ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર અને ચીનમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે.
જાયફળનાં વૃક્ષોને ગોળાકાર અને કંઈક લાંબાં ફળ આવે છે. એને જ જાયફળ કહીએ છીએ. આ જાયફળની ઉપર પીળા રંગનું, પાતળું, જાળીદાર આવરણ હોય છે. જે સુકાવાથી ફાટીને છૂટું પડી જાય છે. આ આવરણને જાવંત્રી કહે છે.
આયુર્વેદ પ્રમાણે જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, હૃદયરોગ, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે. જાવંત્રી સ્વાદમાં મધુર અને તીખી, ગરમ, હલકી, રુચિકારક, ત્વચાનો વર્ણ સુધારનાર, કામોત્તેજક તથા કફ, ખાંસી, દમ ઊલટી, કૃમિ અને આંતરડાનાં જૂનાં દર્દોને મટાડનાર છે.
રાસાયણિક દૃષ્ટિએ જાયફળ-જાવંત્રીમાં એક ઉડનશીલ તેલ, એક સ્થિર તેલ, પ્રોટીન, સ્ટાર્ચ, ખનિજદ્રવ્યો વગેરે રહેલાં છે. સ્થિર તેલમાં એક સુગંધિત દ્રવ્ય રહેલું હોય છે. જે જાયફળને તેની વિશિષ્ટ સુગંધ આપે છે.
ઘણાં લોકો મુખ-દુર્ગંધથી પીડાતા હોય છે. એમના માટે જાયફળ ઉત્તમ પરિણામ આપનાર છે. મુખમાંથી દુર્ગંધ આવ્યા કરતી હોય તેમના માટે શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ, સુગંધી વાળાનું ચૂર્ણ ૫૦ ગ્રામ અને ચંદનનું ચૂર્ણ ૫૦ ગ્રામ લઈ બરાબર મિશ્ર કરી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ મધમાં મિશ્ર કરીને ચાટી જવું. સાથે રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ કે હરડે ચૂર્ણ લઈ પેટ સાફ રાખવું. એકાદ સપ્તાહ સુધી આ ઉપચાર કરવાથી ઘણો લાભ જણાશે.
રાત્રે બરાબર ઊંઘ ન આવતી હોય તેમને શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ, અશ્વગંધાનું ચૂર્ણ ૫૦ ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ ૩૦ ગ્રામ, જટામાસીનું ચૂર્ણ ૧૫ ગ્રામ અને સર્પગંધાનું ચૂર્ણ એક ગ્રામ લઈ, બરાબર મિશ્ર કરી લેવા. આ મિશ્રણના દસ સરખા ભાગ કરી રોજ રાત્રે એક ભાગ ચૂર્ણ મધ અથવા ઘીમાં મેળવીને ચાટી જવું. ઉપર ભેંસનું દૂધ પીવું. દિવસના ઉપચારથી અનિદ્રાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે.
જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક છે. જેમને જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે. જાયફળ ન હોય તો તેના બદલે જાવંત્રીના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે.
પાચન સંબંધી વિકારોમાં કારગર-ગેસ બનવા કે પેટ ફૂલવા જેવી સમસ્યાઓના ઈલાજ માટે બે ચમચી જાયફળ પાવડર અને એક ચોથાઈ ચમચી આદુના પાવડરનુ મિશ્રણ બનાવો. ભોજન કરવાના થોડા સમય પહેલા તેનુ 1/8 ચમચી પાવડર હળવા ગરમ પાણી સાથે લો. 3-4 નાની ઈલાયચી, સૂંઠ પાવડર અને એક ચપટી જાયફળ નાખીને હર્બ ચા પીવી લાભકારી છે.
ઝાડાની સારવારમાં એક ચમચી ખસખસ, બે મોટી ચમચી ખાંડ, અડધી ચમચી ઈલાયચી અને જાયફળ વાટી લો. દર બે કલાકમાં એક ચમચી તૈયાર પાવડરનુ સેવન કરો. ઉલટી જેવુ લાગવુ અને અપચાની સ્થિતિમાં એક ચમચી મધ સાથે 3-4 ટીપા જાયફળનુ તેલ મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળે છે.
શરદી અને તાવ માટે જાયફળ શ્રેષ્ઠ આયુર્વેદિક દવા માનવામાં આવે છે.આ માટે જાયફળ અને જાવિત્રીને એકસાથે ભેળી ને પીસી દો.હવે તેને કાપડમાં બાંધી અને સૂંઘવાથી તાવમાં રાહત મેળવવામાં મદદ કરશે.જો આ મિશ્રણને મધ સાથે મિશ્ર કરીને તેને પાણીથી લેવાથી શરદી તાવ અને ઉધરસ જેવા રોગોથી છુટકારો મેળવી શકો છો.
જાયફળ હરસમાં રામબાણ સાબિત થાય છે.આ માટે નિયમિતપણે જાયફળનો ઉપયોગ કરવો જોઈએ.તેનો વપરાશ કરવા માટે, જાયફળને દેશી ઘીમાં ભેળી દો અને પછી ખાઓ.હવે તેને પીસી લો અને તેને લોટમાં ભેળી દો.મિશ્રણ તૈયાર કર્યા પછી ફરીથી તેને દેશી ઘી માં શેકો અને ખાંડ સાથે રોજ સવારે ખાલી પેટ એક ચમચી પીવો.આ મિશ્રણનો નિયમિત વપરાશ કરવાથી હરસના રોગથી છુટકારો મેળવશે.
જો સાંધા નો દુખાવો અથવા સંધિવાથી પીડાતા હોવ તો જાયફળનું તેલ નીકળી લો અને રોગગ્રસ્ત અંગો પર મસાજ કરો. આ ઉપરાંત, જાયફળનો ઉકાળો બનાવી અને તેમાં લવિંગ ભેળવીને પીવાથી આ સમસ્યાને મૂળ માંથી દૂર કરે છે. માથાનો દુખાવો ટાળવા માટે જો જાયફળ દૂધમાં ઉમેરી ને તેલ ની જેમ માથામાં લગાવવામાં આવે છે, તો તરત જ માથાના દુખાવામાં રાહત મળશે.