કીવી લગભગ દરેક ઋતુમાં મળતુ ફળ છે. પરંતુ ઓછા પ્રમાણમાં મળે છે. આ ફળ દેખાવમાં ભલે ઓછું આકર્ષિક લાગે પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો શરીરમાં સેલ્સની ઉણપ થઇ જાય તો ડોક્ટર આ ફળ ખાવાની સલાહ આપે છે. તે સિવાય કીવી ખાવાથી કેટલીક અન્ય બિમારીઓ પણ દૂર કરી શકાય છે.
કીવી ફળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ‘એ’, બી6, બી12 અને કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વ મળી આવે છે જે શીરીરને દરેક પ્રકારની તકલીફમાંથી બચાવવામાં મદદ કરે છે, તેથી કીવી ફળ ખાઈને દાંતની તકલીફ, લોહી સર્ક્યુલેશન અને ચિંતા જેવી ગંભીર તકલીફોથી રાહત મેળવી શકાય છે.
કીવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખીને ગંભીર બિમારીઓથી દૂર રાખે છે. તેના સેવનથી લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક અન્ય કેટલીક ગંભીર બિમારીઓથી દૂર રહી શકાય છે. કીવીમાં રહેલા તત્વ બ્લડ ક્લોટિંગ એટલે નસમાં લોહી જામવાથી રોકી શકે છે. જેનાથી કેટલીક સમસ્યાઓ દૂર થાય છે અને કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ બચી શકાય છે.
કીવીમાં લ્યૂટિન મળી આવે છે, જે સ્કીન અને ટિશૂઝ ને સ્વસ્થ રાખે છે. કીવી ખાવાથી આંખોની ઘણી બિમારીઓ દૂર થઇ જાય છે. આ ઉપરાંત કીવીમાં ભરપૂર વિટામીન એ મળી આવે છે જે આંખોની રોશની વધારવામાં મદદરૂપ સાબિત થાઈ છે.
ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં શરીરમાં લોહીની પ્લેટસ માં ઉણપ થવા લાગે છે. કીવી ફળ ખાવાથી લોહીમાંથી ઓછા થતા લોહીની પ્લેટની સંખ્યા ને વધારી શકાય છે. તેથી ડોક્ટર લોહીની પ્લેટ ને નીચે જતા આંકડા ને વધારવા માટે રોજ દિવસમાં 2 કીવી ખાવાની સલાહ આપે છે. ડેંગ્યું અને ચીકનગુનિયા થાય તો કીવી ફળ ખાવાથી બીમારી સામે લડવામાં મદદ મળે છે. તેથી ડેંગ્યું ના તાવમાં કીવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
કીવી અનિદ્રામાં પણ રાહત આપી શકે છે. તે સેરોટોનિન અને ફોલેટથી સમૃદ્ધ છે, જે અનિદ્રા અને ન્યુરોસાયકિયાટ્રિક સમસ્યાઓથી રાહત આપે છે. જો સૂવાના સમયે એક કલાક પહેલાં એક કે બે કીવી ખાવામાં આવે તો નિંદ્રાની ગુણવત્તામાં સુધારો થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં ઘણા હાર્મોનલ ફેરફાર આવે છે. તેના કારણે તેમની પાચનશક્તિ પણ પ્રભાવિત હોય છે અને કબજિયાત જેવી પરેશાનીઓ સામાન્ય થઈ જાય છે. એવામાં કીવી ખાવાથી પેટ સંબંધિ ઘણી સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે.
કીવી ફળ નું નિયમિત સેવનથી પાચનતંત્ર મજબુત બને છે અને ભોજનને પચાવવામાં સરળતા થાય છે કેમ કે કીવીમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે પાચનમાં મદદ કરે છે. કીવી ફળને ખાવાથી કબજીયાતની તકલીફ થતી નથી.
કીવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. જેથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. કીવીના સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થાય છે અને કાર્ડિયોવસ્કુલર રોગોથી બચી શકાય છે. તે સિવાય કીવીમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ હોય છે. જેનાથી સૂજનની સમસ્યા દૂર થાય છે.
આ ફળમાં હાજર વિટામિન, ખનીજ, એન્ટીઓક્સીડેન્ટ અને પોલીફેનોલ હૃદય સંબંધી બીમારીઓના ખતરાને ઘટાડે છે. દરરોજ કીવીનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે અને તેની બીમારીઓથી બચાવે છે. જો પૂરતી ઉંઘ ન આવતી હોય તો કીવીનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારું મન શાંત રહેશે અને ઉંઘ પણ સારી આવશે. કીવી ખાવાથી ઉંઘની ક્લોરીટી 5 થી 13 ટકા સારી થઇ જાય છે.
કીવીમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં પણ રાખે છે. કિવિનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું થાય છે અને રક્તવાહિની રોગો સામે રક્ષણ મળે છે. આ સિવાય, કીવીમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે, જે બળતરાની સમસ્યાને દૂર રાખે છે.
કીવી ઇમ્યુનીટી અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ખરેખર તેમાં વિટામિન-સી અને અલગ-અલગ પોલીફેનોલ હોવાના કારણે ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે. એટલા માટે દરરોજ કીવીનું સેવન કરવું અનિવાર્ય બને છે.
કીવીમાં એન્ટીઓક્સીડેંટ અને વિટામીન ‘ઈ’ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. તેના સેવનથી શરીરમાં ઈમ્યુનીટી વધે છે અને સ્કીન સેલ્સને તે ડેમેઝ થવાથી બચાવે છે. જેના લીધે સ્કીન લાંબા સમય સુધી હમેશા તાજી જોવા મળે છે. એટલે કે કીવી ફળ ખાવાથી ચહેરા અને સ્કીન ઉપર વધતી ઉંમરની અસરને ઓછી કરી શકાય છે.