કોરોનાની વેક્સિન લેવા જઈ રહ્યા છો તો આ સમાચાર જરૂરથી વાંચો. અમેરિકાના વૈજ્ઞાનિકોએ તાજેતરના રિસર્ચમાં જણાવ્યું છે કે, જો તણાવ અને ડિપ્રેશનમાં રહેશો તો તમારા પર વેક્સિનની અસર ઓછી થઈ શકે છે. સરળ ભાષામાં સમજીએ તો વેક્સિન લગાવ્યા બાદ તેની અસર શરીરમાં વધતી ઈમ્યુનિટી પર પડી શકે છે.
અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં બહાર આવ્યું છે કે, કોરોનાની વેક્સિનની અસર અને મનુષ્યના મેન્ટલ હેલ્થનું કનેક્શન છે. અત્યાર સુધી વિવિધ રિસર્ચમાં પણ સાબિત થયું છે કે તણાવ માત્ર ઈમ્યુનિટી પર નહીં પરંતુ 16 રીતે શરીરને અસર કરે છે. તણાવના કારણે માથામાં દુખાવાથી લઈને હાર્ટ અટેકના કેસ સામે આવ્યા છે.
પરિવાર, મિત્રો, કલીગ અને સંબંધીઓ સાથે અંતર ન રાખવું. કોલિંગ, મેસેજ, કોન્ફરન્સિંગ ની મદદથી તેમની સાથે કનેક્ટ રહો. ડૉ. અમાનિકાના જણાવ્યા પ્રમાણે, જ્યારે આપણે લોકો સાથે વાત કરીએ છીએ તો મનમાં નકારાત્મક વિચાર ઓછા આવે છે. તણાવ અને ડિપ્રેશનના કેસ એકલતા અનુભવવા ને કારણે સામે આવે છે.
સ્ટ્રેસ દૂર કરવાની સૌથી સારી રીત છે, મનગમતું કામ શોધીને તેમાં વ્યસ્ત રહો. રીડિંગ, રાઈટિંગ, ગાર્ડનિંગ, ડાન્સિંગ, વર્કઆઉટ આવી કોઈ પણ હોબી તમે વિકસાવી શકો. ઘરે હો ત્યારે તમારી સ્કિલ્સ ને ઓળખો જેથી મગજમાં નેગેટિવ વિચારો ન આવે. ડાર્ક ચોકલેટ ખાવાથી મગજમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન બને છે જેનાથી તણાવ વખતે જન્મતા તત્વોનું પ્રમાણ ઘટે છે.
૭૦ ટકા કોકોમાંથી બનેલી ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનૉઈડ્ઝ અને એંટીઑક્સિડેંટ્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. ચામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવેનોઈડ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે સ્ટ્રેસ હોર્મોન્સને આપણા શરીરમાંથી દૂર કરે છે અને આપણને ફ્રેશ બનાવે છે. તેથી જ્યારે આપણને કંટાળો આવતો હોય કે ઉંઘ આવતી હોય અને આપણે ચા પી લઈએ તો આપણો મૂડ ફ્રેશ થઈ જતો હોય છે, તેમજ ઉંઘ પણ ઉડી જતી હોય છે.
મગજને શાંત કરવા માટે લેમન, અશ્વગંધા, તુલસી અને જિનસેંગ ટીનો પણ ઉપયોગ કરી શકો છો. બ્લેક ટી અને ગ્રીન ટી પણ અસરકારક છે, પરંતુ તમે હર્બલ ટી ની પસંદગી કરશો તો તે વધારે ફાયદાકારક બનશે. થાક ઉતારવા માટે સૂકાં ફૂલોનો પણ ઉપયોગ કરી શકો છો.
પાણીમાં સુગંધિત તેલનાં બે ટીપાં નાખી ન્હાવાથી પણ થાક ઊતરી જાય છે. તમે જ્યારે તેલની ખરીદી કરવા જાવ ત્યારે અમુક સુગંધિત તેલ લઈ શકો છો. જેમ કે, જાસ્મિન નું તેલ : જાસ્મિન ના તેલથી થાક દૂર થાય છે અને મૂડ સારો રહે છે. નારંગીનાં તેલથી મન શાંત થાય છે. ગુલાબનું તેલ પણ માનસિક શાંતિ આપે છે. લવન્ડર અને આસમાની રંગનાં ફૂલોનાં તેલથી થાક દૂર થાય છે, અને મનને શાંતિ મળે છે.
એક્સરસાઇઝ દરેક બિમારીનો ઇલાજ છે. મગજને આરામ આપવા માટે દરરોજ એક્સરસાઇઝ કરવી જોઇએ.. તેનાથી ફિટ પણ રહેશો અને તણાવ પણ દૂર થશે. શ્વાસને કંટ્રોલ કરીને પણ ફ્રેશ ફીલ કરી શકો છો. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મ્યૂઝિક શરીરના કોર્ટિસોલ લેવલને ઘટાડે છે અને તેનાથી સ્ટ્રેસ પણ ખતમ થાય છે. સ્લો અને સૉફ્ટ મ્યૂઝિક તમારા મગજને શાંત કરે છે.
આટલુ જ નહીં સંગીત હાર્ટ રેટને સ્લો કરે છે, બ્લડ પ્રેશર ઓછું કરે છે અને બોડીને રિલેક્સ કરે છે. ખુશ્બૂથી તમારા નાકના સ્મેલ રિસેપ્ટર્સ એક્ટિવ થઇ જાય છે. આ રિસેપ્ટર્સ મગજના તે ભાગને શાંત કરે છે જે ઇમોશન્સ ને કંટ્રોલ કરે છે. જેને એરોમા થેરાપી કહેવામાં આવે છે.
આજના સમયમાં એરોમાથેરાપી ઘણી પ્રચલિત છે. આ થેરાપી પર કેટલાય અભ્યાસ કરવામાં આવ્યા છે જેમાંથી જાણવા મળ્યું છે કે લવન્ડર ઓઈલ શરીર અને મગજને રિલેક્સ કરવામાં સૌથી વધારે અસરકારક હોય છે. તણાવમાં હો ત્યારે ઘરમાં પુરાયેલા ન રહો. બહાર નીકળો, ફરવા જાવ. મિત્રોની સાથે આઉટિંગ પ્લાન કરો. આ રીતે ધ્યાન અન્યત્ર જશે અને સાથોસાથ મનની ઉદાસી દૂર થશે. બને ત્યાં સુધી તમારી જાતને જેટલી વ્યસ્ત રાખશો એટલું સારું છે.
કોઈના પર ગુસ્સો ઉતારી દેવાથી આપણા મનમાં રહેલો ભાર ઉતરી જાય છે અને આપણું મન એકદમ શાંત થઈ જાય છે. ગુસ્સો કરવાથી મનમાં રહેલું દુ:ખ ઓછું થઈ જાય છે અને તણાવગ્રસ્ત પરિસ્થિતિને સારી રીતે હેન્ડલ કરી શકાય છે.