દાંતના રોગોમાં ગોમૂત્રથી કોગળા કરવાથી દાંતનો દુખાવો બંધ થાય છે. ગોમૂત્રના સેવનથી દિમાગ કમજોર થતું નથી. ગોમૂત્ર યૌન જેવા રોગો મટાડે છે. ખાલી પેટે અડધો કપ ગોમૂત્ર પીવાથી યૌન રોગ નષ્ટ થાય છે. ગૌમૂત્રથી સારો થયેલ યૌન રોગ ફરી ક્યારેય થતો નથી.
જો ગૌમૂત્રમાં અમૃતા (ગુડુચી ) અથવા સારિવા ( અન્નમૂળ ) નો રસ પીવો તો બીમારી તરત સારી થાય છે. ફટકડીને ખૂબ ગરમ કરી એનું પ્રવાહી સુકાઈ જાય ત્યાં સુધી ફૂલાવવી અને તેને ખોતરીને સફેદ પાવડર નીકળે તેને શીશીમાં ભરી દેવો.
આ પાવડર દાંત દુખતા હોય તો, લોહી નીકળતું હોય, રસી થતી હોય ત્યારે ગરમ પાણી કરી તેમાં આ પાવડર નાખી ઉકાળવો. ઠંડું થાય ત્યારે કોગળા કરવા. અડધો કપ ગોમૂત્રમાં પોણો ચમચો આ પાવડર મેળવી ખાલી પેટે લેવાથી જૂનો તાવ મટે છે.
દમના જૂના રોગીઓને ગોમૂત્રમાં અનૂસા ( વાસાચૂર્ણ ) ૫ ગ્રામ મેળવીને લેવું. દમના રોગીઓએ ભાત, બટાકા, ખાંડ, અડદની દાળ, દહીં, માંસાહાર અને ધૂમ્રપાન ના કરવું. જયારે શ્વાસ અને અન્નનળી સાંકડી થઈ ગઈ હોય ત્યારે ગૌમૂત્રમાં સરસવના તેલનાં બે ટીપાં મેળવી નાકમાં નાંખવાથી બંધ નાક ખૂલી જશે. અને રોગી આરામથી શ્વાસ લેવા લાગશે.
ઘૂંટણ, કોણીઓ, પગની પિંડીઓમાં સાઈટિકા થવાથી માંસપેશીઓમાં દર્દ, સોજો થાય ત્યારે ગૌમૂત્રથી ઉત્તમ ઔષધિ કોઈ નથી. એંસી પ્રકારના વાયુના રોગોમાં એકમાત્ર ઔષધિ ગૌમૂત્ર છે . અડધા કપ ગૌમૂત્રમાં શુદ્ધ શિલાજીત બે ગ્રામ, રત્નાદિ કવાથ, સૂંઠનું ચૂર્ણ, શુદ્ધ ગૂગળ અથવા મહાયોગરાજ ગૂગળ બે ગોળી મેળવી પીવું.
કબજિયાત થાય ત્યારે અઠવાડિયામાં એકવાર ગૌમૂત્રમાં શુદ્ધ કેસ્ટર ઓઇલ મેળવીને પીવાથી ફાયદો થાય છે. ડાયાબિટીસમાં સવારે ખાલી પેટે સુવર્ણયુક્ત ચંદ્ર પ્રભાવટી ની બે ગોળી ચાવીને ઉપર ગરમ પાણી તથા એક કલાક પછી તાજું ગૌમૂત્ર પીવું.
કબજિયાત રોગથી બધા જ રોગો થાય છે. ગૌમૂત્ર પેશાબ અને મળનો ખુલાસો કરે છે. આવા રોગમાં ગોમૂત્ર બંને સમય પીવું જોઈએ. રાત્રે ત્રિફળાચૂર્ણ ગરમ પાણી પીઈને પછી ગૌમૂત્ર પીવું જોઈએ. ગાયના ગરમ દૂધમાં એક ચમચી ગાયનું શુદ્ધ ઘી મેળવીને પીવાથી ગર્ભવતી સ્ત્રી ને કબજિયાત નહીં થાય .
જો તમારી આંખોની નીચે કાળા ધબ્બા થઇ ગયા હોય તો આંખોની નીચે રોજ-સવારે માત્ર ગૌમૂત્ર લગાડો. એનાથી એ કાળા વર્તુળોના ધબ્બા દૂર થઇ જશે. કુંવારા પાઠાના પચ્ચીસ ગ્રામ રસમાં પચાસ ગ્રામ ગૌમૂત્ર મેળવીને પીવાથી પાચનતંત્રના બધા અવયવો રોગમુક્ત થાય છે. બે ગ્રામ અજમાનું ચૂર્ણ અથવા જાયફળ ઘસીને ગૌમૂત્રમાં મેળવી પીવાથી પેટદર્દ, મરડો, ભૂખની કમી ચોક્કસ દૂર થાય છે.
ગળાના કેન્સર માટે 100 મિલી ગૌમૂત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરી સ્વસ્છ વાસણમાં કપડાથી ગાળી, રોજ સવારે નિત્ય કર્મથી નિવૃત થયા બાદ ખાલી પેટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવું.
ખરજવું, ખૂજલી, સફેદ ડાઘ, કૃષ્ઠ રોગો આવા રોગોમાં બંને સમય ગૌમૂત્ર પીવું. મોગરાનું તેલ ગૌમૂત્રમાં મેળવી ચામડી પર માલિશ કરવી. ગૌમૂત્ર પીવાથી લોહીના ગઠ્ઠા નથી જામતા . એ હૃદયની ધમનીઓ અને નળીઓમાં કોલેસ્ટરોલ જામવા નથી દેતા. દસ ગ્રામ અર્જુનછાલ ગૌમૂત્રમાં મેળવી પીવું. અર્જુન છાલની ચા પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ચામાં મીઠાશ માટે ખાંડની જગ્યાએ કિસમિસ – ખજૂર અને સફરજનનો ઉપયોગ કરવો.
ગેસની સમસ્યા રહેતી હોય તેને વહેલી સવારે અડધા કપ ગૌમૂત્રમાં થોડુક મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી જુનામાં જુનો ગેસ કે રોગ દુર થાય છે. આ ઉપરાંત ગૌમૂત્રનું સેવન ફુલાઈ ગયેલા પેટને પણ ઘટાડવામાં મદદ કરે છે.
હાથીપગોમાં સો ગ્રામ ગૌમૂત્રમાં હળદર પાંચ ગ્રામ, મધ અથવા જૂનો ગોળ મેળવી પીવો. કિડની રોગમાં ડાયાલિસિસ એક મોંઘો ઉપાય છે. જેની કિડની કમજોર હોય, રાત્રે વારંવાર પેશાબ લાગે તો એને નિયમિત ગૌમૂત્ર પીવું જોઈએ.
ગૌમૂત્રથી વધારે લાભકારી બીજી કોઈ ઔષધિ નથી, બાળપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી કોઈપણ રોગ વગર ગૌમૂત્ર પીવું એ સ્વસ્થ, સુંદર રહેવાનો સર્વોત્તમ ઉપાય છે. ગૌમૂત્ર પીધા પછી પાણી પીવાથી ગળું મીઠું થઈ જાય છે. આમ, ગૌમૂત્ર મોટા ભાગના બધા રોગોમાં ઉપયોગી છે.