ભિલામો એ મોટું ઘરગથ્થુ ઔષધ છે. પણ શરીર ઉપર કોઈ પણ જગ્યાએ જ્યાં વાળ હોય છે તે જગ્યાએ ભિલામાંનો સ્પર્શ થતાં નાની ફોડલી થઈ જાય છે. દાઝયા જેવી આગ ઊભી થાય છે અને તેનો જ દુખાવો ઊભો થઈ જાય છે એટલે જ ભિલામો બહુ કાળજીથી વાપરવો. તો ચાલો હવે આપણે જાણીએ ભીલમાંથી આપણે કયા કયા લાભો થાય શકે છે.
ભિલામો અગ્નિવર્ધક છે. ભૂખ ન લાગતી હોય, ઝાડો સાફ ન થતો હોય, પેટ ફૂલેલું રહેતું હોય તેણે રોજ સવારે ભિલામાના તેલનું સેવન કરવું. ભિલામાનું તેલ નો ઉપયોગ કરવામાટે એક નાગરવેલનું પાન લઈ તેના ઉપર અંદાજે ૧૦ ગ્રામ સાકર લઈ તે સાકર ઉપર ભિલામાના તેલનાં ટીપા પાડવાં. આશરે ૧૦ ટીપા આ તેલ પીવાથી ભૂખ લાગશે. અન્ન પચશે અને ઝાડો પણ સાફ આવશે.
નાનાં બાળકોને જયારે કફ થઈ જાય ત્યારે ભિલામાના તેલના બે ટીપાં દૂધમાં કે મધમાં નાખીને આપવાથી કફ ઓછો થઇ જાય છે. કરમિયા થયાં હોય ત્યારે ભિલામાનાં ટીપાં દૂધમાં ભેળવીને પીવુ, ૫૦ ગ્રામ દૂધમાં ૧૦ ટીપાં ભિલામાનું તેલ નાખી પીવાથી કરમિયા મરે છે.
પેટ ગોળા જેવું થતું હોય, વારંવાર ઓડકાર આવતા હોય, ત્યારે રોજ સવારે અને સાંજે જમ્યા પહેલા બે ભિલામાનું તેલ ૫ ગ્રામ ઘી સાથે લેવાથી પેટનો વાયુ ઓછો થાય છે અને ઓડકાર આવતા મટે છે. આ માત્રા ૧૬ વર્ષની ઉપરના સશક્ત માનવી માટે જ ઉપયોગ કરવો.
કોઈપણ પ્રકારનું અપચન થયું હોય તો તેનાથી આમાંશ થાય. આમાંશ એટલે વારંવાર પેટમાં કળ આવી સફેદ ચીકણો ઝાડો થવો તે પણ થોડા થોડા પ્રમાણમાં, ઝાડા માં ચીકાશ હોય તેને આમાંશ કહેવાય એવો અપચનવાળો ઝાડો થાય તો પાંચ ભિલમાનું તેલ થોડી સાકરમાં નાખી ઉપયોગમાં લેવું, તેના ઉપર ઘૂંટડો દૂધ પીવું.
બેચાર વખત આ પ્રમાણે લેવાથી પેટની આંકડી ઓછી થશે અને તે પ્રમાણે જેમ જેમ ઝાડા થવાનું અંતર વધતું જાય તેમ દસ બાર વખત આ પ્રમાણે પ્રયોગ કરવાથી આંકડી બંધ થઈ આમાંશ પણ ઘણું ઓછું થઈ જાય છે. આવી રીતે આમાંશ ઓછું થઈ ગયા પછી પણ દિવસના બે વખત કે ત્રણ વખત ઔષધ બેચાર દિવસ લેવું આથી ઊથલો મારવાનો ભય રહેતો નથી.
