કારેલા સ્વાદમાં ભલે થોડા કડવા હોય પરંતુ સ્વાથ્ય માટે તે કોઈ દવાથી ઓછા નથી. કારેલામાં એવા તત્વ રહેલા છે જે આપણા માટે ખુબ જ લાભદાયક છે. એનું સેવન કરવાથી અથવા એનું જ્યુસ પીવાથી ઘણી બીમારી થવાની સંભાવનાને દુર કરી શકાય છે. કારેલા નો ઘણી દવાઓ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે.
કારેલાનો રસ પણ ખુબ જ ફાયદાકારક છે જે શરીરમાં થતો દુખાવો, કફ, ડાયાબિટીસ ,ગાળાની ખીચ ખીચ અને તાવ જેવી બીમારીઓમાં મદદ રૂપ બને છે. ચાલો જાણીએ કારેલા ખાવાના ફાયદા વિશે. કારેલા ઉનાળાની ઋતુનું શાક છે. કારેલામાં ફોસ્ફોરસ પ્રયાપ્ત માત્રમાં મળે છે. એક મહિના સુધી કારેલાનું સેવન કરવાથી જુનામાં જૂનો કફ મટી જાય છે અને શરદીના ઉપચારમાં કારેલા ઘણા ફાયદાકારક છે.
મહિલાઓમાં હિમોગ્લોબીનની સમસ્યા ખુબ જ સામાન્ય બાબત છે પરંતુ આયરનથી ભરપુર શાકભાજીનું સેવન કરવું સૌથી વધારે ફાયદાકારક છે. દિવસમાં એક વાર કારેલાનું શાક ખાવું અથવા એનું જ્યુસ પીવાથી હિમોગ્લોબીનની ઉણપને દુર કરી શકાય છે. સાથે લોહી પણ સાફ થઇ જાય છે.
કેન્સર જેવી બીમારીમાંથી લડવા માટે કારેલા ખુબ જ સહાયક બને છે. એનું જ્યુસ પીવાથી અને એના બીજને પાણીમાં ઉકાળીને પીવાથી કેન્સર જેવી બીમારીની સંભાવનાને ઘણી ઓછી કરી શકાય છે. ભૂખ ઓછી લાગવી અથવા ના લાગવાની સમસ્યા હોય તો કારેલા નું સેવન એના માટે ફાયદાકારક સાબિત થાય છે. કારેલાના જ્યુસને દરરોજ પીવાથી અથવા કારેલાનું શાક ખાવાથી પાચન ક્રિયા સારી રહે છે, જેનાથી ભૂખ વધે છે.
તમારા સુગરને નિયંત્રિત કરવા માટે તમે ત્રણ દિવસ સવારે કારેલાનું જ્યુસ લઇ શકો છો. એન્ટી-હાઇપર ગ્લેસેમિક તત્વોના કારણે કારેલાનું જ્યુસ બ્લડ સુગરની માત્રાને માંસપેશિયોમાં સંચારિત કરવામાં મદદ કરે છે. આના બીજમાં પણ પોલિપેપ્ટાઈડ-પી હોય છે, જે ઈન્સુલિનને કામમાં લઈને ડાયાબિટીસ માં સુગરની માત્રા ને ઓછી કરે છે.
એક કપ કારેલાના જ્યુસમાં એક ચમચી લીંબુનું જ્યુસ ભેળવી લો, આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરો. 3 થી 6 મહિના સુધી આનું સેવન કરવાથી ચામડી ઉપર સોરાઈસીસના લક્ષણો દૂર થાય છે. એ રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે અને સોરાઈસીસને પ્રાકૃતિક રૂપથી મટાડવામાં મદદ કરે છે.
કારેલામાં બીટર્સે અને એલ્કેલાઇડ તત્વ રક્ત શોધક કામ કરે છે. કારેલાના ટુકડા કરી તેને મિક્સરમાં ક્રશ કરી તેના રાતે સુવાના સમયે હાથ-પગમાં લગાડવાથી ત્વચાના રોગથી બચી શકાય છે. દાગ, ખુજલી,ખાજ જેવા ત્વચાના રોગમાં કારેલાના રસમાં લીંબુનો રસ મેળવી પીવું ફાયદાકારક થાય છે.
પથરીના રોગીઓને બે કારેલાનો રસ પીવાથી અને કારેલાનું શાક ખાવાથી આરામ મળે છે. એનાથી પથરી ગળીને ધીમે ધીમે બહાર નીકળી જાય છે. ૨૦ ગ્રામ કારેલાના રસમાં મધ મિક્ષ કરીને પીવાથી પથરી ગળીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
દરરોજ એક ગ્લાસ કારેલા નું જ્યુસ પીવાથી લીવર સારું રહે છે અને કમળાથી રક્ષણ આપે છે. તે લીવર ને ડીઓક્સીફાઈ પણ કરે છે જેના કારણે તે સારી રીતે કામ કરીને બીજી બીમારીઓ થી પણ રક્ષણ આપે છે. ઉલ્ટી અને ઝાડા થી મુક્ત થવા માટે કારેલાના રસમાં થોડું સંચળ નાખીને પીવાથી તુરંત જ ફાયદો થાય છે.
કારેલાનું જ્યુસ નિયમિતપણે પીવાથી તમે આંખોની સમસ્યાઓથી પણ રક્ષણ મેળવી શકો છો. તેમાં બીટા કેરોટીન અને વિટામિન ઈ હોય છે જે તમારા આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં ઉપસ્થિત વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ના કારણે થયેલા આખોના ડેમેજ થી બચાવે છે.
કારેલા પેટની ગરમી ખતમ કરે છે અને ડાઇજેશનને સુધારે છે તેનાથી પેટના કૃમિ અને અન્ય પેટ સંબધિત બીમારીમાં આરામ મળે છે. કારેલાના જ્યુસમાં સંચળ મિક્સ કરી પીવાથી ઉબકામાં રાહત મળે છે. કારેલાનું જ્યુસ ચુસ્ત પડેલા પાચનતંત્રને ઉતેજીત કરે છે અને ડીસપેસિયા નો ઉપચાર કરે છે એટલા માટે અઠવાડિયામાં એકવાર તો કારેલાનું જ્યુસ પીવુ જોઈએ.