એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે.
કહેવાય છે કે પ્રાચીનકાળમાં લોકો જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાતા હતા. તેના પાચન માટે ત્યારે એપેન્ડિક્સ અગત્યનો ભાગ ભજવતું હતું. એની લંબાઇ એ વખતે વધારે હતી.
સમયમાં પરિવર્તન આવતા સેલ્યુલોઝનું પ્રમાણ ઘટતું ગયું તેના લીધે એપેન્ડિક્સની લંબાઇ ઘટતી ગઇ. હવે તેની લંબાઇ ઘટીને આશરે બે થી ત્રણ ઇંચની થઇ ગઇ છે.
સ્ટુલનો કડક ભાગ અથવા અનાજનો કણ એપેન્ડિક્સના હોલમાં ફસાઇ જાય ત્યારે એમાં ઇન્ફેક્શન થઇ શકે છે તથા સોજો આવી શકે છે. આ ઉપરાંત વારંવાર જંકફૂડ ખાવાથી એમાં રહેલા બેક્ટેરિયા આ સમસ્યા જન્માવવા માટે કારણભૂત હોઇ શકે છે. બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી દ્વારા એપેન્ડિક્સમાં તકલીફ છે કે કેમ તે જાણી શકાય છે.
જ્યારે કોઈ વ્યક્તિને પેટની નીચેની તરફ જમણી બાજુ સખત દુખાવો થતો હોય તો એ ક્લિનિકલી ચેક કરીને સમજી શકાય છે કે આ એપેન્ડિક્સ હોઈ શકે છે.
આ સિવાય કોઈની ભૂખ મરી જાય, પેટના દુખાવા સાથે ઊલટી કે ઊબકાની તકલીફ હોય, પેટ પર સોજો દેખાતો હોય, તાવ આવે કે પછી તાવ જેવું લાગે, સ્ટૂલ પાસ કરવામાં તકલીફ લાગે, ગેસ સરળતાથી પાસ ન થઈ શકે તો એપેન્ડિસાઇટિસ હોઈ શકે છે. એનું સૌથી મહત્વનું લક્ષણ છે પેટનો દુખાવો.
એપેન્ડિસાઇટિસમાં જુદાં-જુદાં કારણોસર સોજો આવી શકે છે અને જો ફક્ત સોજો જ આવ્યો હોય તો કદાચ આ રોગ એટલો ગંભીર બનતો નથી. પરંતુ જો એમાં બ્લોક વધુ માત્રામાં હોય ત્યારે એ ગંભીર બને છે.
જો સામાન્ય વાઇરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો પણ એપેન્ડિક્સ પર આ ઇન્ફેક્શનની અસરના રૂપે સોજો આવી શકે છે. પરંતુ આ સંજોગોમાં ઇન્ફેક્શનનો જ ઇલાજ કરવાનો હોય છે અને એની મેળે આ પ્રોબ્લેમ ઠીક થઈ જાય છે. આ સિવાય ટીબી હોય તો પણ એવું બની શકે કે એપેન્ડિક્સમાં સોજો આવી જાય. આ ટીબી આંતરડાનો ટીબી હોય છે જેની અસર એપેન્ડિક્સ પર પણ થાય છે.
અપેંડિક્સ પેટના જમણી બાજુ નીચલા ભાગમાં એક આંતરડુ હોય છે. જે શાકભાજીના સૈલ્યૂલોજને પચાવવાનુ કામ કરે છે. આ આંતરડાનો એક ભાગ ખુલ્લો હોય છે અને બીજો બંધ હોય છે.
જ્યારે ખાવાનુ અપેંડિક્સમાં જમા થાય છે તો તે સાફ નથી થઈ શકતુ જેનાથી ઈંફેક્શન થઈ જાય છે. તકલીફ વધવાથી તેમા સોજો આવી જાય છે અને અસહનીય દુખાવો થાય છે. યોગ્ય સમય પર તેનો ઈલાજ ન કરવાથી ઓપરેશન પણ કરાવવુ પડે છે.
એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર, શેકેલી હિંગ એક રતીભાર લઇ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.
