શિયાળાની ઋતુમાં સવાર અને સાંજની હળવી ઠંડીથી વાતાવરણ વધુ સુખદ બન્યું હોય છે. મોટાભાગના લોકોને ઠંડા હવામાન ગમતા હોય છે. આનું મોટું કારણ એ છે કે શિયાળામાં સ્વાદિષ્ટ ફળો અને શાકભાજી ખાવામાં આવે છે. આમાંની ઘણી વસ્તુઓનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
શિયાળાનાં ફળોમાં ઘણા લોકો સીતાફળને પણ પસંદ કરતાં હોય છે. સ્વાદની સાથે, તે પોષક ગુણધર્મોથી પણ સમૃદ્ધ છે. તેના સેવનથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. સીતાફળ ને ચેરીમોયા, કસ્ટાર્ડ એપલ, સુગર એપલ, શરીફા વગેરે તરીકે ઓળખવામાં આવે છે.
એન્ટી ઑક્સિડેન્ટ્સનું પ્રમાણ વધારે હોવાથી તે શરીરના મુક્ત રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે. સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે લો બ્લડ પ્રેશરમાં મદદ કરે છે. એક ફળમાં લગભગ 674 મિલિગ્રામ પોટેશિયમ અને 40 મિલિગ્રામ મેગ્નેશિયમ હોય છે. તેના એક કપનું સેવન કરવાથી, લગભગ 10 ટકા પોટેશિયમ અને 6 ટકા મેગ્નેશિયમ પૂરું પાડે છે.
સીતાફળ એટલે ચેરીમોયા, જે પ્રોટીન, ફાઇબર, વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપુર હોય છે. આ કારણોસર, તે પોષણનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે. સીતાફળ આંખો માટે ખૂબ ફાયદાકારક હોવાનું પણ કહેવામાં આવે છે. તેમાં કેરોટીનોઇડ એન્ટીઑકિસડન્ટ લ્યુટિન વધારે પ્રમાણ હોય છે, જે આંખો માટેનું મુખ્ય એન્ટીઑકિસડન્ટ છે. તે ફ્રી-રેડિકલ સામે લડે છે અને સ્પષ્ટ દ્રષ્ટિ આપે છે.
સીતાફળમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે, જે તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં મદદ કરે છે. દરરોજ વિટામિન સી મેળવવાથી શરીરમાં ચેપ સામે લડવામાં મદદ કરે છે. એક સીતાફળનું સેવન રોજની જરૂરિયાતોના 60% થી વિટામિન સી પૂરૂ પાડે છે. વિટામિન સી સામાન્ય શરદી અને ચેપનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.
આજે, નબળા પાચન એ મોટાભાગના લોકોની સમસ્યા બની ગઇ છે અને સીતાફળનું સેવન આ સમસ્યામાં મોટી રાહત આપે છે. પાચનને યોગ્ય રાખવામાં ફાઇબર મોટા પ્રમાણમાં ફાળો આપે છે. તેથી, પાચક શક્તિને સુધારવા માટે ફાઇબરયુક્ત ખોરાક લેવો જોઈએ.
એક કપ અથવા 160 ગ્રામ સીતાફળમાં આશરે 5 ગ્રામ ડાયેટરી ફાઇબર હોય છે, જે રોજિંદી જરૂરિયાતનો 17 ટકા હોઈ શકે છે. જો તેને અન્ય ફળો અને શાકભાજીની સાથે આહારમાં લેવામાં આવે તો તે પાચનને યોગ્ય રાખવામાં મદદ કરી શકે છે.
માથાના વાળ વધારવા માટે સીતાફળ ખૂબ જ ઉપયોગી બને છે. વાળને યોગ્ય રીતે વિકાસ કરવા માટે સીતાફળના બીયા કાઢી અને તેને એક મિક્સરમાં પીસી લેવા. હવે તેને બકરીના દૂધમાં સીતાફળનું ક્રીમ ઉમેરી પછી આ મિશ્રણ માથા ઉપર લગાવવું જેથી માથાના વાળ મજબૂત થાય છે.
સીતાફળમાં આવતું કોપર અને ફાઈબર મળને નરમ કરે છે અને કબજિયાતની તકલીફને દૂર કરે છે. તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ વજન વધારવા માગતા હોય તે લોકો માટે સીતાફળ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. રોજે એક સીતાફળ અને તેની અંદર એક ચમચી મધ નાખીને ખાવાથી વજન વધારવામાં મદદ કરે છે.
ઉચા લ્યુટિનનું સેવન આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે, જે અમુક ઉંમરે આંખને લગતી સમસ્યાઓથી બચાવે છે. આ ઉપરાંત સીતાફળ ખાવાથી કેન્સરથી પણ બચી શકાય છે. તે મૂડમાં સુધારો લાવે છે અને બળતરામાં ઘટાડો કરે છે તેમજ હૃદયને સ્વસ્થ રાખે છે. તેનું સેવન એનિમિયાથી પણ બચાવે છે.
સીતાફળ ખાવાના ગેરફાયદા :
સીતાફળમાં એક પ્રકારનું એનાસીન હોય છે, તે મગજ અને નર્વસ સિસ્ટમ પર અસર કરી શકે છે. સીતાફળના છોડના તમામ ભાગોમાં એનાસિન હોઈ શકે છે. પરંતુ તે બીજ અને ત્વચામાં સૌથી સામાન્ય હોય છે. સીતાફળ ની અંદર ફાઇબર ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે જો એનું વધારે પડતું સેવન કરવામાં આવે તો શરીર ની અંદર ફાઇબરનું પ્રમાણ વધતા ઝાડા, ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.