આરોગ્ય અને ત્વચા માટેના ઘણા ફાયદાકારક પદાર્થ આપણા રસોડામાં હાજર છે, પરંતુ માહિતીના અભાવને કારણે આપણે તેનો લાભ લઈ શકતા નથી. આવા ઘટકમાં એક બેકિંગ સોડા પણ છે. સફેદ રંગનો બેકિંગ સોડા ચહેરો અને આરોગ્ય માટે જાદુઈ પાવડર સાબિત થઈ શકે છે. બેકિંગ સોડા એ સફેદ રંગનો પાવડર છે.
બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ છે. તેને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી માં બેકિંગ સોડા કહેવામાં આવે છે. ઘણા લોકો બેકિંગ સોડા અને પાવડર સમાન માને છે, પરંતુ બંને અલગ છે. બેકિંગ સોડા થોડો બરછટ છે, જ્યારે બેકિંગ પાવડર લોટની જેમ નરમ હોય છે. બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને એસિડને મિક્સ કરીને બનાવવામાં આવે છે.
પિમ્પલ્સ થી છુટકારો મેળવવાનો એક અસરકારક માર્ગ બેકિંગ સોડા છે. પિંપલ્સ દૂર કરવા સાથે, ત્વચાને આ પેચ સ્તર પણ સંતુલન જાળવવામાં મદદગાર છે. એક ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને અસરગ્રસ્ત સ્થળે એકથી બે મિનિટ માટે લગાવો. દિવસમાં 2-3 વખત આ કરવાથી મદદ મળશે.
જો કોઈ વ્યક્તિ ના વાળ વધારે ચિપચિપા છે અથવા વાળ થી ગંધ આવે છે તો તેના માટે બેકિંગ સોડા નો પ્રયોગ કરી શકો છો જો બેકિંગ સોડા નો પ્રયોગ કરો છો તો તેનાથી તમારા માથા ની ત્વચા પણ સ્વસ્થ બને છે તેના સિવાય પલાળેલા વાળ માં એક ચમચી બેકિંગ સોડા નાંખીને ધીરે-ધીરે તેને મસાજ કરો અને થોડાક સમય પછી તમે વાળ ને ધોઈ લો તેનાથી તમારા માથામાં ખોડાની સમસ્યા નો અંત થઇ જશે.
શરીરમાં યુરિક એસિડ વધારે બનાવાના કારણે સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. બેકિંગ સોડા ને પાણી સાથે મિક્સ કરીને પીવાથી આ દર્દમાં આરામ મળે છે. કેમકે બેકિંગ સોડા શરીરમાં યુરિક એસિડને જમા થવાથી રોકે છે. બેકિંગ સોડાનો આ એક સારો સ્વાસ્થ્ય લાભ થાય છે.
શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે આ બેકિંગ સોડા પરસેવાને સોશી લે છે જેના કારણે શરીરમાંથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે એના માટે 2 ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી ફટકડી પાવડર નાવાંનાં પાણીમાં નાખી સ્નાન કરવું જોઈએ.
દાંતની પીળાશ દૂર કરવા માટે બેકિંગ સોડા એક કારગર ઉપાય છે દાંતના પીળાપન ને દૂર કરવા માટે બ્રશ મા થોડીક માત્રામા બેકીંગ સોડા લઈ બ્રશ કરવાથી દાંતના પીળાપનને દૂર કરી શકાય છે પરંતુ આનો વધુ ઉપયોગ કરવાથી બચવું જોઈએ. કપડા ઘોવાના સાબુમા જો તમે આ બેકિંગ સોડા મિક્સ કરો તો આ કપડા એકદમ સ્વસ્છ થઇ જશે. અને તેમાથી મેલ પણ નીકળી જશે. ગળાની ખરાશ દૂર કરવા બેકિંગ સોડા ખૂબ કારગર માનવામાં આવે છે.
ગળાની ખારાશ થવા પર 1 ગ્લાસ ગરમ પાણીમાં બેકિંગ સોડા અને 1 ચમચી નમક(મીઠું) મિક્સ કરી સવારે અને સાંજે કોગળા કરવા. બેકિંગ સોડા પેટના એસિડને મંદ કરીને અલ્સરથી બચાવે છે. તમે દરરોજ એક ગ્લાસ પાણીમાં ૧ કે ૨ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવો, તેનાથી પેટમાં થનાર અલ્સરથી આરામ મળી શકે. બેકિંગ સોડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે,
લીંબુનો રસ કાઢો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉમેરો. પછી તેમાં બેકિંગ સોડાઉમેરો. દરરોજ સવારે આ મિશ્રણ પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. બેકિંગ સોડા એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મોથી સમૃદ્ધ હોવાનું માનવામાં આવે છે, જે સનબર્ન દ્વારા અસરગ્રસ્ત ત્વચાને આરામ કરવા માટે કાર્ય કરી શકે છે .
બ્લેક લિપ્સ માટે બેકિંગ સોડા ફાયદાકારક છે. 1ચમચી મધ,લીંબુના રસના થોડા ટીપાં, 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ મિશ્રણને હોઠ પર લગાવો અને લગભગ 2 મિનિટ માટે મૂકો. હવે આંગળીઓની મદદથી હોઠને હળવેથી ઘસો. બેકિંગ સોડાનો ઉપયોગ ક્લીન્ઝર તરીકે પણ કરી શકાય છે. બેકિંગ સોડા ફળો અને શાકભાજી ધોવા અથવા દાગ સાફ કરવા માટે ઉપયોગી થઈ શકે છે.