એક કપ જેટલા પાણીમાં પા થી અડધી ચમચી જેટલું કરિયાતાનું ચૂર્ણ રોજ રાત્રે પલાળી રાખવું. સવારે નાસ્તો કરતાં પહેલાં આ દ્વવ્ય પી જવું. બે અઠવાડિયા સુધી આ ઉપચાર કરવાથી પેટના કૃમિ મટી જશે. કૃમિ પણ એપેન્ડિક્સ થવામાં કારણભૂત છે.
મેથીનો પાઉડર પા તોલો સાકર સાથે રોજ સવારે ખાવાથી એપેન્ડિક્સના સોજામાં ફાયદો થાય છે.ભોજન કરતાં પહેલાં આદું, લીંબુ અને સિંધવ ખાવાથી આંત્રપૂચ્છ પ્રવાહમાં લાભ થાય છે.
કારેલાંનાં પાનના રસમાં સિંધવ મીઠું નાખીને આપવાથી પેટની પીડામાં રાહત થશે.બે ગ્રામ સૂંઠ તથા એક એક ગ્રામ સિંધવ અને હિંગ વાટીને પાણી સાથે લેવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થશે.
નિયમિત રીતે ત્રણ મિનિટ પાદ પશ્ચિમોત્તાનાસન કરવાથી એપેન્ડિક્સનું શૂળ મટી જાય છે.કડવા લીમડાનાં પાનને બાફી લો. તે સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઊતરી જાય છે.
ત્રણ દિવસ સુધી આહાર લેવો નહીં. પ્રવાહી પર રહેવું. ચોથા દિવસે મગનું પાણી અડધી વાટકી લેવું. પાંચમા દિવસે એક વાટકી મગનું પાણી લેવું. છઠ્ઠા દિવસે મગ એક વાટકી અને સાતમા દિવસે ભૂખ પ્રમાણે મગ ખાવા. આઠમા દિવસે મગ અને ભાતનો ખોરાક લેવો. નવમા દિવસથી શાક, રોટલી શરૂ કરવા. આ પ્રયોગ કરવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થાય છે.
દુખાવાથી રાહત મેળવવા માટે હંમેશા પેટ સાફ રાખવુ જોઈએ. પેશાબને વધુ સમય સુધી રોકી રાખવી પરેશાનીનું કારણ બની શકે છે. એલોવેરા જ્યુસ દ્વારા પણ અપેંડિક્સના દુખાવામાં છુટકારો મેળવી શકાય છે. રોજ એલોવેરા જ્યુસ પીવાથી આંતરડામાં જમા ગંદકી સાફ થઈ જાય છે. જેનાથી પેટમાં ઝેરીલા તત્વો પેદા થતા નથી.
રોજ જમતા પહેલા ટામેટા અને આદુ પર સંચળ નાખીને ખાવાથી પણ ખૂબ લાભ થાય છે. તેનાથી ખાવાનુ સહેલાઈથી પચી જાય છે અને આંતરડામાં જામતુ નથી. અપેંડિક્સની સમસ્યા થતા કાચુ દૂધ ક્યારેય ન પીવુ જોઈએ. હંમેશા ઉકાળીને જ તેનુ સેવન કરવુ જોઈએ.
ખાટા અને મસાલેદાર ભોજન ખાવાથી ખૂબ પરેશાની થઈ શકે છે. તેનાથી પેટમાં ગેસ થઈ જાય છે અને દુખવો શરૂ થઈ શકે છે. તેથી અપેંડિક્સ થતા સાદુ ખાવુ જ આરોગ્ય માટે લાભકારી હોય છે. સવારે ખાલી પેટ પાણી સાથે લસણની 2-3 કળીઓ ખાવાથી ખૂબ રાહત મળે છે.
રોજ છાશમાં સંચળ નાખીને પીવી આ બીમારીમાં ખૂબ અસરદાર સાબિત થાય છે. ફાઈબર યુક્ત ફળ, શાકભાજીઓ ખાવી અને વધુમાં વધુ પાણી પીવાથી આ સમસ્યામાં ખૂબ લાભકારી હોય છે.