મિત્રો જમીનમાં એવી ઘણી બધી ઔષધિક વનસ્પતિ ઊગે છે જેને આપણે ખડ સમજીને નજર અંદાજ કરીએ છીએ. આવોજ એક છોડ છે ભોંયરીંગણી નો. જેના પાન, થડ, ડાળી બધાં પર કાંટા હોય છે જેથી તેને કંટકારી પણ કહેવાય છે અને તેના પર તરબૂચ જેવા નાના નાના ફળ હોય છે.
આ છોડની ડાળીઓ વાંકીચુકી હોય છે. તેના પાન તમને જોવામાં મૂળાના પાન જેવા લાગશે અને તે ટેસ્ટમાં ફિક્કા પણ હોય છે. આ છોડમાં જાંબુડિયા રંગનાં ફૂલ આવે છે અને ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં રંગ ના થઈ જાય છે.
આ છોડ ની દરેક વસ્તુ જેવી કે એનાં પાંચે પાંચ અંગ-મૂળ, પાન, છાલ, ફૂલ, ફળ દવા બનાવામાં વપરાય છે. ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમિ હૃદયરોગ, અરુચિ, પાર્શ્વશુળ વગેરે પણ મટાડે છે.
આ છોડ ૧૦૦ થી પણ વધારે બીમારીઓ દૂર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પણ તમને જણાવી દઈએ કે મુખ્ય કઈ બીમારીઓમાંથી ફાયદો થશે. અસ્થમા, દરેક પ્રકારનું સંક્રમણ, પથરી, બવાસીર, ખરજવું અને જેમને ગર્ભ ના રહેતો હોય તેમના માટે ભોયરીંગણી પણ ફાયદાકારક છે.
આ છોડનો ઉપયોગ કરવા માટે આ છોડના મૂળને વાટીને પાણીમાં ઉકાળો અને જયારે પાણી ઉકળીને અડધું થઇ જાય ત્યારે તેને ગાળી લો અને પછી એ પી જાવ. આવું નિયમિત એક મહિના સુધી કરવાથી દરેક પ્રકારની બીમારી દૂર થઇ જશે.
ખાંસી કે દમ ના દર્દી એ ભોંયરિગણીનાં પાકી ગયેલા ફળ કાપીને તેને એક માટલામાં ભરી આ માટલાંના મોઢા ઉપર એક સાદું કાપડ બાંધીને તેના પર ઉપર માટીનો લેપ કરી હવે તેને ચૂલા પર ચડાવી તપાવવું. અંદરનાં ફળ કાળાં થઈ જાય ત્યારે ઊતારી તેને વાટીને બાટલીમાં ભરી લેવુ.
આા મિશ્રણ ની અડધી ચમચીની માત્રામાં એક ચમચી મધમાં મિશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી અને અજીર્ણમાં ખૂબ જ ફાયદો થાય છે. ભોંયરીંગણીનાં મૂળ, ફૂલ, ફળ, પાન, છાલ સાથે આખો છોડ સૂકવી, ખૂબ ખાંડી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણમાં અડધા ભાગની હીંગ મેળવી ચણાના બે દાણા જેટલું ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે લેવું.
જે લોકોને કોરી ઉધરસ આવતી હોય તેને ભોયરીંગણીનું ચૂર્ણ મધમાં નાખીને ખાવાથી તેનાથી ઉધરસ મટે છે. મૂત્રરોગ દૂર કરવા માટે આ છોડ ના રસ કાઢીને તેને મધ સાથે મિક્સ કરીને આ મધ અને રસ ને દિવસ માં 3-4 વખત પીવાથી આ રોગ મટે છે.
ભોંયરીંગણીનો આખો છોડ મૂળ સાથે ઉખેડી બરાબર ધોઈને છાંયડામાં સૂકવી તેના નાના નાના ૧૦ ગ્રામ જેટલા ટૂકડા કપડામાં બાંધી એ પોટલી મગ સાથે બાફવાથી ભોંયરીંગણીના પંચાંગના ગુણો મગમાં ઉતરશે, છતાં મગનો સ્વાદ પણ બગડશે નહિ. એમાં આદુ, લસણ વગેરે નાખી ખાવાથી કફ છૂટો પડે છે અને દમ મટે છે.
જો ઉધરસ કે પછી લોહી વાળું કફ આવતું હોય તો તેના નિકાલ માટે તમારે આ ઝાડ ના સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી રોજ સવારે પીવા જોઈએ. ભોંયરીંગણી નો પંચાંગ સાથેનો આખો છોડ સૂકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભૂકો બે ગલાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી શરદી, કફ, ખાંસી તેમ જ ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે.
વળી આવળ થી દમ, સસણી-વરાધ, ખંજવાળ, કૃમિ અને હૃદયરોગમાં પણ ફાયદા કારક સાબિત થાઈ છે. લીલાં કે સૂકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી શ્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે.
પાનના ઉકાળામાં મગ પકવી રોજ ખાવાથી દમ મટે છે ભોંયરીંગણીનું ચૂર્ણ મધમાં ચાટવાથી સૂકી ઉધરસ મટે છે. જે લોકોમાં ચામડીને લગતા રોગો જોવા મળે છે, અથવા તો જે લોકો ને ખરજવા ની સમસ્યા હોય તેને આ છોડ નો રસ ખરજવા પર લગાડી દેવાથી ખરજવું પણ મટે છે.
ભોંયરીંગણીના પાન તોડવાથી એમાંથી જે દૂધ જેવો રસ નીકળે છે, એ રસના એક કે બે ટીપાં આંખમાં નાંખવાથી આંખમાંથી ખરાબ પાણી બહાર નીકળી જાય છે, અને આંખોના રોગ દૂર થાય છે. એ સિવાય ભોંયરીંગણીના મૂળને લીંબુના રસમાં ઘૂંટીને આંખોમાં આંજવાથી આંખોમાં થતા જાળા અને ધૂંધળાપણું પણ મટે છે.
ભોંયરીંગણીના ફૂલના રસનો લેપ બનાવીને એને કપાળ પર લગાવી રાખવાથી માથાના દુઃખાવામાં તરત જ રાહત મળે છે. સર્પગંધા ચૂર્ણ અને ભોંયરીંગણીના કાંટાનું કંટકારી ચૂર્ણ લેવાથી બ્લ્ડપ્રેશરની સમસ્યામાં પણ તે ફાયદા કારક સાબિત થાય છે.