુભવ થશે. જ્યુસ માં ૯૯ %પાણી હોય છે. જે શરીર માંથી ટોનીક્સ બહાર કાઢે છે અને શરીર ને ઠંડક મળે છે. તેના લીધે તાજગી નો અનુભવ થાય છે.
બળતરા ઓછી થાય :
ગરમીની ઋતુ માં ત્વચા સાથે જોસયેલ સમસ્યા જોવા મળે છે. ઘણી વાર બળતરા પણ થાય છે. જો તમને ત્વચા માં બળતરા થતી હોય તો દુધી ની છાલ ને ત્વચા પર લગાવો. ત્વચાની બળતરા એકદમ ઓછી થઇ જશે. જયારે છાલ સુકાઈ જાય ત્યારે તેને પાણી ની મદદ થી સાફ કરી લો. દિવસ માં આવું બે વખત કરવાથી ત્વચાની બળતરા માં તુરંત રાહત મળશે.
બવાસીર માં આરામ :
બવાસીર એટલે પાઈલ્સ થવા પર જો દુધી ની છાલ ખાવામાં આવે તો બવાસીર બરાબર થઇ જાય છે. બવાસીર થવા પર તમે રોજ દુધી ની છાલ નો પાવડર ખાઓ. પાઉડર બનાવવા માટે દુધી ની છાલ કાઢી ને તેને તડકામાં સુકવી લો. સુકાઈ જાય પછી તેને પીસી લો. આ પાઉડર ને રોજ સવારે પાણી સાથે લેવાથી બવાસીર માં રાહત મળશે. જો તમે ઈચ્છો તો આ પાઉડર માં થોડું મીઠું પણ નાખી ને ઉપયોગ માં લઇ શકો છો.
એસીડીટી માં રાહત :
દુધીનો રસ અને બે ચમચી મધ મિક્સ કરી ને પીવાથી શરીર માં રહેલું એસિડ કંટ્રોલ માં આવે છે. જેના લીધે એસીડીટી ની સમસ્યા થતી નથી.
લીવર માટે ઉપયોગી :
દૂધીનો રસ અને મધ બંને મિક્સ કરી એક સાથે પીવાથી લીવર માંથી ટોક્સિન્સ બહાર નીકળી આવે છે. જેનાથી લીવર ખરાબ થવાનો ખતરો ઓછો થાય છે.