સકમુનિયા સંસ્કૃત માં સકમુનિયા, લેટિન માં કોનવોલ બ્યુલસ સ્કેમોનિયા વગેરે ભાષમાં અલગ અલગ નામથી પ્રસિદ્ધ છે. સકમુનિયા છોડ પહાડી પ્રદેશમાં જ થાય છે. આ છોડનું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. આ છોડ એક અસરકારક ઔષધિ માનવામાં આવે છે. ચાલો જાણીએ સકમુનિયાથી થતાં લાભ વિશે.
સકમુનિયા એ એક જાતના છોડનું દૂધ છે. એ છોડ ચંદણી વેલની જેમ દૂધથી ભરેલો હોય છે. એને એક ડાંડીથી જોડાયેલી ઘણી ડાળીઓ હોય છે. તે ત્રણ ચાર ફૂટ જેટલી ઊંચી હોય છે. કેટલીક જમીન ઉપર પથરાયેલી તો કેટલીક જગ્યાએ ઊભી સીધી હોય છે.
સકમુનિયા છોડની ડાળીઓ ઉપર એક ભીનો ચીકણો પદાર્થ હોય છે. તે હાથ પર ચોટી જાય છે. તેનાં પાન ચંદણી વેલનાં પાન જેવા જ હોય છે પણ તેના કરતાં વધારે નરમ, વધારે લીલ તથા પાતળાં હોય છે. સકમુનિયા ના ફૂલ સફેદ, ગોળ, વચ્ચેથી પોલાં તથા તીવ્ર વાસવાળા હોય છે.
સાફ, પન્નાં છિદ્રોવાળો, વાદળી જેવો તથા જલદી તૂટી અય એવો સકમુનિયા ઉત્તમ માનવામાં આવે છે. પકવેલા સકમુનિયાનું કૌવત બે વર્ષ સુધી ટકી રહે છે એવું આયુર્વેદ શસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. સકમુનિયા ગુણમાં રેચક, મૂત્રલ અને કૃમિઘ્ન હોય છે.
પકવ્યા વિનાના સકમુનિયાનો લેપ કરવાથી કે તેને ચોપડવાથી કોઢ તથા ત્વચાના બીજા રોગમાં લાભ મળે છે. સકમુનિયા ને વીનેગરમાં પકવી જવના લોટમાં ભેળવી લેપ કરવાથી સંધિવા તથા જાંઘના થાપાનું દર્દ મટે છે. સકમુનિયા ને બીલી તથા તીરમીસનાં પાન સાથે પકવી, ડૂંટીની આસપાસ ચોળવાથી બાળકો તથા નબળાં આંતરડાંવાળાને રેચ આપી ફાયદો લાવે છે.
સકમુનિયા પિત્તનો રેચ છે. તે ગર્ભછોડનો નાથ કરી કાઢી નાખે છે. વીંછીના ડંખ ઉપર તેનો લેપ કરવાથી અથવા તેને પીવાથી પણ બધુ જેર બહાર નીકળી જાય છે અને ફાયદો થાય છે. નશોતર તથા સૂંઠ સાથે સકમુનિયાનું સેવન કરવાથી તે બલગમની ખરાબી કાઢી નાખે છે. બદામના તેલ સાથે સકમુનિયાને ભેળવીને માથે ચોળવાથી માથાનું દર્દ મટે છે.
સકમુનિયાની જડ ધણી ગરમ છે. જડનાં પાણીને વિનેગર તથા ગુલાબના તેલ સાથે ઘસવાથી માથાનું દર્દ મટે છે. એકલા જડનો લેપ કોઢ તથા સંધિવાને ફાયદો કરે છે, તે શરીરના સોજા બેસાડી દે છે. પેટમાં ચૂંક આવતી હોય તથા પેટની અંદર કૃમિ હોય, કબજિયાત હોય સકમુનિયા નો પાક પા થી અડધા તોલા જેટલો વરિયાળીના રસ સાથે લેવાથી આ તમામ તકલીફમાં રાહત મળે છે.
સકમુનિયા, મસ્તકી, સુંઠ, પીપરી મૂળ, મરી, લવિંગ, એલચી, જાવંત્રી અને જવખાર દરેક એક તોલો લઈ ખાંડી તેના અડધા શેર સાકરની ચાસણી બનાવી ઉપરની ચીજો તેમાં નાખવી. અને પાક બનાવવો. આ પાકથી સાંધાનાં દર્દો માં રાહત મળે છે.
સકમુનિયા ત્રણ તોલા, જાયફળ, એલચી, સુંઠ, તજ, મરી અને નાગકેસર દરેક બે તોલા, નશોતર છ તોલા લઈ એ તમામનું ચૂર્ણ બનાવી એક શેર સાકરની ચાસણી બનાવી તેમાં ઉપરના બધાં ઓસડિયા નાખી પાક બનાવવો. આ પાકમાંથી અડધો તોલો રોજ ઉપયોગમાં લેવાથી ગઠિયા થી પીડાતા દર્દીને ને આરામ મળે છે આ ઉપરાંત પીઠનાં દર્દ તથા ઉદરરોગનો પણ નાશ થાય છે.
સકમુનિયા એક તોલો, અગરહિંદી, મુસ્તકી દરેક પોણો તોલો, તુરબોદ ચાર તોલો લઈ એ તમામનું ખાંડીને ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ત્રણથી ચાર વાલ જેટલું રોજ સાકર સાથે ફાકવાથી હરસના તમામ રોગો જડમૂળ થી નાબૂદ થાય છે. એ ઉપરાંત જઠરના રોગોનો પણ નાશ થાય છે.