પીપળો આપણા દેશમાં સર્વત્ર થાય છે. આ વૃક્ષ કદમાં ઘણું ઊંચું અને મોટું હોય છે. હિન્દુઓ આ ઝાડને પવિત્ર માને છે. તેની છાયા નીચે બેઠેલાને શીતળ અને સ્વચ્છ હવા મળે છે. એનાં પાન પહોળા તથા થોડાં લાંબા અને અણીદાર હોય છે. તેને ફળ બારીક થાય છે.
પીપળા માંથી લાખ ઝરે છે. તેનો ઉપયોગ રંગમાં થાય છે. તેની છાલ જાડી અને ફિક્કા બદામી રંગની હોય છે. અંદરની છાલ રેસાવાળી હોય છે. તે સ્વાદે તૂરી હોય છે. દાઝેલા ભાગ ઉપર એનું બારીક ચૂર્ણ છાંટવાથી સૂકાઈને જલદી રૂઝ આવે છે. પીપળાના ફળ વાજીકરણ ગુણ ધરાવે છે. એની છાલ, ફળ, પાન, કૂંપળ, લાખ, છાલની રાખ એના અંકુર વગેરે દવાના કામમાં વપરાય છે.
પીપળાની છાલ ગ્રાહી અને પૌષ્ટિક છે. એનાં ફળ રક્ત શોધક તથા પાચક છે. વાજીકરણ તથા શુક્રવર્ધક છે. પીપળો શીતળ તથા શોધક છે. પીપળાનો અનેક રીતે ઉપયોગ થાય છે. એનાં પાકેલાં ફળો ખાવાથી બાળકોને તોતડાપણામાં ઘણી રાહત થાય છે. તેની લાખના ચૂર્ણની સાથે મધ અને ઘી આપવાથી ક્ષય અને આર્તવદોષ મટે છે.
પીપળાની લાખના ચૂર્ણ સાથે દસ ગ્રામ છાશ, પાણી અને સાકર નાખી આપવાથી પ્રદર મટે છે. તેની સૂકી છાલનું ચૂર્ણ ગૂમડાં તથા ચાંદી ઉપર છાંટવાથી જલદીથી રૂઝ આવે છે. એ છાલની રાખ, ચૂનો તથા માખણ એકત્ર કરી લગાડવાથી ખસ વગેરે ચામડીનાં દોષો મટે છે. કુમળાં પાનને દૂધ તથા પાણીમાં ઉકાળીને કપડે ગાળી પીવાથી પરમિયામાં સારો લાભ થાય છે. બળતરા ઘટે, રસી ઓછી થાય છે.
પીપળાનાં સૂકા ફળનું ચૂર્ણ કરી પાણી સાથે પંદર દિવસ લેવાથી દમના વ્યાધિમાં રાહત રહે છે.પીપળાની છાલ અને કડું વાટીને શરીર ઉપર લેપ કરવાથી દાહ જ્વર મટે છે. એની જડનો ભૂકો મધ સાથે મેળવીને જીભ ઉપર લગાડતા જીભ પરના છાલા મટે છે. પીપળાની બાળેલી રાખ પાણીમાં એકત્ર કરી થોડી થોડીવારે પીવાથી હેડકી તથા ઊલટીની વ્યાધિઓ મટે છે.
પીપળો, ઉંબરો, વડ વગેરે વૃક્ષોની છાલને સરખે ભાગે લઈ તેનો કાઢો તૈયાર કરવામાં આવે છે. આ કાઢાને પીવાથી જખમ, સોજો વગેરે મટે છે. પીપળા ના પાન ને ખાવાથી તણાવ ની સમસ્યા પણ દૂર થઈ શકે છે જે લોકો ને પણ તણાવ રહે છે એ લોકો એ રોજ એક પીપળા ના પાન ને ખાવું.આને ખાવાથી તણાવ દૂર થઈ જાય છે.
ઘણીવાર ગરમીમાં લોકો ને નાક માંથી લોહી નીકળે છે નાકમાંથી લોહી નીકળે ત્યારે તમે પીપળા ના તાજા પાનનો રસ કાઢીને પછી આને નાકમાં નાખો આ રસ ને નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થઈ જશે. અને આમ ના કરવું હોય તો તમે સ્મેલ પણ લઈ શકો છો.પીપળા ના પાનને સૂંઘવાથી નકસીર ની સમસ્યા દૂર થઈ જશે. એની છાલનો કવાથ મધ સાથે લેવાથી સારો લાભ થાય છે.
પીપળાની છાલ, વડછાલ, બોરડીની છાલ, લીંબડાની છાલ તથા ઉંબરાની છાલ એ દરેકને ૧૦, ૧૦ ગ્રામ લઈ તેના ટુકડા બનાવી સરસિયું તેલ એ તમામના વજનથી ત્રણ ગણું લઈ ઉકાળી તેલ બનાવવું. આ રીતે બનાવેલું તેલ ગૂમડાં મટાડવા વપરાય છે. પીપળાની સાથે આમલીની છાલ પાણીમાં વાટી આપવાથી આર્તવ મટે છે.
પીપળાનાં કૂણાં મૂળ, તાજા પાન તથા અંતરછાલ, એલચી, હળદર, હરડે, સાકર તથા ગુંદર એ દરેક વસ્તુ દસ- દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું, આ રીતે બનાવેલા ચૂર્ણના ઉપયોગથી હેડકી, ઝાડો, કમળો તથા અતિસાર વગેરે વ્યાધિઓ મટે છે. પીપળા ના વૃક્ષ ની છાલ નું ચૂર્ણ ખાવાથી શ્વાસ ને લગતી બીમારી દૂર થઈ જશે. શ્વાસ સંબંધિત બીમારી હોય ત્યારે પીપળાની છાલની અંદર ના ભાગ નું ચૂર્ણ બનાવી સેવન કરી લો, આ ચૂર્ણ ખાવાથીબીમારી દૂર થઈ જશે.
પીપળાનાં પાનનો સ્વરસ દસ ગ્રામ મધ ૨૦ ગ્રામ લઈ પીવાથી હૃદયમાં જામેલા લોહીનો નાશ થાય છે. એન્ટીઓક્સીડેંટ ગુણોથી ભરપૂર પીપળાના પાનનો ઉકાળો બનાવી તેમાં ખાંડ મિક્સ કરીને પીઓ. આ ઉકાળાનુ સેવન કરવાથી શરદી-ઉધરસ અને કફની સમસ્યા દૂર થાય છે. તે સિવાય તેના સેવનથી વાયરલ ઇન્ફેક્શન પણ ઓછું થાય છે.