નખ ચાવવાની ટેવ ઘણા લોકોમાં જોવા મળે છે. નખ ચાવવાથી નખની સુંદરતા જ નહિ, પરંતુ તે અનેક રોગોનું કારણ પણ બની શકે છે. આપણા નખમાં ઘણા પ્રકારના પેથોજેનિક વાયરસ જોવા મળે છે. આ વાયરસ સરળતાથી બીમાર કરી શકે છે. નખ ચાવવા માટે ટેવાયેલા લોકો આ આદતને સરળતાથી છૂટકારો મેળવવા માટે સમર્થ નથી.
આંગળીઓ પર ટેપ લગાવી નખ ચાવવાની આદત ટાળી શકાય છે. આ એવો રોગ છે જેમાં વ્યક્તિ પોતાના જ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તણાવ, ડર, આનંદ તેમજ નવરાશના સમયમાં પણ વ્યક્તિ આ પ્રકારનો વ્યવહાર કરતા હોય છે. ઘણી વ્યક્તિઓને નવરાશ હોય ત્યારે દાંત થી નખ ખાવાની તેની આદત હોય છે. પણ તેની આ આદતથી તેની આંગળીઓના ટેરવાને નુકશાન પહોંચે છે.
નખ ચાવવાથી નખ ની આજુ બાજુ ની ત્વચા ને નુકસાન પહોંચે છે. અને ત્વચા પર ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. હકીકતમાં, જે લોકો વધારે નખ ચાવે છે એ લોકોના નખ ની આજુબાજુ ની ત્વચા લાલ થઈ જાય છે. અને કેટલીક વાર તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. અને ત્વચાનું ઇન્ફેક્શન થઈ જાય છે.
નખની અંદર ઘણા પ્રકારનાં બેક્ટેરિયા જેવા કે સૅલ્મોનેલા અને ઇ કોલાઈ હોય છે. અને આ બે બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ જોખમી માનવામાં આવે છે. આ બન્ને બેક્ટેરિયા નખ માં જોવા મળે છે અને નખ ચાવવાથી આ બેક્ટેરિયા મોં માં જતા રહે છે અને તમને બીમાર કરી દે છે.
નખ ચાવવાની અસર આંતરડા પર પણ પડે છે. અને નખ ચાવવાને કારણે કેન્સર થવાની શક્યતા બહુ વધી જાય છે. એટલા માટે તમે આ આદત ને તરત જ છોડી દો. જે લોકો સતત નખ ચાવતા હોય છે તે ત્વચારોગ નામના રોગ માટે સંવેદનશીલ બને છે. તેના ચેપથી પણ ચેતાને નુકસાન થાય છે.
નખ ચાવવાની આદતની અસર દાંત પર પણ પડે છે અને જે લોકો દરેક વખતે નખ ચાવતા રહે છે, તે લોકોના દાંતનો આકાર એકદમ બદલાય છે. વાસ્તવમાં નખ ચાવતા સમયે દાંત પર ખૂબ ભાર આવે છે અને આ ભારને કારણે દાંતના આકારમાં પરિવર્તન થાય છે. આ ઉપરાંત ઘણીવાર નખ ચાવવાથી દાંત પર છિદ્ર પણ થાય છે.
નખ ચાવતી વખતે આપણા મોં માં કેટલાક એવા ઘાતક બેક્ટેરિયા જતા રહે છે. જો કે પેટ માટે બહુ ખતરનાક હોય છે. અને એના કારણે પેટ ને કેટલાક જાત ના ગંભીર રોગ થઈ શકે છે. એટલા માટે તમે નખ ચાવવાનું બંધ કરી દો. નખ ચાવવાની અસર આંતરડા પર પણ પડે છે. અને નખ ચાવવાને કારણે કેન્સર થવાની શક્યતા બહુ વધી જાય છે. એટલા માટે તમે આ આદત ને તરત જ છોડી દો.પોતાના નખ પર નેલ પોલીસ અથવા કોઈ તેલ લગાવી દો.
આવું કરવાથી તમે પોતાના નખ ચાવી શકશો નહીં. યોગ કરવાથી તણાવ ઓછો થાય છે અને તણાવ ઓછો થવાથી નખ ચાવવાની આદત છૂટી જશે. એટલા માટે તમારે દરરોજ ઓછામાં ઓછા ૨૦ મિનિટ સુધી યોગ કરવા જોઈએ. હૈબિટ રેવેર્સલ ટ્રેનિંગ લેવાથી પણ નખ ચાવવાની આદત છૂટી જાય છે. ઘણી બધી કોશિશ કરવા છતાં પણ જો તમારા નખ ચાવવાની આદત છૂટી ન રહી હોય તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો.