છાશના સેવનથી શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ મળે છે. છાશ દહીંમાંથી બનાવવામાં આવે છે. દહીંને સારી રીતે વલોવ્યા પછી જે પ્રવાહી રહે છે તેને છાશ કહેવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તે શરીરને જબરદસ્ત ફાયદા કરે છે.
તાજી દહીથી બનેલી છાશ ખાવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આને કારણે પેટ ભારે લાગવું, ભૂખ ન લાગવી, અપચો અને પેટમાં બળતરા થવાની જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે. જો ખોરાક પચે નહીં તો શેકેલૂ જીરું, કાળા મરીનો પાવડર અને મીઠું મેળવી છાશ સાથે પીવાથી ઝડપથી ખોરાક પચે છે.
છાશમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઇ અને વિટામિન કે હોય છે. આ વિટામિન શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મેળવવામાં ઉપયોગી થાય છે. છાશ કફ દોષને દૂર કરીને શરીરને સ્ફૂર્તિ આપે છે. કફ પ્રકૃતિમાં તેમ જ કફના વિકારોમાં માખણ કાઢેલી છાશ પીવી જોઈએ.
છાશ માં પોષક તત્વો રહેલા હોય છે જેવા કે લોહ, જસત, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે, જે શરીર માટે ખુબ જ જરૂરી મિનરલ માનવામાં આવે છે. જો તમે ડાયટિંગ ઉપર છો તો તમે રોજ એક ગ્લાસ છાશ પીવાનું ન ભૂલશો. તેમાં કેલેરી અને ચરબી પણ ઓછી હોય છે.
છાશ પીવાથી પાચનતંત્ર સારું રહે છે. તે પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે, જે શરીરમાં આંતરડાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ રીતે શરીરની પ્રતિરક્ષા વધારવામાં પણ છાશ મદદ કરે છે. ઘણા મસાલાવાળા ખોરાકથી શરીરમાં બળતરા થાય છે. છાશનો ઉપયોગ મસાલાઓની અસર ઘટાડે છે અને તેને તટસ્થ કરે છે. જો જમ્યા પછી પેટ ભારે લાગે છે, તો પછી છાશ પીવો. તે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપે છે.
છાશ પીવાથી એસિડિટીમાં રાહત મળે છે. તમે ખાવાના થોડો સમય પછી છાશ પી શકો છો. તેનાથી પેટમાં થતી બળતરામાંથી પણ રાહત મળે છે. છાશમાં રહેલા તત્વો અપચા સામે રક્ષણ આપે છે અને ખાટા ઓડકાર આવતા અટકાવે છે. છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે જઠર રસને વધારે છે. તે પાચનક્રિયા અને રોગ પ્રતિકાર શક્તિને પણ વધારે છે.
છાશનું નિયમિત રીતે સેવન કરવાથી તમે વજન ઓછું કરી શકો છો. છાશમાં ઓછી કેલરી અને ચરબી હોય છે. તે ચરબી બર્નર તરીકે પણ કાર્ય કરે છે. જે લોકો લેક્ટોસ ઈનટોલરન્ટ હોય તેમને પણ છાશ પીવાથી કોઈ સમસ્યા થતી નથી. જો તમે આવી સમસ્યાથી પીડાઓ છો તો તમે પણ દૂધને બદલે છાશ પીને કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકો છો.
પુખ્તવયની વ્યક્તિને હાડકાં અને દાંતને મજબૂત રાખવા દરરોજ 1,000 થી 1,200 મીલી કેલ્શિયમની જરૂર પડે છે. દૂધના એક ગ્લાસમાં 300 મીલી કેલ્શિયમ હોય છે, જ્યારે 1 કપ છાશમાં 420 મીલી કેલ્શિયમ હોય છે. તમારા રોજના ભોજનમાં માત્ર એક કપ છાશનો ઉપયોગ કરવાથી કેલ્શિયમનું પ્રમાણ 350 મીલી સુધી વધી જશે.
ઉનાળાની ઋતુમાં પરસેવો વધુ આવે છે. જો તમે ગરમીમાં બહાર જઈ રહ્યા હોય તો છાશની બોટલ ભરીને સાથે લેતા જાઓ કે પછી ઘરે આવો ત્યારે ગ્લાસ ભરીને ઠંડી છાશ પીવો. છાશમાં મીઠું અને મસાલો નાંખીને પીવો, તેનાથી શરીરમાં ઘટેલા પાણીના જથ્થાની ભરપાઈ તાત્કાલીક થઈ જશે અને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદરૂપ થશે.
દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે. છાશનો ઉપયોગ સાંધાનો દુખાવો અને સંધિવા વગેરેમાં પણ રાહત આપે છે અને કમળા માં પણ એક કપ છાશમાં 10 ગ્રામ હળદર મિક્સ કરીને દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી ફાયદો થાય છે.
છાશમાં રહેલી દૂધની ચરબીમાં અદ્ભૂત બાયોએક્ટિવ પ્રોટિન હોય છે જે કોલેસ્ટોરલને ઓછું કરે છે, તેમાં એન્ટીવાઈરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીકાર્સિનજેનિક તત્વો હોય છે. દરરોજ છાશ પીવાથી બ્લડ પ્રેશર પણ ધીરે-ધીરે ઓછું થાય છે.
પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4 વાર છાશ પીવી જોઈએ. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આંખો માટે પણ અત્યંત લાભકારી છે.