ઊંઘ મગજને રિચાર્જ કરવાનું કામ કરે છે. મગજની અંદર અલગ અલગ રસાયણો હોય છે, જેને બેલેન્સ કરવા માટે પણ પૂરતી ઊંઘ જરૂરી છે. મગજમાં આવેલા જ્ઞાનતંતુઓનાં રિપેરિંગ અને નવા ન્યૂરોન્સના નિર્માણનું કામ પણ ઊંઘ દરમિયાન થતું હોય છે. પરંતુ અત્યારે મોટાભાગના લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
ઊંઘવા અને જાગવામાં તકલીફ થતી હોય તેને સ્લીપ ચેક ડિસ્ટર્બન્સ કહેવાય છે. તેમાં વ્યક્તિનું ઊંઘવાનું અને જાગવાનું ચક્ર બરાબર રીતે જળવાય નહીં. તે ઉપરાંત ઊંઘ ન આવવાનાં ઘણાં બધાં કારણો હોય છે, જેમ કે, એન્ક્ઝાઈટી, ડિપ્રેશન, એન્વાયર્નમેન્ટ ચેન્જ થવાને કારણે, સ્કિઝોફ્રેનિયાના દર્દીઓમાં પણ ઊંઘની સમસ્યા જોવા મળે છે.
સૂતાં પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ માથામાં તેલ નાખવાથી ઊંઘ આવે છે. અથવા ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે. કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.
પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે. ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે. કુમળા રીંગણને શેકી, મધમાં મેળવી સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે. વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે. શેકેલા જાયફળનું ચૂર્ણ 10 ગ્રામ, અશ્વગંધાનું ચૂર્ણ ૫૦ ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ ૩૦ ગ્રામ, જટામાસીનું ચૂર્ણ ૧૫ ગ્રામ અને સર્પગંધાનું ચૂર્ણ એક ગ્રામ લઈ, બરાબર મિશ્ર કરી લેવાં. આ મિશ્રણના દસ સરખા ભાગ કરી રોજ રાત્રે એક ભાગ ચૂર્ણ મધ અથવા ઘીમાં મેળવીને ચાટી જવું. ઉપર ભેંસનું દૂધ પીવું. દસ દિવસના ઉપચારથી અનિદ્રાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે.
જાયફળ અનિદ્રાને ભગાડે છે. જો રોજ રાત્રે નવશેકા દૂધમાં જાયફળનો પાવડર નાખીને પીશો તો ઊંઘ સારી આવશે. દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળી પીવાથી ઊંઘ આવે છે. રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.
૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અથવા ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે. વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ બે ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
ડિસઑર્ડર માટે રિલેક્સ થવાનું શીખવું જોઈએ. તે ઉપરાંત બે વસ્તુઓ છે એક દવા દ્વારા ઊંઘ લઈ શકાય છે, જેને સ્લીપ મેડિસિન કહેવાય છે. બીજું છે સાયકોથેરાપી દરરોજ ઓછામાં ઓછી એક કલાક કસરત કરવી. પ્રાણાયામ-મેડિટેશન પણ જરૂરી છે. રાત્રે હળવો, પૌષ્ટિક ખોરાક લેવો. સતત સ્ક્રીનની સામે ન રહેતા લોકોને જલદી ઊંઘ આવે છે.
ઊંઘ લાવવા માટે ડીપ બ્રીધિંગ એક્સર્સાઈઝ જરૂરી છે, એટલે કે ડીપ બ્રીધ ઇન અને બ્રીધ આઉટ કરવું જરૂરી છે. શરીર રિલેક્સ થાય તો મન રિલેક્સ થાય અને તેનાથી જલદી ઊંઘ આવે છે. સવારે ઊઠીને કેળું ખાતા લોકોને સૌથી સારી ઊંઘ આવે છે.
આ ઉપરાંત, ઊંઘવાની જગ્યા બદલવી ન જોઈએ, જ્યાં ઊંઘતા હોય ત્યાં જ સૂવું જોઈએ. તેમજ હળવું ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળવાથી પણ ઊંઘ આવી જાય છે. આમ છતાં જો ઊંઘવામાં તકલીફ થતી હોય તો સાયકોલોજિસ્ટનો સંપર્ક કરવો જરૂરી છે.
‘સ્ક્રીન ડાયેટિંગ’ કરવું જોઇએ. રાત્રે ઊંઘતી વખતે મોબાઇલ દૂર રાખવો. ઊંઘમાંથી અચાનક જાગી જતા લોકોએ સાઇકોલોજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કે થેરપી લેવી જોઇએ, કેમ કે તેમના અચેતન મનમાં ડિસ્ટર્બ કરનારી ઘણી બાબતો ધરબાયેલી હોઈ શકે છે, તેને દૂર કરવી જરૂરી છે.
ઊંઘવાના બે-ત્રણ કલાક પહેલાં ભારે ખોરાક ન લો, કોઇપણ હેવી એક્સર્સાઇઝ પણ ન કરો. દારૂ, સ્મોકિંગ, તમાકુનાં વ્યસનોથી દૂર રહો. સૂવા માટે જ પથારી પર જાઓ. પથારીમાં ખાવું, રમવું, મોબાઇલ વાપરવા જેવી એક્ટિવિટી ન કરવી.
સૂવાના પલંગ પર કંઈ કેટલાય કપડાં પડયા હોય, તો પલંગ સાફ કરો. રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય,શ્વાસ લેવામાં તકલીફ થાય તો બારીઓ ખોલો આજુબાજુ કયાંયથી દુર્ગધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતો થતી હોય,તો આ બધાનો ઈલાજ કરો.
રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ આંખો મિંચાતી નથી, સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની બાબતો ઉંઘ સાથે સીંધો સંબંધ ધરાવે છે. ઊંઘ પહેલાં નાહવું અને હળવું ગરમ પાણી પીવાથી ઊંઘ સારી આવશે.