100+ રોગોની એક દવા, આ નાનકડી ઔષધીના આટલા બધા ફાયદા જાણી ને તમે જરૂર ચોંકી જશો, પુરુષોની દરેક સમસ્યાનું સમાધાન છે આમ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સરસવ થાય છે. તેના મૂળ મોટાં થાય છે. એનાં ફૂલ સફેદ થાય છે. એનાં બીજ રાઈના દાણા જેવા જ હોય છે. એના છોડ પર સીંગો આવે છે. એમાંથી સરસવ બીજ નીકળે છે. સરસવ બીજ રાતાં, પીળાં તથા ઘેરા ભૂરા રંગના મળી આવે છે. ઘણાં લોકો સરસવ નાં પાનનું શાક બનાવીને પણ ખાય છે.

સરસવનું તેલ દવામાં, ઉપરાંત વઘારવા તથા તળવામાં વપરાય છે. અથાણાં બનાવવા માટે એ તેલ ખૂબ જ ઉત્તમ ગણાય છે. તો ચાલો હવે આપણે જાણીએ સરસવના ફાયદાઓ વિશે. સરસવ ગુણમાં ઉપણ, વાતહર અને શોધક છે. સફેદ સરસવ કડવા, તીખા તથા ઉપગ્ન છે. ત્વચાના રોગ મટાડવા સરસવ ઉત્તમ ગુણ કર્તા છે.

સરસવને સિંધાલૂણ સાથે વાટી શરીર પર ચોપડવાથી ખરજ, શિળસ, ચામડીના રોગ, લુખસ વગેરે મટે છે. એનું તેલ ગોળ સાથે મિક્સ કરીને પીવાથી શ્વાસ ની સમસ્યા સારી કરે છે. એનું તેલ પિત્ત વિકાર મટાડનાર છે. સરસવથી કૃમિ, કોઢ, અર્શ, મેદ રોગ તથા કાનનાં દર્દ મટે છે. કાનમાં શૂળ ઉપડે ત્યારે સરસિયું તેલ કાનમાં નાખવામાં આવે છે. જેનાથી શૂળ મટે છે. ધોળા સરસવ, વાત કર, ચામડીના રોગ, અર્શ મટાડનાર છે.

કાળા સરસવ સ્વાદમાં કડવા, તીખા તથા ઉષ્ણ છે. તે દાહક ગુણ ધરાવે છે. તે કોઢ, વ્રણ અને વાતશુળ મટાડે છે. રાતા સરસવનાં પાનની ભાજી ખાવાથી તે કફનો નાશ કરે છે. રાતા સરસવથી કૃમિ તથા કોઢ મટે છે. રસાયણિક રીતે જોતા સરસવમાં ઘણાં રાસાયણિક તત્ત્વો છે તે વાળને વધારનાર છે. વાળનું રક્ષણ કરનાર છે. માથામાં થતી જૂ-લીખ વગેરે મટાડે છે. વાળને એકદમ કાળા રાખવાનો તેમાં ગુણ છે.

સરસવનું તેલ શરીરે લગાડી સૂઈ જવાથી મચ્છરો કરડતા નથી. સરસવનું તેલ નિયમિત વાપરવાથી પેટનો વાયુ મટે છે. તેમજ કબજિયાત પણ મટી જાય છે. હાથીપગો માં આ તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દંતરોગમાં એનું તેલ દાંત પર ઘસવા પછી સિંધવ લગાડી કોગળા કરવાથી દુખાવો મટે છે.

તો ચાલો હવે આપણે જાણીએ સરસવના પ્રયોગો વિશે. ધોળા સરસવ, ભીલામાં, ત્રિફળા, વાવડિંગ, હળદર, ચિત્રો તથા બાવચી. આ બધી વસ્તુઓ અઢી અઢી ગ્રામ લઈ તેની મરી જેવડી ગોળીઓ બનાવવી. આ રીતે બનાવેલી ગોળી એક એક લેવાથી દરેક પ્રકારના કોઢ મટે છે. સરસવ, કડવા લીમડાનાં પાન તથા ભીલામો સરખે ભાગે લઈ તેની રાખ બનાવી તેનો લેપ તૈયાર કરવો. આ લેપનો ઉપયોગ કરવાથી અપચો રોગ મટે છે.

હવે આપણે જાણીશું સરસવ તેલના ફાયદાઓ વિશે. સરસવનું તેલ ન માત્ર ખોરાકને સ્વસ્થ અને પૌષ્ટિક બનાવે જ છે પરંતુ સ્વાદને અકબંધ રાખે છે અને આ સિવાય એ પણ જાણવું જ જોઇએ કે સરસવનું તેલ આરોગ્ય અને સુંદરતા બંને માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો સરસવના તેલનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો એ માઈગ્રેન ના દુખાવાથી રાહત આપવામાં ખૂબ મહત્વપૂર્ણ સિદ્ધ થાય છે.

સરસવનું તેલ પાચક રસની પણ પૂર્તિ કરે છે જે યોગ્ય પાચનમાં સહાયક હોય છે. જે લોકોને કાનમાં વારંવાર દુખાવો થતો હોય તે વ્યક્તિ માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દુખાવો થતાની સાથે જ જો કાનની અંદર સરસવના તેલના ટીપા નાખી દેવામાં આવે તો કાનમાં થતા દુખાવામાં તરત જ રાહત મળે છે.

પેઢા પીળા થઈ ગયા હોય અને તેમાંથી લોહી અને પસ આવતો હોય તેમજ દુખાવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો 1-2 ચમચી સરસવનું તેલ અને અડધી ચમચી એકદમ ઝીણું વાટેલુ મીઠું ભેળવીને મોઢામાં મૂકી દો. આને અડધો કલાક સુધી મોઢામાં રહેવા દો અને મોઢામાં લાળ વધે તો ધીમે ધીમે થુંકતા રહો. આમ, અડધો કલાક સુધી ધીમે ધીમે થુંકતા રહો અને ત્યારબાદ પાણીથી કોગળા કરી લો.

જે લોકોને પેટ સાથે સંકળાયેલી કોઈ સમસ્યા છે અથવા આંખોમાં બળતરા રહેતી હોય છે, એવા લોકોને રાત્રે સુતા પહેલા એમની નાભી પર 2-૩ બુંદ સરસવનું તેલ લગાવવું જોઈએ. નાભી પર તેલ લગાવવાથી આ બધી સમસ્યાઓ એકદમ સારી થઇ જાય છે.

Show Comments