અજીર્ણ કે આંયાંશન કોઈ પણ રોગ માટે જેવા કે પેટમા વાયુ થવો, ભૂખ ન લાગવી વગેરે ઉપર ભિલામો એ ઉત્તમ ઔષધ છે, ઔષધ જયારે લેતા હોઈએ ત્યારે હળવો ખોરાક ખાવો જોઈએ. હળવા ખોરાકમાં જૂના ચોખા અને દૂધ લેવું, ભિલામો હરસ મટાડનાર છે. ભિલામો અત્યંત બુદ્ધિ વધારનારો છે. જેને પોતાની બુદ્ધિ વધારવી હોય તેણે ભિલામાનું દૂધ પીવું. એક વખત શરૂ કરયા પછી બે ત્રણ અઠવાડિયા તે પ્રમાણે આ પ્રયોગ ચાલુ રાખવો.
ડિસપેપસીઆ દૂર થવા માટે દર્દી ઘણા ઔષધો કરે છે અને રોગ માટે ઘણી દવાઓ કરવા છતાં રોગ વધતો જ રહે છે. આ ડિસપેપસીઆ ઉપર ભિલામો ઉત્તમ ઔષધ છે. પાંચ ભિલોમાનો ઉકાળો દૂધ નાખી પીવાથી અગ્નિમાંઘ દૂર થાય છે.
મેહરોગ એટલે પેશાબ ખૂબ અને પુસ્કળ વખત થવો, ખૂબ તરસ લાગવી, રાતે પેશાબના ત્રાસને કારણે પૂરી ઊંઘ ન આવવી આવું થતું હોય ત્યારે ભિલામાનું દૂધ બનાવી પીવું એટલે પાંચેક દિવસમાં પેશબ ઓછો ઊતરી, તરસ ઓછી થઈ થઈ જશે. ભિલામાં સાથે બીલું આપવાથી બે જ દિવસમાં રાહત મળે છે.
કુષ્ટ એટલે અંગ ઉપર નાનીમોટી ફોડલી થવી, શરીર પર ખંજવાળઆવવી અને ખંજવાળવાળા ભાગ પરથી જાડો પ્રવાહ વહેતો રહે આ બધા રોગને કુષ્ટ કહે છે. હાથ ઉપર ખરજ, કમરના ભાગ ઉપર ખરજ, દાદર, ભીંગડા વગેરે, વૈધકમાં છ જાતના કોઢ કહ્યા છે, આ પૈકી કોઈ પણ પ્રકારના કોઢ ભિલામાથી સારી રીતે સાફ થાય છે.
કોઈ પણ જગ્યાએ શરીરમાં ગાંઠો થાય તે ધીમે ધીમે વધતી જાય છે તે ગાંઠ ફૂટતી ન હોય, પાકતી ન હોય, અને નાની હોવાથી દુખતી પણ ન હોય એવી ગાંઠોને દૂર કરવા માટે ભીલામાં સિવાય બીજું કોઈ ઔષધ નથી. ગાંઠ હોય તેની બરાબર મધ્યમાં ભિલામાનું તેલ લગાડવું.
પ્રદર એટલે સ્ત્રીઓને ગુપ્તભાગમાંથી સફેદ પાણી પડ્યાં કરે. તેમાં દારુહળદર લાકડું પથ્થર પર ઘસી જાડા લેપ જેવું એકથી બે ચમચા ઉતારવું અને તેમાં પાંચ થી દસ ટીપાં ભિલમાનું તેલ અને એક ચમચો ઘી, ત્રણ થી ચાર ચપટી સાકર નાખી બધી વસ્તુ રોજ બે વાર અને અઠવાડિયા સુધી ખાવાથી પ્રદર મટે છે.
સંધિવા ઉપર ભિલામો ઉપયોગી છે. હાથના, પગનાં અને આંગળીઓનાં સાંધા દુખતાં હોય, સાંધોમાં સોજો આવ્યો હોય, સાંધાઓમાં ખટકો લાગતો હોય તો પાંચ ગ્રામ સાકર લઈ તેમાં ભિલામાના તેલના પાંચ ટીપાં પાડી તે ખાવું. એમ દિવસમાં બે વાર ત્રણેક દિવસ લેવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે અને સોજો તથા સાંધા સારા થાય છે.