ચ્યવનપ્રાશ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી છે. ચ્યવનપ્રાશનાં ચમત્કારી ગુણો વિશે કોણ નથી જાણતું. તેને બનાવવા માટે અનેક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે જે ખાવાથી શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.
ચ્યવનપ્રાશ નું નિયમિત સેવન કરવાથી જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળુ હોય અથવા તો તેને ઠંડી વધારે લાગતી હોય તો સૌથી પહેલા તેને ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવે છે.
ચ્યવનપ્રાશનું સેવન શરદી-ખાંસી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે અને તે ઈમ્યૂનિટી પણ ઝડપથી વધારે છે.ચ્યવનપ્રાશ ખાવાથી ડાઈજેશન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને પાચન મજબૂત બને છે. સાથે જ કબજિયાતની સમસ્યામાં પણ લાભ થાય છે. ચ્યવનપ્રાશ ખાવાથી ફેફસાં સંબંધી રોગો થતાં નથી. સાથે અસ્થમા અને શ્વાસની તકલીફમાં પણ તે લાભકારી છે.
ચ્યવનપ્રાશ ખાવાથી બાળકો અને મોટાઓ બધાંની મેમરી શાર્પ થાય છે અને બ્રેન ફંક્શન સુધરે છે. તેમાં રહેલાં હર્બ્સ બ્રેઇનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.ચ્યવનપ્રાશ વજન ઉતારવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલાં હર્બ્સ મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે.
આયુર્વેદ મુજબ ચ્યવનપ્રાશ ખાવાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે અને હાર્ટ સંબંધી રોગો થવાનો ખતરો પણ ઘટે છે.ચ્યવનપ્રાશ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડપ્રેશર પણ નોર્મલ રહે છે.
ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીરમાં ગરમાહટ પેદા થાય છે. અને ઠંડીના દુષ્પ્રભાવથી બચી શકાય છે.આ ઉપરાંત તેનાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે અને બીમારીઓ દૂર રહે છે. શરદી ખાંસી તાવ અને કફ થવા પર તે ફાયદાકારક રહે છે. શરદીમાં રોજ સવારે અને સાંજના સમયે ખાવાથી ઠંડીમાં પેદા થવા વાળી બીમારી નથી થતી.
ચ્યવનપ્રાશમાં આમળાનો ઉપયોગ વધુ થતો હોવાથી તેના સેવનથી શિયાળામાં સ્કીન પણ ડ્રાય નથી થતી.ચ્યવનપ્રાશ ખાવાથી કબજીયાત સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને પાચન મજબૂત બને છે.
ચ્યવનપ્રાશમાં આમળા અને અન્ય જડીબુટ્ટીઓ હોય છે. જે શરીરમાં વિટામિન અને મિનરલ્સ આપે છે. અને તેનાથી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. સેક્સ પાવર પણ સારો થાય છે.
જો વાળ સફેદ થાય છે તો ચ્યવનપ્રાશ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે રોજ ખાવાથી સફેદ થતા વાળને કાળા કરવાની ક્ષમતા રાખે છે. તેનાથી નખ પણ મજબુત થાય છે.
માસિક અનિયમિત આવતું હોય તો તેના માટે પણ ચ્યવનપ્રાશ ખાવું ફાયદાકારક સાબિત થાય છે. માસિક ધર્મ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આંતરિક અંગોની સફાઈ કરીને હાનિકારક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.બ્લડપ્રેશરના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
ચ્યવનપ્રાશમાં અનેક હર્બ્સ હોવાથી તેને ખાવાથી ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. જેનાથી સ્કિન ગ્લોઈંગ અને હેલ્ધી બને છે. ચ્યવનપ્રાશમાં અનેક એવી જડીબુટ્ટીઓ હોય છે જે સેક્સુઅલ પ્રોબ્લેમ્સને દૂર રાખે છે અને ફર્ટિલિટી પણ વધારવામાં મદદ કરે છે.