અચાનક જ શરીર માં વધુ પડતી નબળાઈ અનુભવાય તો તમારા શરીર માં વિટામિન B-12 ની ઉણપ થઈ છે તેવું કહી શકાય. જો તમારી યાદશક્તિ નબળી પડી ગઈ હોય તો કહી શકાય કે આ અસર વિટામિન B-12 ની ઉણપ ના કારણે જ ઉદભવી શકે છે. જો તમારી સ્કિન નો રંગ પીળાશ પડતો હોય તો શરીર માં વિટામિન B-12 ની ઉણપ સર્જાઈ તેવું માનવામાં આવે છે.
આ ઉપરોકત લક્ષણો પરથી તમે જાણી શકો કે તમારા શરીર માં વિટામિન B-12 ની ઉણપ છે કે નહી. મોટા ભાગે વૃદ્ધો, મેટોફોર્મિન નામની દવા લેતાં ડાયબિટિસના દર્દીઓ, શાકાહારી ખોરાક લેતાં લોકોમાં વિટામિન B12ની ઉણપ જોવા મળે છે. જો કે વર્ષો બાદ વિટામિન B12ના લક્ષણો દેખાવાના શરૂ થાય છે, જેના કારણે તેને ઓળખી શકવા મુશ્કેલ હોય છે.
B12ની ઉણપને ક્યારેક ફોલેટની ઉણપ પણ માની લેવામાં આવે છે. વિટામિન B12ની ઉણપના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ચક્કર પણ આવે છે, ખાસ કરીને કામ કરો છો ત્યારે આવું વધારે થાય છે. આવું થવાનું કારણ છે શરીરમાં રક્ત કણોની ઉણપના કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ભ્રમણ નથી કરી શકતો.
વિટામિન B12 ઉણપ ના કારણે આંખોની દ્રષ્ટિ નબળી થવી કે ધૂંધળું દેખાવા લાગે છે. B12ની સારવાર ન કરવામાં આવે તો જ્ઞાન તંતુઓ જે આંખ સાથે જોડાયેલા છે તેને નુકસાન થાય છે. જેના કારણે જે સિગ્નલ આંખોથી મગજ સુધી પહોંચે છે તે નબળા પડી જાય છે. આ સ્થિતિને ઓપ્ટિરન્યૂરોપથી કહેવાય છે.
અશક્તિ અને થાક વિટામિન B12ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12ની ઉણપ હોવાથી ત શરીર રક્ત કણો નથી બનાવી શકતું. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે છે જેને પેરેનિશિયસ એનિમિયા કહેવામાં આવે છે.
જો વિટામિન B12ની સારવાર ન કરવામાં આવે તો ચાલવા અને હલનચલનમાં ફેરફાર થઈ શકે છે. જેના કારણે ચાલવામાં બેલેંસ બગડી શકે છે, જેનાથી પડવાનો ભય રહે છે. 60 થી વધુની વયના લોકોમાં આ પ્રકારના લક્ષણો વધુ જોવા મળે છે. જો કે તેની સમયસર સારવાર કરવામાં આવે તો તેની ગતિશીલતા સામાન્ય કરી શકાય છે.
દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 જોવા મળે છે, તેમાં પણ જો દહીં ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. બની શકે તો ફ્લેવર વાળું દહીં લેવાનું ટાળવું જોઈએ. આપણા શરીરમાં આપણી કરોડરજ્જુ અને ચેતકોષો તેમજ ચેતાતંતુઓનું વિશેષ મહત્વ છે કારણ કે સર્વે હલનચલનને લગતી ક્રિયાઓ આ ચેતાતંતુઓ અને કરોડરજ્જુના નાના મગજના જોડાણને આભારી છે.
આ ચેતાતંતુઓ અને ચેતાકોષોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિટામિન B12 ની જરૂરિયાત પડે છે. આ વિટામિન આપણા શરીરમાં ના હોય તો આ ચેતાતંતુઓ નિષ્ક્રિય થઈ જાય જેના કારણે લકવા જેવી ભયાનક બીમારી થવાનું કારણ બની શકે છે. બી-12 ના કરણે સ્વાસ્થ્ય ને ઘણું નુકસાન થઈ છે.
બી-12 ની ઉણપને કારણે હાથ-પગમાં અકારણ ઝણઝણાટી થાય, મોઢામાં અવાર-નવાર છોલાઈ જવું, જીભ સપાટ થઈ જવી, હોઠ કિનારીએ થી વારંવાર ફાટી જવા, ભૂખ લાગવાની બંધ થઈ ગઈ હોય અને તેનું સ્પષ્ટ કારણ ન મળતું હોય, યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ હોય, સ્મૃતિભ્રમનો અનુભવ થવા લાગ્યો હોય, અને એનિમિયાની સાથે સાથે કમળો પણ થાય છે. આ બધી બીમારી બી-12 ની ઉણપ ને કારણે થાય છે.