તાવ દરમિયાન ચોખ્ખું અને ઉકાળેલું પુષ્કળ પાણી પીવું, શરીરને પૂરતી કેલરી પૂરી પાડવા ગ્લુકોઝ, આરોગ્યપ્રદ પીણાં, ફળોના રસ, વગેરે લેવાની સલાહ આપવામાં આવે છે. ચોખાની રાબ, સાગોની રાબ, જવનું પાણી, વગેરે જેવો સરળતાથી પચે તેવો આહાર લેવો જોઈએ છે.
દૂધ, રોટલી અને બ્રેડ, માંસ, ઇંડા, માખણ, દહીં તેમજ તેલમાં તૈયાર કરેલો આહાર ટાળવો જોઇએ. આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે. તુલસીમાં રહેલી તેની વિશિષ્ટ સુવાસ તેમાં રહેલા ઉડનશીલ તેલને આભારી છે.
ઝીણો તાવ રહેતો હોય તો આમળાનો તાજો રસ, આમળાનું શરબત કે આમળાનો પાઉડર જરૂરી પ્રમાણમાં સાદા પાણીમાં મેળવી નિયમિત દિવસમાં ત્રણ વાર પીવાથી ફાયદો થાય છે. અમુક વખત વાદળ આવી જાય છે તો અમુક વખત અચાનક વરસાદ થવા લાગે છે. તો અમુક વાર તડકો નીકળી જાય છે તેમજ ગરમી વધુ થાય છે. આવી સિઝનમાં વાયરલ ફીવર થવાનો ખતરો સૌથી વધારે હોય છે.
માટે આજે અમે એવાં ઘરેલુ ઉપચાર બતાવી રહ્યા છે જે ઉપાયની મદદ દ્વારા તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા સારી બને છે તેમજ તાવ પણ જલ્દી જતો રહશે. આવો જાણીએ આ ઉપચાર અંગે.. તુલસીનો છોડને બહુ જ ઉત્તમ ગણવામાં આવે છે.
તુલસીથી ઘરનું વાતાવરણ સ્વચ્છ તેમજ શુદ્ધ થાય છે. તુલસીનાં પાનનો ઉપયોગ કરવાથી તાવમાં રાહત મળે છે. એક વાસણમાં પાણી નાંખીને તેમાં વાટેલા લવિંગ તેમજ તુલસીનાં પાનને નાંખીને ઉકાળો તૈયાર કરવો અને પ્રતિ 2 કલાકના અંતરમાં આ ઉકાળો પીતા રહો.
આદુ પણ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આદુ આપણા શરીરમાં ગરમી પણ ઉત્પન્ન કરે છે. ઋતુ બદલાવના લીધે આવતાં તાવમાં આદુનો ઉકાળો બનાવીને પીવામાં આવે છે આ માટે આદુની સાથે થોડી હળદર, ખાંડ તેમજ કાળા મરીનો પાવડર ભેળવીને તેનો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળાથી તાવ જલ્દી સારો થઇ જશે.
કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને દિવસમાં ત્રણ વાર પીવાથી તાવ ઉતરી જાય છે. તાવ ઉતર્યા પછી બે દિવસ સુધી મીઠાવાળું ગરમ પાણી પીવાથી તાવ પાછો આવતો નથી. કોઈપણ જાતનો તાવ આવતો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
ખુબ ઉકાળીને બનાવેલો અજમાનો ઉકાળો ગરમ ગરમ પીવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરે છે. પાણી તથા અજમાનું પ્રમાણ અને કેટલો ઉકાળો પીવો તેનો આધાર તાવના પ્રમાણ અને પ્રકાર પર રહે છે. અજમાનો ઉકાળો જીર્ણ તાવ પણ મટાડે છે, એવું કહેવામાં આવે છે કે, લસણની કળીને મધમાં નાંખીને તેમજ અમુક સમય બાદ તેનુ સેવન કરવાથી તાવમાં રાહત મળે છે.
પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ એક ગ્રામ લવિંગનું ચુર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચુર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાંખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફ્લૂનો તાવ અને બેચેની મટે છે. ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ્લૂનો તાવ મટે છે.
ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાંખીને ગરમા ગરમ પીવાથી મેલેરીયાનો તાવ મટે છે. તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી તાવ મટે છે.
એક ચમચી પીપરીમૂળના ગંઠોડાનું ચુર્ણ મધમાં ભેળવીને ચાટીને ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢીયો તાવ મટે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી પણ ટાઢીયો તાવ મટે છે. જીરૂ વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢીયો તાવ મટે છે.
ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો આવી તાવ ઉતરે છે. મેલેરીયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, ત્યારબાદ મસળીને તેને ગાળી લઈ તે મિશ્રણ થોડે થોડે વારે પીવાથી ઉલટી મટે છે.
ફુદીના અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. મઠ કે મઠની દાળનો સૂપ બનાવી પીવાથી રોજ આવતો તાવ મટે છે. એલચી નંગ ૩ તથા મરીના ૪ દાણા રાત્રે પાણીમાં પલાળી સવારે તે બરાબર ચોળીને તે પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ મટે છે.
વરીયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાંખી પીવાથી પિત્તનો તાવ મટે છે. શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે. જીરુનું ૫ ગ્રામ જેટલું ચુર્ણ જુના ગોળમાં મેળવીને ૧૦-૧૦ ગ્રામની ગોળીઓ બનાવી ખાવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે.